રનુંજા સંઘમાં જઈ રહેલા ભક્તને કાળ ભેટ્યો,કેનાલમાં હાથપગ ધોવા જતા પગ લસસ્યો અને થયું મોત..

રાજસ્થાનના રણુજા સુઘી પદયાત્રી સંઘ સાથે ગયેલા રાધનપુર તાલુકાના એક યુવકનું શૌચાલયમાં ગયા બાદ કેનાલમાં હાથ ધોતી વખતે પગ લપસી જતાં તેનું મોત નીપજ્યું હતું.

Advertisement

રાજસ્થાનના રણુજા બાબા રામદેવપીર થરાદ મીઠા હાઈવે પર સંઘ તરફ જતા હતા ત્યારે સણધાર નજીક નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી પસાર થતા રાધનપુર તાલુકાના લાલાભાઈ શંભુભાઈ ઉર્ફે કાળુભાઈ નામનો ૨૨ વર્ષે યુવક શૌચક્રિયા બાદ હાથ ધોવા માટે કેનાલમાં ઊતર્યો હતો.

અચાનક તેનો પગ લપસી ગયો અને થોડી જ વારમાં તે 15 ફૂટ ઊંડા પાણીમાં ખોવાઈ ગયો. સંઘના અન્ય લોકો બંબાબૂમ કરતાં વધુ સંખ્યામાં કેનાલ પર દોડી આવ્યા હતા કારણ કે તે પડી ગયો હતો.

જેમાંથી કોઈ રાહદારીએ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના અધિકારી વીરમ રાઠોડ સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા. અને અડધા કલાકોની જહેમત બાદ લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. યુવકની ઉંમર 22 વર્ષ અને પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવથી પદયાત્રી સંઘ અને થરાદ અને રાધનપુર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આવોજ એક બીજો કિસ્સો,એક રડાવી દેતો દુઃખદ બનાવ સામે આવ્યો છે. લગ્ન બાદ હસી ખુશીથી રહેતા એક કપલને જાણે કોઈની નજર લાગી ગઈ. નવો ઘરસંસાર શરૂ કર્યાને હજી માંડ એક મહિનો પણ નહતો થયોને દંપતી પર કાળ ત્રાટક્યો. નવીનવેલી દુલ્હનના હાથની હજી મહેંદી પણ નહોતી સુકાઈને પરિવાર પર આભ તૂટી પડ્યું.

લગ્ન બાદ માતાજીના દર્શન કરવા ગયેલા કપલનું દર્દનાક મોત થયું. રિપોર્ટના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.અહેવાલો અનુસાર, કપડવંજ-મોડાસા રોડ પર સોમવારે કાર અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં કારમાં સવાર બેના મોત થયાની વિગતો મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અર્ટીગા ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતીનું મોત થયું છે. કારમાં અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા હસમુખભાઈ કનુભાઈ બારોટ (ઉં. 37) અને તેમના પત્ની શ્રેષ્ઠાબેને જીવ ગુમાવ્યો છે.

આ દંપતી મહિસાગરના વિરપુરમાં આવેલા હાંડીયાના રહેવાસી છે. તેઓ કોઈ સંબંધીને મળીને પરત ફરી રહ્યા હતા, તે સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનેલી ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

કપડવંજ-મોડાસા રોડ પરના અકસ્માતમાં મૃત્યુ પામેલા હસમુખભાઈ બારોટ અને તેમના પત્ની શ્રેષ્ઠાબેન બંને મહીસાગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટના ભાઈ અને ભાભી હોવાથી અકસ્માત સર્જાતા સ્થાનિક ભાજપ નેતાઓ સ્થળ પર પહોંચી ગયા હતા.

હાંડીયાના આ નવદંપતીનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ હસમુખભાઈ અને શ્રેષ્ઠાબેને એક મહિના પહેલા જ લગ્નજીવનમાં બંધાઈને નવુ જીવન શરૂ કર્યું હતું.

Advertisement