ગુજરાતમાં આગામી 5 દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ, આજે આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ…

હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 7 અને 8 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે આગાહી કરતા જણાવ્યું હતું કે આજે રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં આજે ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત 6 ઓગસ્ટે, 3 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 7 ઓગસ્ટે રાજ્યના 5 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન વિભાગે 8 ઓગસ્ટે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં 6 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે.

જ્યારે તાપી અને નર્મદા નદીઓના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10મી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના વડિયામાં સવા 2 ઈંચ વરસાદ થયો છે, જ્યારે ધનસુરા અને બગસરામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત નેત્રંગ, દેહગામ અને ઉચ્છલમાં પોણા 2 ઈંચ તથા ડેડિયાપાડામાં સવા એક ઈંચ થયો છે. સાથે વ્યારા અને કલોલમાં 1-1 ઈંચ તથા ખેડબ્રહ્મામાં અને જગડિયામાં પોણો ઈંચ વરસાદ થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે મધ્ય પાકિસ્તાન પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમને કારણે આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. સાત અને આઠ ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી આવી છે.જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આઠમી ઓગસ્ટના રોજ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 71.20 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 118.12 ટકા ખાબક્યો છે.

Advertisement