ઠાકોર સમાજ ના અગ્રણી અલ્પેશ ઠાકોર નું નિવેદન,અનામત અમે માંગતા નથી એ અમારો હક છે,નય આપો તો લડીશું….

આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને વિવિધ સમાજના આગેવાનો દ્વારા સમાજના સંગઠનને મજબુત કરવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનને મજબુત કરવા અને સમાજના શિક્ષણની અગત્યની ચર્ચા વિચારણા માટે સંગઠનના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિ વચ્ચે અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોની કારોબારી બેઠક યોજાઈ હતી.

Advertisement

પાટણમાં ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી બેઠકમાં સમાજના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત હટાવવાના મુદ્દાને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, ઓબીસી સમુદાયને અનામતની માગણી ન કરવી એ અમારો અધિકાર છે.આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

જરૂર પડશે તો લડીશું પણ અમારો હક્ક છીનવા દઈશું નહીં પાટણ જિલ્લા ઠાકોર સેનાની કારોબારી સમિતિની બેઠક શનિવારે પાટણ યુનિવર્સિટીના રંગ ભવન ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મળી હતી.જેમાં જીલ્લા પ્રમુખ જીબાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.અલ્પેશ ઠાકોર સહિતના હોદ્દેદારોએ સમાજને સામાજિક, શૈક્ષણિક અને રોજગાર ક્ષેત્રે વિકાસ થાય તે માટે પ્રયાસો કરવા અને સહયોગ આપવા અપીલ કરી હતી.

અલ્પેશ ઠાકોરને સંબોધતા જણાવ્યું હતું કે જે સમાજ અન્ય સમાજને શિક્ષણ, સેવા અને રોજગાર ક્ષેત્રે મદદ કરે છે તે સમાજ હંમેશા આગળ આવે છે. ઠાકોર સમાજ પણ હવે બદલાઈ રહ્યો છે.રાજ્યમાં આવે જનતા રેડ કરવાની જરૂર નથી. લોકોને દારૂના વ્યસનથી દૂર રાખવા માટે વિચારો ફેલાવવાની જરૂર છે.

તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત હટાવવાના સંબંધમાં તેમણે મીડિયાને કહ્યું કે બંધારણમાં ઓબીસી સમુદાયને 27% અનામત આપવી એ અમારો અધિકાર છે. મધ્યપ્રદેશમાં પણ સરકારે અનામત રાખી છે. ઓબીસી સમુદાય સરકાર સામે અનામતની માંગણી કરતો નથી પરંતુ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો છે. જો ઓબીસી સમાજને અન્યાય થયો હશે તો જ્યાં જરૂર પડશે ત્યાં લડીશું.

પાટણ યુનિવર્સિટીના રંગભવન ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના-પાટણ જિલ્લા દ્વારા સમાજના સંગઠનને મજબુત કરવા અપેક્ષિત કાર્યકરોની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં ઠાકોર સમાજની નેતાગીરી પર અલ્પેશનો ઠાકોરે પોતાન ભાષણમાં જણાવ્યું હતું કે, ઠાકોર સમાજના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો છે તો અલ્પેશ ઠાકોર સામે કેમ સવાલ કરો છો. આ લોકો ની જવાબદારી નથી.

જે સમાજ ના નામે બેઠા છે. જે સમાજ ની વાત કરો છો. તો શું ફક્ત અલ્પેશ ઠાકોરને જવાબ આપવાનો છે. તમારી બધાની કોઈ જવાબદારી નથી. કોઈ કોને રંજાડે છે. તો ક્યાં ગઈ ઠાકોર સેના?, ક્યાં કોઈને તકલીફ પડે તો ક્યાં ગઈ અલ્પેશની ઠાકોર સેના? ક્યાંક સરકારી કચેરીમાં કોઈ સાંભળે નહીં તો ક્યાં ગઈ અલ્પેશની સેના?, જ્યાં સંસદ, મિનિસ્ટસર, ધારાસભ્ય તમારો બેઠો છે એમને કાઈ કરવું નથી. સવાલ આપણને કરવા છે.

આપડે એક હજાર વાર કહીએ છીએ કે, એવા લોકોને કયારે તકલીફ નહીં પાડવા દઉં જ્યારે અલ્પેશ બેઠો છે. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, કરમની કાઢનાઈ એવી છે કે, સાહેબ આપનારો નહીં માગનારો બન્યો છું. જે દિવસે આપનારો બને એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે, તમારા અધિકારને રોકી શકે કે ઝૂંટવી શકે.

તકલીફ એવી છે કે કઈ મળ્યું નથી અને માંગે છે. અત્યારે સંઘર્ષ કરી રહ્યા છીએ. જે દિવસે કૂવામાં પાણી આવશે એ દિવસે આ હવાડા ખાલી નહીં રહેવાના દોસ્તો યાદ રાખજો. રાજનીતિ 10, 20, 70 વર્ષ રહ્યા તો સમાજને શુ આપ્યું એ જવાબ તો અપવાઓ પડે ને.

Advertisement