શુ ખરેખર ઘરે હોટ ટબ અને સોના બાથનો ઉપયોગ કરવાની ઘરના પુરુષોનું સ્પર્મ કાઉન્ટ ઓછું થઈ જાય છે,જાણો શુ હકીકત..

સવાલ.હું 42 વર્ષની છું અમને બે સંતાન છે કેટલાક વર્ષ પૂર્વે મારું ગર્ભાશય દૂર કરવાનું ઓપરેશન થયું હતું આ પછી સે-ક્સમાંથી મારી રૂચિ ઘટવા માંડી હતી મારી સમસ્યાનું સમાધાન કરવા વિનંતી.એક મહિલા (વડોદરા)

Advertisement

જવાબ.ગર્ભાશય સાથે તમારી બન્ને ઓવરીઓ પણ કાઢી નાખવામાં આવી હોય તો શરીરમાં સે-ક્સ હાર્મોન્સની ઉણપને કારણે આ સમસ્યા થઈ શકે છે આવામાં હાર્મોન રિપ્લેસમેન્ટ થિયરીથી ફાયદો થઈ શકે છે આ મારે તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાની જરૂર છે તમારી સમસ્યાનું સમાધાન શક્ય છે ચિંતા કરવાની જરૂર નથી તમારા ફેમિલિ ડોક્ટર પાસેથી કોઈ નિષ્ણાતનું નામ લઈ તેમનો સંપર્ક કરો સમય ગુમાવતા નહીં.

સવાલ.હું 22 વર્ષની છું છેલ્લા બે-ત્રણ વરસથી મને યુરિન પસાર કર્યાં પછી યુરિનના ટીપા ટપક્યા કરે છે અને ઘણી વાર યુરિન પસાર કરતી વખતે બળતરા પણ થાય છે શું ભવિષ્યમાં આની અસર મારા લગ્નજીવન પર પડવાની શક્યતા છે?એક યુવતી (મુંબઈ)

જવાબ.આટલા વર્ષ સુધી તમે બેસી કેમ રહ્યા એ જ સમજાતું નથી હવે સમય ગુમાવ્યા વગર કોઈ નિષ્ણાતનો સંપર્ક કરો ચિંતા કરવાની કોઈ જરૂર નથી ડૉક્ટરો યુરિન કલ્ચર અને સેન્સિવિટી જેવી કેટલીક ટેસ્ટ કરાવવાની સલાહ આપશે.

જેને કારણે યોનિમાં ઇન્ફેકશનની જાણ થઈ જશે અને ઉચિત દવા લેવાથી જલદી ફાયદો થઈ જશે આની તમારા લગ્ન જીવન પર કોઈ અસર થવાથી નથી આવી આ ચિંતા છોડી તમારો ઉપચાર કરવો અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લો બધુ ઠીક થઈ જશે.

સવાલ.મારી ઉંમર 31 વર્ષ છે લગ્નને ત્રણ વર્ષ થયાં છે વાઇફના પિરિયડ્સ રેગ્યુલર કરવા માટે અમે દવા શરૂ કરી છે જોકે મારા સ્પર્મ-કાઉન્ટની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી બન્ને બૉર્ડરલાઇન પર છે વાઇફના પિરિયડ્સ નૉર્મલ થયા પછી પણ જો તેની પ્રેગ્નન્સી ન રહે.

તો મારે પણ દવા લેવી પડશે પણ મને એમ થાય છે કે ત્યાં સુધી રાહ જોવાને બદલે અત્યારથી દવા લેવાની શરૂ કરીએ તો જલદી અસર થાય?બીજું હું ઘણાં વર્ષોથી દર મહિને ફ્રેન્ડ્સની સાથે સોના બાથ લેવા જાઉં છું.

અને મસાજ કરાવી હૉટ-ટબ બાથ લઉં છું મેં હમણાં મારા એક ફ્રેન્ડ પાસેથી સાંભળ્યું કે સોના બાથ અને હૉટ-ટબ બાથને કારણે પણ સ્પર્મ-કાઉન્ટ ઘટે છે શું એ સાચું છે અને જો એ સાચું હોય તો સોના બાથ સંપૂર્ણ બંધ કરી દઉં તો શું સ્પર્મ-કાઉન્ટ ફરીથી આપોઆપ વધે ખરા?એક યુવક(ધોલેરા)

જવાબ.જો તમારા મેડિકલ રિપોર્ટ પ્રમાણે સ્પર્મ-કાઉન્ટ બૉર્ડરલાઇન પર હોય પણ જરૂર કરતાં ઓછા ન હોય તો તમારે એના માટે અત્યારથી દવા લેવાની કોઈ જરૂર નથી તમે જે સાંભળ્યું છે એ અમુક અંશે સાચું છે સ્પર્મને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે.

સોના બાથ કે પછી હૉટ-ટબ બાથને કારણે ટેસ્ટિકલ્સ ડાયરેક્ટ ગરમીના સંપર્કમાં આવે છે રોજ ગરમાગરમ પાણીથી નહાવાની આદત હોય તો પણ એની આડઅસર શુક્રાણુના કાઉન્ટ અને સ્પીડ પર પડી શકે તો લાંબો સમય હૉટ-ટબમાં બેસવાથી કે પછી સોના બાથ લેવાથી પણ એના કાઉન્ટ પર વિપરીત અસર પડી શકે.

તમે સોના બાથ અને હૉટ-ટબ બાથ બંધ કરશો તો મોટો નહીં પણ થોડો ફરક જરૂર પડી શકે છે અને લાંબા ગાળે કાઉન્ટ અને શુક્રાણુની સ્પીડ બન્નેમાં હકારાત્મક અસર પણ જોવા મળી શકે છે આ ઉપરાંત તમે ટેસ્ટિકલ્સને ઠંડક આપવાનું શરૂ કરો ટાઇટ જીન્સ કે ટાઇટ અન્ડરવેઅર ન પહેરો કૉટનની અન્ડરવેઅર જ પહેરો.

અને દિવસમાં બે વાર સવાર-સાંજ નહાવાનું રાખો જેથી એને ઠંડક પહોંચે નહાતી વખતે ટમ્બલરમાં ચિલ્ડ એટલે કે બરફવાળું પાણી લઈ ટેસ્ટિકલ્સને એમાં બોળી રાખો નિયમિત આ પ્રયોગ કરવાથી જરૂર ફરક પડશે તીખું તળેલું અથાણાં મરચાં ગરમ તેજાના મેંદાની આઇટમ્સ અને જન્ક ફાસ્ટ ફૂડ ખાવાનું પણ ઓછું કરો.

સવાલ.હું 20 વર્ષનો છું નાનપણમાં મેં મારા દાંતની કાળજી લીધી નહોતી હવે મને આનું મહત્ત્વ સમજાયું છે તો શું હવે બગડેલી બાજી સુધરી શકે છે?આ મારે માટે શું કરવું એની સલાહ આપશો?એક યુવક (સુરત)

જવાબ.તમારી સમસ્યા ગંભીર નથી જેનું સમાધાન થઈ શકે નહીં મોડે મોડે પણ તમને તમારા દાંતનું મહત્ત્વ સમજાયું એ વાત સારી છે આથી હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને કોઈ સારા ડેન્ટિસ્ટનો સંપર્ક કરો અને તેમની સલાહને અનુસરો તેમની સારવાર આર્થિક રીતે પરવડે તેમ હોય નહીં તો તમે કોઈ સરકારી હોસ્પિટલ કે ટ્રસ્ટની હોસ્પિટલમાં પણ આ સારવાર લઈ શકો છો ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ.હું 18 વરસની છું.મારી ઊંચાઈ પ ફૂટ છ ઇંચ છે મારું વજન ૮૪ કિલો છે મારે બે મહિનામાં વજન ઉતારવું છે યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (સુરત)

જવાબ.વજન ઉતારવા માટે કોઈ શોર્ટ કટ નથી બે મહિનામાં વજન ઉતારવું એ આસાન કામ નથી વજન ઉતારવા માટે તમારે એક્ટિવ જીવન જીવવાની જરૂરી છે બેઠાડું જીવન જીવતા હો તો વ્યાયામ કરો તેમજ ચાલવાનું રાખો આ ઉપરાંત ઘરના કામ જાતે કરો.

તમારી જાતને વધુ પડતો શ્રમ આપવો નહીં કોઈ વ્યાયામ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ વ્યાયામ કરો આહારમાંથી ચરબીજન્ય પદાર્થો ઓછા કરો. રોજ અંદાજે ૧,૨૦૦ કેલેરી જેટલો જ આહાર લેવાય એ બાબતની ખાતરી રાખો ગ ળી તળેલી વાનગીઓનં પ્રમાણ ઓછું કરો અને દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો જોઈતું પરિણામ મળ્યા પછી પણ ડાયેટ અને વ્યાયામ ચાલુ રાખો.

Advertisement