ગુજરાતમાં આ તારીખે ધોધમાર વરસાદની કરવામાં આવી આગાહી,આ જિલ્લાઓમાં કરાયું એલર્ટ…

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં 9, 10 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદ પડશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

સાથે જ સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે સુરત વલસાડ નવસારી તાપસીમાં ભારે વરસાદની આગાહી નોંધપાત્ર રીતે જામનગર રાજકોટ પોરબંદર દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે તેમજ 10મીએ અમદાવાદમાં ભારે વરસાદ પડશે આ સાથે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર જોવા મળશે.

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે અને આગામી 2 દિવસ સુધી ભારે વરસાદ પડશે જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે.

ઉપરાંત હળવો વરસાદ થશે તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે તેમજ વરસાદની 60 ટકા આગાહી કરવામાં આવી છે ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પહોંચી સવારીભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 રહેશે તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે તો બોટાદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે તેમજ શહેરમાં 80 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.

તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાંડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 26 રહેશે તેમજ શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાસૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.

તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો સુરતમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 30 જોવા મળશે તો મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે જામનગર રાજકોટ પોરબંદર દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે અને રેઈન ટર્ફ પસાર થશે જેનાથી ભારે વરસાદ પડશે.

અને ગાંધીનગર રાજ્યના 119 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે તેમજ ભાવનગરના ઉમરાળામાં 3 ઈંચ,ધારીમાં 2.7 ઈંચ,ગડ્ડા 2.5 ઈંચ,દ્વારકામાં 2.4 ઈંચ કાલાવડમાં 2 ઈંચ વડવાણ મુન્દ્રા અને જેતપુરમાં 1.8 ઈંચ ગારીયાધાર અને જામકંડોરણામાં 1.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

Advertisement