ચેતજો/આગામી 4 દિવસ અહીં ધોધમાર વરસાદ ની આગાહી,આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે જોરદાર બેટિંગ..

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદનું જોર થોડું ધીમું પડ્યું છે. પરંતુ હજુ ચોમાસું ગયું નથી. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વડોદરા, છોટાઉદપુર, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે, જેમાં અમદાવાદમાં કેટલાક દિવસોના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. બુધવારે સાંજે ભારે વરસાદ પડ્યો હતો. ઉત્તર ઝોનમાં સાંજે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં કોતરપુરમાં 3.5 ઈંચ, નરોડામાં 2.5 ઈંચ અને નિકોલમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે કામકાજ અને ઓફિસેથી ઘરે જતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં કોતરપુર, સરદારનગર, નરોડા, સૈજપુર, રામોલ, બિરાટનગર, નિકોલ, બાપુનગર, ઈન્ડિયા કોલોની, નવા નરોડા, વસ્ત્રાલ, ઠક્કરનગર, ઓઢવ, મેમ્કો વગેરે વિસ્તારોમાં મકાનો અને દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પાણી અને તેના કારણે પૂર્વ પટ્ટાના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો 704.73 મી.મી. એટલે કે 27.75 ઈંચ વરસાદ નોંધાયો છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગે આજ રોજ રાજ્યના કેટલાંક જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી કરી છે. જેમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને છોટાઉદેપુર અને આણંદમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, દાહોદ, ડાંગ અને નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના વડિયામાં સવા 2 ઈંચ વરસાદ થયો છે, જ્યારે ધનસુરા અને બગસરામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત નેત્રંગ, દેહગામ અને ઉચ્છલમાં પોણા 2 ઈંચ તથા ડેડિયાપાડામાં સવા એક ઈંચ થયો છે. સાથે વ્યારા અને કલોલમાં 1-1 ઈંચ તથા ખેડબ્રહ્મામાં અને જગડિયામાં પોણો ઈંચ વરસાદ થયો છે.

Advertisement