પાવાગઢ મંદિર રંગાયું દેશભક્તિના રંગે, રાષ્ટ્રધ્વજ સાથે ગવાયું રાષ્ટ્રગાન….

હાલ આખું દેશ દેશભક્તિના રંગમાં રંગાયુ છે. હર ઘર તિરંગા અભિયાનમાં દરેક લોકો સામેલ થયા છે. આ અભિયાનમાં જોડાઈને ભારતની દરેક ઓફિસ, દરેક ઘર, વાહનો પર પણ તિરંગા લહેરાઈ રહ્યાં છે.

Advertisement

ભારતીયો શાન અને ઉત્સાહથી તિરંગો લહેરાવી રહ્યાં છે. તો પછી મંદિરો અને ધર્મ સંસ્થાનો કેમ તેમાંથી બાકાત રહે. ધર્મ સંસ્થાનો પણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલા જોવા મળ્યાં. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આ અભિયાન હેઠળ 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવામાં આવશે. આ સ્વતંત્રતા દિવસ હંમેશા માટે યાદ રહેશે કારણ કે તે પ્રથમ વખત હશે જ્યારે આપણા દેશનો ત્રિરંગો જ્યાં પણ જોવા મળશે ત્યાં ગર્વથી લહેરાવતો જોવા મળશે.

આ સ્વતંત્રતા દિવસ પણ યાદગાર બની રહેશે કારણ કે આ વખતે અગાઉ ક્યારેય જોયા ન હોય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે પાવાગઢ મંદિરમાં આરતી બાદ પ્રથમ વખત રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે.

યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રથમ વખત આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે. માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રગીત ગાયું છે.

માતાજીની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગીત ગાયું હતું. જેથી પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ છવાયો હતો

નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠ્યુ હતું. માતાજીના ગર્ભ ગૃહમાં જ પહેલા આરતી કરાઈ હતી, અને બાદમાં રાષ્ટ્રગાન કરાયુ હતું. નિજ મંદિરમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. ભક્તોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ક્ષણે ભારતને વિશ્વગુરુ બનાવવા માઇ ભક્તો દ્વારા પ્રાર્થના કરાઈ હતી. પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો. મંદિર ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણને વધાવી હતી. મા મહાકાળીના સાંનિધ્યમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું.

Advertisement