ફિલ્મની ટિકિટ મેળવવા માટે શિલ્પા શેટ્ટીએ સ્પાઈડર મેનને શીખવ્યો ડાન્સ,પછી જે થયું એ તમે જાતે જ જોઈલો…..

ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે શરૂ થયેલાં ઠંડા પવનને કારણે રાજ્યમાં શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી ચારથી પાંચ દિવસ કોલ્ડવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી વધવાની શક્યતા છે. અમદાવાદમાં આગામી શુક્રવારથી રવિવાર સુધીમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી ગગડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.રાજ્યભરમાં શિયાળાની ઋતુએ જોર પકડવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી નીચું નોંધાતા મોડી સાંજે સામાન્ય કરતાં ઠંડીની વધુ અસર જોવા મળી હતી.

Advertisement

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, અમદાવાદમાં સવારે ઠંડા પવન અને વાદળિયા વાતાવરણને કારણે ઠંડક તેમ જ બપોર પછી ઠંડા પવનોનું જોર ઘટતાં લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ સાંજ પડતાં ઠંડીમાં વધારો થતાં મોડી રાત પછી વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ જોવા મળે છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ગગડીને 28.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયુ હતું. જોકે આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન શહેરમાં ઠંડા પવનનું જોર વધતાં શુક્રવારથી રવિવાર સુધી ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રી તેમ જ એકાદ દિવસ 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.

આ સાથે જ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડીની ચેતવણી જારી કરી છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. કચ્છનું નલિયા 4.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત ડીસામાં પણ પારો ગગડીને 13.8 ડિગ્રી અને ભુજમાં 14 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યના કુલ 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુંહવામાન વિભાગે કચ્છમાં બે દિવસ માટે કોલ્ડવેવની ચેતવણી પણ જાહેર કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત અનેક શહેરમાં કોલ્ડવેવની અસરથી ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં આગામી શુક્રવારથી રવિવાર સુધીમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી ગગડી શકે છે.

આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં કોલ્ડવેવની અસરોથી ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે તેમ જ કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જઇ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનમાં ખાસ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ હોવાની વકી હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે વ્યક્ત કરી છે.

Advertisement