રાજ્યમાં હજુ પણ 5 દિવસ રહશે ભારેથી અતિભારે વરસાદનો માહોલ, આ વિસ્તારમાં 24 કલાક માટે અપાયું રેડ એલર્ટ…

મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી નવીનતમ માહિતી અનુસાર મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

તે જ સમયે કેરળમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે મહારાષ્ટ્રના ચંદ્રપુર અને ગઢચિરોલીમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે થવાની આગાહી કરી છે.

તેમજ હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે અકોલા બુલઢાણા અને વાશિમના ભાગો માટે નારંગી ચેતવણી જારી કરી છે જ્યાં મંગળવાર અને બુધવારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

કર્ણાટકના તટીય જિલ્લા દક્ષિણ કન્નડ અને ઉડુપીમાં રવિવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો જેના કારણે આ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

અને ઈમારતો ડૂબી ગઈ હતી કર્ણાટકમાં પણ અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છેત્યારે જામનગર દ્વારકા બનાસકાંઠા સબરકાંઠા મહેસાણા ગાંધીનગર આણંદ અમદાવાદ વડોદરા છોટા ઉદેપુરમા પણ ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત સુરત નવસારી પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ ખેરા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ દિવ અમરેલી બોટાદ વલસાડમાં પણ.

વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે જો કે 15 જુલાઈ બાદ વરસાદથી આંશિક રાહત મળશે.

દક્ષિણ કન્નડ અને ઉડુપીમાં ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને બંને જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં આજે સોમવારે રજા જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી.

અને વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે IMD અનુસાર આ સમયગાળા દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના અન્ય ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

નવસારી જિલ્લામાં કાવેરી અને અંબિકા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે આ વિસ્તારોમાં NDRFની ટીમો લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા માટે સતત કામ કરી રહી છે ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે.

ગઈકાલે અમદાવાદમાં થોડા જ કલાકોમાં એટલો વરસાદ પડ્યો કે દરિયો રસ્તાઓ પર આવી ગયો સર્વત્ર પાણી જ પાણી દેખાતું હતું અમદાવાદમાં ગઈકાલે સાંજના વરસાદે સમગ્ર શહેરને લપેટમાં લીધું હતું સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.

Advertisement