સાંજ ના સમયે કરી લો આ ઉપાય,મા લક્ષ્મી તમને રાતોરાત બનાવી દેશે ધનવાન,થઈ જશે ઘર માં ધનનો વરસાદ..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધન પ્રાપ્તિ માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરતા હોય છે દિવસ રાત મહેનત કરીને લોકો વધારેમાં વધારે પૈસા કમાવવાની કોશિશ કરતા હોય છે પરંતુ એવા ઘણા ઓછા લોકો હોય છે જેમને પૈસા કમાવવામાં સફળતા મળે છે મોટાભાગના લોકોને નિરાશાનો જ સામનો કરવો પડે છે આમ તો જોવામાં આવે તો વર્તમાન સમયમાં પૈસા બધા જ લોકોની પહેલી જરૂરિયાત છે પૈસા વગર કોઈપણ કામ સંભવ નથી દરેક જગ્યાએ પૈસાની જરૂર પડતી હોય છે.

તમે એવું સમજી શકો છો કે પૈસા વગર જીવન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ છે. શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેની મદદથી વ્યક્તિ ધનની પ્રાપ્તિ કે પછી વૃદ્ધિ કરી શકે છે. પરંતુ આજે અમે તમને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા ઉપાયોના વિશે નહીં પરંતુ વડીલોએ આપેલી સલાહના વિશે ઉલ્લેખ કરીશું. વડીલોની સલાહ અનુસાર જો સાંજના સમયે અમુક કાર્ય કરવામાં આવે તો તેનાથી ધન લાભ પ્રાપ્તિની સંભાવનાઓ વધી જાય છે તો ચાલો જાણી લઈએ આખરે તે કામ ક્યાં છે.

સૂર્યાસ્ત સમયે કરો આ કામ.આપણા ઘરનું પૂજા ઘર આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. વડીલોની સલાહના અનુસાર ક્યારેય પણ પૂજાઘરમાં પૂર્વજોની તસવીર ના રાખવી જોઈએ. તેના સિવાય જો તમે તમારા ઘરની અંદર પૂર્વજોની તસવીર રાખેલી હોય તો તમારે દરરોજ નિયમિત રૂપથી જ્યારે સુરજ આથમી રહ્યો હોય તો તે સમય દરમિયાન પૂર્વજોની તસવીરની સામે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનમાં ધનની તંગીમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે.

સૂર્યાસ્ત બાદ ખાલી હાથે ઘરે ના આવો.મોટાભાગના લોકોનું જોવામાં આવ્યું છે કે પોતાના કામધંધા પરથી ઘરે પરત ફરતા સમયે ખાલી હાથ ઘરે આવે છે. પરંતુ વડીલોની સલાહ અનુસાર તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ ઘરે ખાલી હાથે આવવું ના જોઈએ. જો તમે સાંજના સમયે ઘરે પરત આવી રહ્યા હોય તો તમારી સાથે કંઈક ને કંઈક લઈને જરુર આવવું જોઈએ. આવું કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા જળવાઇ રહેશે.સૂર્યાસ્ત બાદ શંખ ના વગાડો.માન્યતા અનુસાર જે ઘરની અંદર શંખ હોય છે. તે ઘરમાં હંમેશા ધનની દેવી માતા લક્ષ્મીજી નિવાસ કરે છે. વડીલોની સલાહના અનુસાર દરેક મનુષ્યે પોતાના ઘરમાં શંખ જરૂર રાખવો જોઈએ. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સૂર્યાસ્ત બાદ તમારે શંખ વગાડવાની ભૂલ કરવી ના જોઈએ. કારણ કે જો તમે સાંજના સમયે શંખ વગાડો છો તો તેનાથી તમારે ધનહાનિનો સામનો કરવો પડી શકે છે.

આ વાતોનું રાખવું ધ્યાન નહીંતર રિસાઈ જશે માં લક્ષ્મી.મનુષ્યએ પોતાના ઘરની અંદર સવારે અને સાંજે પૂજા-પાઠ અને આરતી જરૂર કરવી જોઈએ. તેનાથી દેવી-દેવતાઓના આશીર્વાદ હંમેશા પરિવારની ઉપર જળવાઈ રહે છે અને ધનની દેવી માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન રહે છે. જો તમે ઈચ્છતાં હોય કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઘર પરિવાર પર સદાય જળવાઈ રહેતો તમારે તમારા ઘરનું વાતાવરણ હંમેશા ખુશખુશાલ બનાવી રાખવું જોઈએ. સાંજના સમયે ક્યારેય પણ કોઈપણ વાતને લઈને વાદવિવાદ કરવો ના જોઈએ. જો સાંજના સમયે તમારા ઘરનું વાતાવરણ અશાંત રહેશે તો માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે.

સાંજે લેવડ-દેવડ કરવી નહિ.વડીલોની સલાહના અનુસાર સાંજના સમયે ક્યારેય પણ પૈસાની લેવડ-દેવડ કરવી ના જોઈએ. કારણકે તેના કારણે તમારા ઘરની લક્ષ્મી બીજા ઘરમાં ચાલી જાય છે.મિત્રો જાણીએ અન્ય ઉપાય વિશે.સનાતન ધર્મમાં મહિલાઓને માતા લક્ષ્મી અને અન્નપૂર્ણા માનવામાં આવે છે. તેથી, જે ઘરમાં સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે, તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે. પરંતુ જે ઘરોમાં મહિલાઓનું અપમાન કરવામાં આવે છે. ત્યાંથી માતા લક્ષ્મી ગુસ્સે થને જતા રહે છે. તેથી મહિલાઓનું સન્માન કરવું જોઈએ.જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહ ભૌતિક સુખ સુવિધાનું એક પરિબળ છે. તેથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોવું જરૂરી છે. શુક્રની નબળી સ્થિતિને કારણે તમને ધન સંબંધિત સમસ્યાઓ થાય છે. શુક્ર ગ્રહને મજબુત બનાવવા માટે ઘરમાં મોરના પીંછા રાખવા જોઈએ.

શુક્રવાર ના દિવસે સફેદ રંગ ની વસ્તુઓ અને સફેદ રંગ ના ખાદ્ય પદાર્થ નું દાન કરવાનું શુભ માનવામાં આવે છે અને જેટલું થઇ શકે તે દિવસે ગરીબો ને દાન આપો.શુક્રવાર ના દિવસે એક મુઠ્ઠી અખંડિત બાસમતી ચોખા ને વહેતા જળ માં મહાલક્ષ્મી નું સ્મરણ કરતા છોડી દેવાથી ધન ની વૃદ્ધિ બની રહે છે.શુક્રવાર ના દિવસે કાર્યસ્થળ જવાથી પહેલા આ મંત્ર ની એક માળા જપ કરો ‘ॐ ह्रीं श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृह धनं पूरय पूरय चिन्तायै दूरय दूरय स्वाहा’’। તેનાથી વ્યવસાય માં અદ્ભુત લાભ થશે.

ધન ની વૃદ્ધિ માટે શુક્રવાર ના દિવસે પીળા કપડા માં પાંચ પીળી કૌડી અને થોડીક કેસર ચાંદી ના સિક્કા ના સાથે બાંધીને જ્યાં તમારા પૈસા પડેલ હોય છે ત્યાં રાખવાથી તેનો સારો પ્રભાવ સામે આવવા લાગે છે.શુક્રવાર ના દિવસે ભગવાન વિષ્ણુ નો અભિષેક દક્ષિણાવર્તી શંખ માં જળ ભરીને કરવાથી માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઇ જાય છે.શુક્રવાર એ લક્ષ્મી ના મંદિર જઈને શંખ, કૌડી, કમળ, મખાના, બતાશા અર્પિત કરો. તેનાથી અલક્ષ્મી દુર થાય છે.

જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો પણ ઘરમાં ધનનો સંચય થતો નથી અથવા ધન સંબધિત સમસ્યાઓ થાય છે. તેથી વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે કોઈપણ વાસ્તુ શાસ્ત્રી પાસેથી સલાહ લેવી જોઈએ. ઘરની છત પર કચરો રાખવો ન જોઈએ.9. જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે.

શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે.ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો. દેવી માતાને લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળકાકડીની માળા ચઢાવો. તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે. શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ઓમ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે. શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.

જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.જો તમે પણ આર્થિક સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો શુક્રવાર ના દિવસે ઘર ના પૂજાસ્થળ માં લક્ષ્મી માતા ની સ્થાપના કરો અને તેમની પ્રતિમા સામે ગાય ના ઘી નો દીપક પ્રજ્વલિત કરવો જેથી તમારી આવક માં વૃધ્ધિ થશે.

લક્ષ્મી માતા ને મોગરો અતિપ્રિય હોય છે જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ને મોગરા નું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મી ની કૃપા તમને ફળશે. આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડા નું અતર માતા લક્ષ્મી ને અર્પિત કરો તો ઘર માં સુખ-શાંતિભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે.જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ની પ્રતિમા ને ચંદન લગાવી તથા તેમને સોળે શણગાર થી સજાવીને ત્યાર બાદ તેમનું પૂજન-અર્ચન કરો તો તમારું વૈવાહિક જીવન સુખમયી બની રહે છે તથા જિવનસાથી સાથે ના સંબંધો ગાઢ અને મધુર બને છે.જો તમે શુક્રવાર ના શુભ દિવસે ગરમ રોટલી અને ગોળ નું ગાય ને સેવન કરાવડાવવો તો લક્ષ્મી માતા ની કૃપા થી તમારું અને તમારા પરિવાર નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

આ સિવાય જો તમે શુક્રવાર ના દિવસે ૧૧ આખા લવિંગ ને પીળા કપડાં માં બાંધીને રસોઈઘર ના પૂર્વ દિશા માં એક ખૂણા માં બાંધી દયો તો તમારા ઘર માં ક્યારેય પણ ધાન ની ઉણપ સર્જાતી નથી. તેમના અન્ન ના ભંડાર ક્યારેય પણ ખૂટતા નથી.આ ઉપરાંત ઉપરોક્ત ઉપાય અજમાવતા સમયે લક્ષ્મી માતા ના આ દિવ્ય મંત્ર નું મંત્રોચારણ કરવું જેથી લક્ષ્મી માતા ની કૃપા સદાય તમારા પર બની રહે. આ દિવ્ય મંત્ર આ મુજબ છે.ૐ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમ.