આપણા દેશમાં હિન્દૂ ધર્મમાં પૂજા અર્ચનાનું મહત્વ વધારે છે.હિન્દૂ ધર્મમાં કરોડો દેવી દેવતાઓ છે.દરેક વ્યક્તિ પૂજા પાઠ કરતું હશે.મંદિરોમાં જતા હશે.આ સિવાય આપણા દેશમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે.જેમાં દેવી દેવતાઓનો વાસ હોઈ છે.
હિંદુ ધર્મમાં ઘણા બધા ઝાડોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ ઝાડની પૂજા કરવાથી અને તેની પરિક્રમા કરવાથી વિશેષ લાભ મળે છે.પીપળાના ઝાડની પરિક્રમાનું પણ ઘણું મહત્વ છે અને આ ઝાડની પરિક્રમા કરવાથી મનગમતી વસ્તુ મળી જાય છે.પરિક્રમાનો અર્થ ઝાડની ચારે તરફ ફરવાનું હોય છે.
શાસ્ત્રોમાં પરિક્રમાને પ્રદક્ષિણા કરવી કહેવામાં આવે છે અને આ પૂજાનું એક અંગ માનવામાં આવે છે. પીપળાના ઝાડની પરિક્રમા કરવા સાથે ઘણા લાભ જોડાયેલા છે.એટલા માટે તમે આં ઝાડની પરિક્રમા જરૂર કરતા રહો. એવી માન્યતા છે કે પીપળાના ઝાડની ૧૦૮ પરિક્રમા કરવાથી મનગમતી ઈચ્છા પૂરી થઇ જાય છે. આવો જાણીએ પીપળાના ઝાડની પરિક્રમા કરવાના લાભ.
શરીર રહે છે સ્વસ્થ :-પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી આરોગ્ય સારું રહે છશાસ્ત્રો મુજબ આ ઝાડના છાયામાં ઉભા રહેવાથી શરીરને શુદ્ધ હવા અને પુષ્કળ ઓક્સીજન મળે છે.એટલા માટે જે લોકો આ વૃક્ષની પરિક્રમા કરે છે, તેને શ્વાસ સંબંધિત બીમારી અને કફની સમસ્યા નથી થતી.
દેવોની જળવાઈ રહે છે કૃપા :-સ્કંદ પુરાણમાં પીપળાના વૃક્ષ વિષે વર્ણન કરતા જણાવવામાં આવ્યું છે કે આ ઝાડ ઉપર તમામ દેવતાઓનો વાસ હોય છે. માટે આ ઝાડની પરિક્રમા કરવાથી તમામ દેવતાઓની કૃપા મેળવી શકીએ છીએ. એટલા માટે દેવોને પ્રસન્ન કરવા માટે આ ઝાડની પરિક્રમા કરવી જોઈએ. પ્રાચીન કાળમાં લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે આ ઝાડની પૂજા કરતા હતા અને તેની પરિક્રમા કરતા હતા.
ગરીબી થઇ જાય છે દુર :-પીપળાના ઝાડ ઉપર વિષ્ણુ અને માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ મંગલ મુહુર્ત દરમિયાન જો પીપળાની પરિક્રમા કરવામાં આવે અને તેને જળ ચડાવવામાં આવે તો માં લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે અને જીવનની ગરીબી દુર થઇ જાય છે.એટલા માટે જે લોકો ગીરીબી કે ધનની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તે આ ઝાડની પૂજા જરૂર કરતા રહે.
જીવનમાં આવશે સુખ :-પીપળા પૂજનથી દુઃખ અને દુર્ભાગ્ય દુર થઇ જાય છે અને જીવન સુખથી ભરાઈ જાય છે. જીવન માં સમૃદ્ધી મેળવવા માટે રોજ ઝાડની પૂજા કરો અને ઝાડ ઉપર ચોખા ચડાવો. આ ઉપાય સતત ૧૧ દિવસ સુધી કરવાથી જીવન આનંદથી ભરાઈ જશે.
શનિદેવથી થાય રક્ષણ :-જે વ્યક્તિની કુંડલીમાં શનીની દશા સારી નથી ચાલી રહી તે પીપળાના ઝાડની પૂજા જરૂર કરતા રહે.શનિવાર કે અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી અને આ ઝાડની સાત પરિક્રમા લેવાથી શનીની પીડા માંથી મુક્તિ મળી જાય છે.અને પરિક્રમા પછી આ ઝાડ ઉપર કાળા તલ પણ ચડાવો.
શાસ્ત્રોમાં પીપળાના ઝાડનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે આ ઝાડ પર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એટલા માટે આ ઝાડની પૂજા કરવાથી ઉત્તમ ફળ મળે છે.પીપળાના ઝાડની પૂજા કરવાથી ઘણા પ્રકારના લાભ મળે છે અને જીવન સુખોથી ભરાય જાય છે.સાથે જ દરેક મનોકામના પણ પુરી થઈ જાય છે.જોકે પીપળાના ઝાડની પૂજા કરવાનો વિશેષ દિવસ હોય છે અને એજ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને તેને પાણી અર્પણ કરવું જોઈએ.
પીપળાના ઝાડની પૂજા કરવા સાથે જોડાયેલા લાભ :જે લોકો મનથી આ ઝાડની પૂજા કરે છે તે લોકોની દરેક મનોકામના પુરી થઈ જાય છે.આર્થિક તંગી આવવા પર આ ઝાડની પૂજા કરો અને આ ઝાડ પર પાણી ચડાવો.પરિવારમાં ક્લેશ થવા પર જો આ ઝાડને પાણી ચડાવવામાં આવે તો પારિવારિક ક્લેશ ખતમ થઈ જાય છે.જો કોઈ કામમાં સફળતા નથી મળી રહી તો પીપળાના ઝાડની પૂજા કરો.
આ દિવસે કરો પૂજા :પીપળાના ઝાડની પૂજા કરવા માટે ઉત્તમ સમય શુક્લ પક્ષનો ગુરુવાર હોય છે. આ દિવસે આ ઝાડની પૂજા કરવાથી અને ઝાડ પર પાણી ચડાવવાથી જલ્દી જ પૂજાનું ફળ મળી જાય છે. એટલા માટે તમે શુક્લ પક્ષના ગુરુવારના દિવસે જ પીપળાના ઝાડની પૂજા જરૂરથી કરો.આ રીતે ચડાવો પાણી :એક લોટાની અંદર પાણી ભરી લો.
પછી તેની અંદર થોડી દળેલી હળદર, ગોળ, ખાંડ, ચણા અને થોડું ગંગાજળ મિક્સ કરી દો. પીપળાના ઝાડ પાસે એક દીવો પ્રગટાવો અને તેના પર નાડાછડીનો દોરો ચડાવી દો. હવે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો અને પાણી અર્પણ કરતા સમયે ૐ શ્રી વિષ્ણુ – ૐ શ્રી વિષ્ણુ – ૐ શ્રી વિષ્ણુ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ 21 વાર કરો. તેમજ જાપ પૂરો કર્યા પછી ઝાડની સાત પ્રદક્ષિણા કરો અને ૐ શ્રી વિષ્ણુ મંત્રનું ઉચ્ચારણ કરતા રહો.
પીપળાની પ્રદક્ષિણા કર્યા પછી હાથ જોડીને ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરો અને પોતાની મુશ્કેલી મનમાં બોલી દો. ભગવાનને પ્રાર્થના કરો કે તે તમારી મુશ્કેલીને જલ્દી દૂર કરે અને તમારા જીવનના દરેક દુઃખ દૂર થઈ જાય.સતત 5 ગુરુવાર કરો પીપળાના ઝાડની પૂજા :તમે શુક્લ પક્ષના ગુરુવારથી આ પ્રક્રિયા શરુ કરો અને તેને સતત પાંચમા ગુરુવાર સુધી કરો.
સતત 5 ગુરુવાર પીપળાના ઝાડની પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પુરી થઈ જશે અને જે તમે ઈચ્છો છો તે તમને મળી જશે. બસ તમે આ ઝાડની પૂજા સાચા મનથી કરો અને પૂજાની રીતનું પાલન કરો.આ બાબતોનું ધ્યાન રાખો :-પરિક્રમા કરતા પહેલા પીપળાની પૂજા જરૂર કરો. પૂજા કરતી વખતે ઝાડ ઉપર જળ ચડાવો અને લાલ રંગની મૌલીનો દોરો બાંધો. ત્યાર પછી પરિક્રમા કરો.ઓછામાં ઓછું ત્રણ વખત આ ઝાડની પરિક્રમા કરો. અને ૧૦૮ વખત પીપળાની પરિક્રમા કરવાથી વહેલી તકે ફળ મળી જાય છે.પરિક્રમા પછી ઝાડને સ્પર્શ જરૂર કરો.