નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વિદુર ને મહાભારત માં નીતિ ના જ્ઞાતા કહેવાય છે. વિદુર એ વિદુર નીતિ નામનો એક ગ્રંથ ની રચના કરી. વિદુર નીતિ માં તેમને છ વસ્તુઓ નું વર્ણન કર્યું છે. જેમને ભાગ્ય ની નિશાની કહેવાય. અર્થોગમો નિત્યમરોગીતા ચ, પ્રિયા ચ ભર્યા પ્રિયવાદિની ચ। વશ્યચ્શ્ર પુત્રોર્થકારી ચ વિદયા, ષડ જીવલોકસ્ય સુખાની રાજન।।
જે વ્યક્તિ ની પાસે આવક ના પર્યાપ્ત સાધન હોય છે તે ખુશહાલ જીવન વિતાવે છે. ધન ના અભાવ માં વ્યક્તિ ખુશ નથી રહેતો. તેનો પરિવાર ને પણ ઘણી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. ધન સુખ ની નિશાની હોય છે.રોગો થી મનુષ્ય નું શરીર કમજોર પડી જાય છે. બીમાર પડવાથી વ્યક્તિ ની માનસિક અને શારીરીક શક્તિઓ નષ્ટ થઇ જાય છે. જેના કારણે તે કોઈ પણ કાર્ય બરાબર નથી કરી શકાતું. જો મનુષ્ય નીરોગી છે તો તે ભાગ્યશાળી છે.
વાણી મા માં સરસ્વતી નો વાસ હોય છે. વિદુર નીતિ ના અનુસાર જે સ્ત્રી મીઠું બોલે છે માં સરસ્વતી તેનાથી સદેવ પ્રસન્ન રહે છે. ખરાબ અને કડવા વચન બોલવા વાળી સ્ત્રી નો સ્વભાવ પણ તેનો ભાષા ની જેમ જ ખરાબ હોય છે. સારી વાણી બોલવા વાળી પત્ની ભાગ્યશાળી હોય છે.જે લોકો ની સંતાન આજ્ઞાકારી હોય છે તે મનુષ્ય સૌભાગ્યશાળી હોય છે. સારું સંતાન કુળ નું નામ રોશન કરે છે. ત્યાં કુપુત્ર કુળ નો નાશ કરી દે છે. જેનું સંતાન તેની દરેક આજ્ઞા નું પાલન કરે છે તે સૌથી સુખી માણસ હોય છે.
વિશ્વ માં જ્ઞાન જ એક એવું ધન છે જે કોઈ ચોરી નથી કરી શકાતું. માણસ ની સૌથી મોટી દોલત જ્ઞાન છે. છળ અને બળ થી મનુષ્ય નું બધું છીનવાઈ શકે છે પણ જ્ઞાન સદેવ વ્યક્તિ ની સાથે રહે છે. વિપરીત પરિસ્થિતિઓ માં જ્ઞાન જ વ્યક્તિ માટે આવક નું સાધન બની શકે છે. જેની પાસે જ્ઞાન છે તે વિશ્વ માં સૌથી ભાગ્યશાળી મનુષ્ય છે.એક સ્ત્રી જ ઘર ને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. સારા સ્વભાવ અને આચરણ વાળી સ્ત્રી સદેવ પ્રસન્ન રહે છે. જેનાથી ઘર માં પ્રેમ નો માહોલ બની રહે છે. જે વ્યક્તિ ની પાસે એવી પત્ની હોય છે તે ભાગ્યશાળી હોય છે.
આ ઉપરાંત મહાભારતના મુખ્ય પાત્રોમાં મહાત્મા વિદુર સર્વોચ્ચ સ્થાને છે. માનવામાં આવે છે કે તેઓ ધર્મરાજના અવતાર હતા. તેમણે મહાભારતના યુદ્ધ પહેલાં જ ધૃતરાષ્ટ્ર સાથે તેના પરિણામ અંગે પણ સંવાદ કર્યો હતો. આ સંવાદ વિદૂર નીતિ તરીકે સુવિખ્યાત છે. આ નીતિ આજના સમયમાં પણ અત્યંત ઉપયોગી નીવડે છે. તેમાં જ કેટલીક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભગવાન તરફથી ભેટ સ્વરૂપે માણસને મળે છે. આ ગુણ તેને અન્ય કરતાં મહાન બનાવે છે.જીવન સારી રીતે પસાર કરવા અને પરિવારનું ભરણપોષણ કરવા માટે કામ કરવું જરૂરી છે. જે લોકો બૌદ્ધિક રીતે સક્ષમ અને મહેનતું હોય છે તેની પાસે રોજગાર હોય છે અને ઈમાનદારીથી કમાણી કરે છે. તેઓ સારું જીવન જીવી શકે છે.
રોગ અને શોક વ્યક્તિના તન અને મનને નબળુ બનાવે છે. વારંવાર બીમાર પડતી વ્યક્તિ ધન તો ગુમાવે જ છે સાથે શરીર પણ અંદરથી ખખડી જાય છે. નિરોગી કાયા સંસારના તમામ સુખોમાં સર્વોચ્ચ છે.જેની પત્ની મૃદુભાષી હોય છે તે ધરતી પર સ્વર્ગ સમાન સુખ ભોગવી શકે છે. આવી સ્ત્રીનો વાસ જે ઘરમાં હોય છે ત્યાં દેવી સરસ્વતી અને માતા લક્ષ્મીનો વાસ હોય છે.
એવા લોકો પણ ભાગ્યશાળી હોય છે જેનાં સંતાન તેના કહ્યામાં હોય. સારા સંતાન કુળનું નામ આગળ વધારે છે અને ખરાબ સંતાન નામ ડુબાડી દે છે. રાજાને પણ રંક બનાવી શકે તેવી શક્તિ હોય છે જ્ઞાનમાં. તેને કોઈ છિનવી શકતું નથી, જ્ઞાનથી કંઈપણ મેળવી શકાય છે. માત્ર પોતાના પતિને જ પ્રેમ કરનાર અને અન્ય પુરુષમાં આશક્ત ન થનાર સ્ત્રી પતિવ્રતા ગણાય છે. આવી જીવનસાથી પણ ભાગ્યનો સાથ હોય તો જ મળે છે.
વિદૂરએ તેની નીતિઓ દ્વારા મનુષ્યને સુખી જીવનનો સાર આપ્યો છે. જે લોકો તેમના જીવનમાં વિદુર નીતિનું પાલન કરે, તો આ દુનિયામાં તેનાથી સુખી બીજું કોઈ ન હોઈ શકે. વિદૂરે તેના એક શ્લોકમાં કહ્યું છે કે, જે વ્યક્તિની પાસે આ દસ ગુણો હોય, તેને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે. આ શ્લોક એ હતો કે, “ગૃહિતવાક્યો નયવિદ્ય વિદાન્ય: શેષાન્મભોક્તા હ્વવિહિંસકશ્ચ. નાનર્થકૃત્યાકુલિત:કૃતજ્ઞ: સત્યો મૃદુ: સ્વર્ગમુપૈતિ વિદ્વાન.
વડીલોનું પાલન.વિદુર નીતિ મુજબ જે વ્યક્તિઓ વડીલોની આજ્ઞાઓનું પાલન કરે છે, તેઓ તેના જીવનમાં ક્યારેય છેતરાતા નથી. અને આવી વ્યક્તિઓ આદરનું પ્રતીક છે. જે લોકો વડીલોની આજ્ઞાનું પાલન કરે છે તેને વડીલો તરફથી પ્રેમ મળે છે. અને તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. નીતિજ્ઞ.વિદુર નીતિ અનુસાર, જે વ્યક્તિ નીતિઓનું યોગ્ય રીતે પાલન કરે છે. તે વ્યક્તિ તેના જીવનમાં ઉચ્ચ આદર્શો સ્થાપિત કરે છે. આવા વ્યક્તિઓ પરમ જ્ઞાની હોય છે. આવા વ્યક્તિઓને મૃત્યુ પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. દાતા.દાન કરનારા વ્યક્તિઓ ખુબ જ દયાળુ હોય છે. આવા લોકો સદ્ગુણી હોય છે. દાન કરનારા લોકો પર ભગવાન હંમેશાં કરુણા રાખે છે અને આવા લોકો મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે.
યજ્ઞશેષ અન્નનું ભોજન.વિદુર નીતિ અનુસાર, જે વ્યક્તિ યજ્ઞ શેષ અન્નનું ભોજન કરાવે છે. તે વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે.અહિંસાનું પાલન.વિદુર નીતિ અનુસાર, વ્યક્તિ આજીવન અહિંસાના માર્ગ પર ચાલે છે. તે વ્યક્તિ સદ્ગુણી હોય છે. આવા સદ્ગુણી વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગમાં સ્થાન મળે છે. ખરાબ કાર્યોથી દૂર રહેનાર.વિદુર નીતિ મુજબ જે વ્યક્તિ ખરાબ કાર્યોથી દૂર રહે છે. કોઈનું ખોટો કાર્ય કરતો નથી. તે વ્યક્તિને ચોક્કસપણે સ્વર્ગ લોક મળે છે.
આભારી (કૃતજ્ઞ).આભારી (કૃતજ્ઞ) વ્યક્તિને હંમેશા સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિ ખૂબ જ સંતોષવાળા સ્વભાવની હોય છે અને તે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી રાખે છે. સત્ય બોલનાર.વિદુર નીતિ મુજબ હંમેશા સત્ય બોલનાર વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે. આવી વ્યક્તિ હદયથી સ્પષ્ટવાદી અને નિર્ભય હોય છે.
પ્રામાણિક.સમાજની દ્રષ્ટિએ એક પ્રામાણિક વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે. બધા લોકો આવા વ્યક્તિ પર વિશ્વાસ કરતા હોય છે. આવા લોકોને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે. નમ્ર સ્વભાવ.ઘણા લોકો વિદ્વાન બન્યા પછી અભિમાની થઈ જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જે વિદ્વાન હોવા છતાં પણ નમ્ર સ્વભાવના હોય છે. વિદુરજી કહે છે કે, આવા નમ્ર સ્વભાવવાળી વ્યક્તિને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે.