ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી,આ જિલ્લાઓમાં મેઘરાજાનું કરશે જોરદાર બેટિંગ…

મેઘરાજાએ વિરામ લેતાંની સાથે જ બફારાનું પ્રમાણ વધી જતાં લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી થઇ રહેલા ઉકળાટ બાદ અમદાવાદમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે.

Advertisement

સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 71 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં થયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 118 ટકા વરસાદ નોંધાયો છે.

આપને જણાવી દઈએ કે 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દમણ,દાદરનગર હવેલી, સાબરકાંઠા,કચ્છ અને દિવમાં પણ વરસાદ વરસસે તેવી સંભાવના છે. 21 જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં રહેશે વરસાદ, આગામી 4 રાજયના વિવિધ જિલ્લાઓમાં ફક્ત હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે.

રાજ્યમાં અત્યાર સુધી 70 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 118 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 83 ટકા વરસાદ થયો છે. સાથે પૂર્વ મધ્ય ગુજરાતમાં 62 ટકા અને સૌરાષ્ટ્રમાં પણ સિઝનનો 62 ટકા વરસાદ થયો છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ થયો છે.

જેને કારણે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26% પાણી, જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.38% પાણી ભરાયા છે. સાથે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 79.93% પાણી, કચ્છના 20 જળાશયોમાં 70.34% પાણી અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 55.49% પાણી ભરાયાં છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને તાપી જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે. બુધવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વર્યો હતો. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.

Advertisement