ગુરુ રંધાવા પાસે છે મોંઘા વાહનોની કતાર,સિંગર છે કરોડોની સંપત્તિના માલિક….

ગુરુ રંધાવા એક પ્રખ્યાત પંજાબી અને બોલિવૂડ ગાયક છે ગુરુ રંધાવાએ પોતાની કલાના જોરે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નામ કમાવ્યું છે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યાના થોડા જ વર્ષોમાં ગુરુ ગાયન જગતમાં મોટું નામ બની ગયા છે તેના ચાહકોની સંખ્યા લાખો અને કરોડોમાં છે.

Advertisement

પંજાબી સંગીતની વાત કરવામાં આવે તો આજના સમયમાં સૌના મનમાં જે પ્રથમ નામ આવે છે તે છે ગુરુ રંધાવા. ગુરુ રંધાવા તેના ગીતો માટે વિશ્વભરમાં જાણીતા છે. તે એક ગાયક તેમજ અભિનેતા, નિર્માતા અને ગીતકાર છે.

 

View this post on Instagram

 

A post shared by Guru Randhawa (@gururandhawa)

ગુરુ રંધાવા પોતાના શ્રેષ્ઠ ગીતો માટે ચર્ચામાં રહે છે જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગુરુ રંધાવા એક ગાયક હોવાની સાથે ગીતકાર અને સંગીતકાર પણ છે તેણે વર્ષ 2013માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી ખૂબ જ ટૂંક સમયમાં તે ગાયકીના ક્ષેત્રમાં લોકપ્રિય બની ગયો આજે તેઓ ભારતની સાથે વિદેશમાં પણ ઓળખાય છે.

ગુરુ રંધાવાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે ખાસ કરીને યુવાનો તેના ગીતો અને ડાન્સને ખૂબ પસંદ કરે છે ગુરુ રંધાવા આજે વૈભવી જીવન જીવે છે. તેમની પાસે આરામ અને સગવડની દરેક વસ્તુ છે તેઓ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અને તેમની પાસે અનેક લક્ઝરી વાહનો પણ છે.

ગુરુ રંધાવાની નેટવર્થ વિશે વાત કરીએ તો અહેવાલ મુજબ તેમની નેટવર્થ 29 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની કમાણીનું સાધન સંગીત, સ્ટેજ પરફોર્મન્સ છે. તેમણે સમગ્ર વિશ્વમાં ઘણા લાઇવ શો કર્યા છે. અહેવાલો અનુસાર, તેમની એક વર્ષની આવક આશરે 3 કરોડ છે.

ગુરુ રંધાવાનું ઘર.ગુરુનો જન્મ પંજાબના ગુરદારસપુરમાં થયો હતો. તેણે તાજેતરમાં ગુરુગ્રામમાં એક આલિશાન ઘર લીધું છે. ગુરુ આલીશાન ઘરમાં વૈભવી જીવન જીવે છે. તેના ઘરની ઝલક ઘણીવાર તેણે શેર કરેલી તસ્વીરોમાં જોવા મળતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Guru Randhawa (@gururandhawa)

વૈભવી કારનો શોખ.ગુરુ રંધાવા વૈભવી કારના ખૂબ શોખીન છે. તેમની પાસે મોંઘી મોંઘી કાર છે. તેમના કાર સંગ્રહમાં મર્સિડીઝ સી ક્લાસ, બીએમડબલ્યુ જીટી, રેન્જ રોવર ઇવોક, ડોજ ચેલેન્જર એસઆરટી, લેમ્બોર્ગિની જેવી ઘણી ગાડીઓ છે.

ગુરુ રંધાવા પોતાના કામથી લાખો રૂપિયા કમાય છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે લગભગ 29 કરોડ રૂપિયાની સંપત્તિ છે મ્યુઝિક કંપોઝ કરવાની સાથે તે સ્ટેજ પરફોર્મન્સમાંથી પણ ઘણી કમાણી કરે છે 29 કરોડની સંપત્તિ ધરાવતા ગુરુ દર વર્ષે 3 કરોડ રૂપિયા કમાય છે તે પ્રમાણે ગુરુ દર મહિને 25 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Guru Randhawa (@gururandhawa)

ગુરુને લક્ઝરી અને મોંઘા વાહનોનો પણ ખૂબ શોખ છે તેની ઝલક તેના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળે છે ગુરુના કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે મર્સિડીઝ સી ક્લાસ બીએમડબલ્યુ જીટી રેન્જ રોવર ઇવોક ડોજ ચેલેન્જર એસઆરટી લેમ્બોર્ગિની જેવા ઘણા વાહનો છે આ તમામ વાહનો ખૂબ જ મોંઘા અને લક્ઝરી છે ગુરુ રંધાવાએ હાલમાં જ ગુરુગ્રામમાં એક આલીશાન ઘર પણ ખરીદ્યું છે જેની કિંમત કરોડોમાં કહેવાય છે.

તમને જણાવી દઈએ કે ગુરુ માત્ર મ્યુઝિક વીડિયોમાં જ કામ કરતા નથી પરંતુ તેમણે ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે આ લોકપ્રિય ગાયકની સોશિયલ મીડિયા પર પણ જોરદાર ફેન ફોલોઈંગ છે ઈન્સ્ટાગ્રામ પર ગુરુને લગભગ 30 મિલિયન લોકો ફોલો કરે છે નોંધનીય છે કે હાલમાં એવા ઘણા સમાચાર છે કે ગુરુ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીને ડેટ કરી રહ્યો છે હાલમાં જ બંને દરિયા કિનારે મસ્તી કરતા જોવા મળ્યા છે.

Advertisement