મળી ગયો લમ્પી વાયરસ નો ઈલાજ,ગુજરાતના આ સંતે શોધ્યો ઈલાજ,જાણો અસરકારક દેસી ઉપાય..

કોરોના વાયરસની સાથે સાથે પશુઓમાં ફેલાતો લમ્પી વાયરસ રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધી 20 જિલ્લામાં 58546 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે.જેમાંથી 41106 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1676 પશુઓના મોત થયા છે.જયારે 15761 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે.

Advertisement

ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કચ્છ,જામનગર,દ્વારકા,રાજકોટ,પોરબંદર,મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જૂનાગઢ,ગીર સોમનાથ,બનાસકાંઠા,સુરત,પાટણ,અરવલ્લી,પંચમહાલ,મહીસાગર, મહેસાણા અને વલસાડમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે.

જેમાં આ રોગ 2244 ગામમાં પ્રસર્યો છે.જયારે નીરોગી પશુઓમાં ફેલાવો ના થાય તે માટે 12.75 લાખ વધુ પશુઓના રસી આપવામાં આવી છે. જયારે 2 0 જિલ્લામાંથી 10 જિલ્લામાં કોઇ પશુ મરણ નોંધાયેલ નથી.લમ્પી વાયરસના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક પશુઓના મોત થયા છે. ત્યારે ઉપલેટાના ઘેથડ ગાયત્રી આશ્રમના મહંત પૂજ્ય શ્રી લાલબાપુએ ગૌમાતામાં ફેલાતા જીવલેણ લમ્પી વાયરસને અટકાવવા માટે દેશી ઉપાયો સૂચવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લમ્પી વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અનેક બિમાર લોકોના જીવ બચાવવા રાજકોટ જિલ્લાના ઉપલેટ તાલુકાના ગઢદડ ગામ પાસે આવેલા વેણુ ગંગા ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુએ ગૌમાતાની આરંભ કર્યો હતો.

સંરક્ષણ માટે એક અનોખો સેવા યજ્ઞ. આ જીવલેણ લમ્પી વાયરસ માટે ઘરેલું ઉપચાર વારંવાર સૂચવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ઘણી ગાયોને બચાવી લેવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં આ લમ્પી વાયરસના કારણે પશુઓ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે પૂજ્ય લાલબાપુએ દેશી ઉપાયો દ્વારા ગાયોના જીવ બચાવવા માટે હળદર અને કાળા મરીને દવા તરીકે જણાવ્યું છે. ગાયને રોટલીમાં હળદર, કાળા મરીનો પાવડર, ખાંડ અથવા મધ, ઘી આપવાનો ઉપાય સૂચવવામાં આવ્યો છે. તેમજ ગાયના શરીર પર પડેલા ડાઘ પર ફટકડી અને કપૂર યુક્ત પાણીનો છંટકાવ કરીને દિવસમાં બે થી ત્રણ વખત ગાયને આપવાથી ગાયને બચાવી શકાય છે.

ગૌમાતાની રક્ષા કરવી એ દરેક સમાજની ફરજ છે. ગાય બચશે તો દેશ બચશે. તેમ લાલબાપુએ જણાવ્યું હતું. જામનગરના આશાપુરા મિત્ર મંડળના યુવાનોના જણાવ્યા મુજબ દેશી સારવાર લઈને 1200 થી 1300 જેટલી ગાયોને લમ્પી વાયરસથી બચાવી લેવામાં આવી હતી. તેમ લાલબાપુએ જણાવ્યું હતું. જેથી દરેક ભરવાડ આ ઉપાય કરી ગાયને બચાવે તેવી લાગણી વ્યક્ત કરે છે.

Advertisement