website

websiet

ajab gajab

હું એક સ્ત્રી છું, કઈ ઉંમર બાદ સ્ત્રીઓનાં સ્તનની સાઈઝમાં એકદમ વધારો આવી જાય છે……

સવાલ:મારે બે દીકરીઓ છે. એક પંદર વર્ષની અને બીજી તેર વર્ષની. બન્ને હાલમાં પ્યુબર્ટી-એજમાંથી પસાર થઈ રહી છે. મારે જાણવું એ છે કે છોકરીઓમાં સ્તનનો વિકાસ કઈ ઉંમરે થાય? મારી નાની દીકરીનો છાતીનો ભાગ વધુ ઉભારવાળો છે, જ્યારે મોટી દીકરીની બૉડીમાં હજી એવો ચેન્જ દેખાતો નથી. તેને હજી માસિક આવવાનું પણ શરૂ થયું નથી.

કહેવાય છે કે માસિકની શરૂઆત થયા પછી સ્તનનો વિકાસ થતો નથી. શું આ વાત સાચી છે? બન્ને છોકરીઓની હાઇટ સારીએવી વધી ગઈ છે, પરંતુ બ્રેસ્ટની સાઇઝમાં જ ફરક છે. નાની દીકરીના શારીરિક વિકાસને કારણે મારી મોટી દીકરી લઘુતાગ્રંથિ ફીલ કરે છે. તેનો છાતીનો ઉભાર વધારવો હોય તો શું કરી શકાય? કોઈ તેલ કે દવાઓ છે જેનાથી આ શક્ય બને.

જવાબ:પ્યુબર્ટીનો સમય દરેક છોકરીઓમાં અલગ-અલગ હોય છે. એનાં લક્ષણો દેખાવામાં પણ કોઈ નિયત અને ચોક્કસ ક્રમ નથી હોતો. એટલે નાની દીકરીમાં છાતીનો ઉભાર વધ્યો છે અને મોટીમાં નથી થયો એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ઇન ફૅક્ટ, તમારા આવા ઑબ્ઝર્વેશનથી અને આ બાબતે ચિંતા-ચર્ચા કર્યા કરવાથી મોટી દીકરીમાં આ વિશે ગ્રંથિ બંધાઈ શકે છે.

તમારી નાહકની ચિંતા તેને લઘુતાગ્રંથિ ન આપે એ માટે તમારે આ બાબતને વધુ મહત્ત્વ આપવાની જરૂર નથી.બીજું, દરેક સ્ત્રીમાં સ્તનની સાઇઝ પણ સરખી નથી હોતી અને હોવી જરૂરી પણ નથી. નાનાં બ્રેસ્ટ્સ હોય કે મોટાં, એનાથી તેના જાતીય વિકાસનાં પરિમાણોમાં કોઈ જ ફરક નથી પડતો. હા, જો તમે ઇચ્છતા હો કે છાતીનો પ્રદેશ વધુ સારી રીતે વિકસે તો તેના ઊભા રહેવાના અને બેસવાના પૉસ્ચરને ટટ્ટાર રાખો.

સારા યોગશિક્ષક કે ફિટનેસ ટ્રેઇનરની મદદથી ખભા, છાતી અને હાથના સ્નાયુઓ સ્ટ્રેચ થાય અને સ્ટ્રેન્ગ્થ વધે એવી કસરતો કરાવો. બેન્ચ પ્રેસ, વૉલ પ્રેસ અને બૉલ એક્સરસાઇઝ દ્વારા અપર બૉડીના સ્નાયુઓને મજબૂત કરી શકાય એમ છે.પ્યુબર્ટી દરમ્યાન હાઇટ વધે, હાડકાં મજબૂત થાય અને ઓવરઑલ બાંધો હેલ્ધી થાય એ માટે સંતુલિત ડાયટ બાબતે પણ કાળજી રાખવી જરૂરી છે.

સવાલ:મારી ઇન્દ્રિય વાંકી હોવાનો મને ડર છે. આ કારણે લગ્ન પછી હું મારી પત્નીને સંતોષ આપી શકીશ કે નહીં એની મને ચિંતા થાય છે. શું હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઊભી થઇ ગઇ હશે? મારી સમસ્યાનો ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ;તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી. કાગનો વાઘ બનાવવાની કોઇ જરૂર નથી. આ કારણે લગ્ન પછી સેક્સ માણવામાં પણ તમને કોઇ તકલીફ પડશે જ નહીં. શિશ્ન થોડું ડાબે કે જમણે હોય તો યોનિપ્રવેશમાં કોઇ તકલીફ પડતી જ નથી. હસ્તમૈથુન આ માટે જવબદાર નથી. માટે મનનો ડર કાઢી નાખો.

સવાલ:મારા ચહેરા પર ખીલ છે. અને ગાલ પર કાળા ડાઘા પડી ગયા છે. મારી ત્વચા ખૂબ તૈલી છે આ સમસ્યા દૂર કરવાના ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ:ખીલ ફોડવાની આદત હોય તો એ આદત છોડી દો. તળેલા, મીઠા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરો. ચોકલેટ કેક કે મીઠાઇનું પ્રમાણ પણ ઘટાડી દો. ડાઘા પડયા હોય એના પર ચંદનની પેસ્ટ નિયમિત લગાડો. ડાઘા જલદી દૂર થશે નહીં. આ ડાઘા સંપૂર્ણ રીતે જશે નહીં. પણ ધીરે ધીરે હળવા થઇ જશે. આ માટે ધીરજ રાખો. ખીલને સ્પર્શ કરવાને કારણે આ સમસ્યા થઇ છે. કોઇ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરવો.

સવાલ:મારી સગાઇ થઇ ગઇ છે. પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે ફક્ત અડવાથી કે ચુંબન કરવાથી ગર્ભ રહી જશે એવો મને ડર હતો. પરંતુ ધીમે ધીમે આ બધુ ખબર પડવા લાગી. મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે. મને આ ગમતું નથી. તેઓ ફોર પ્લે કરે ત્યારે મને ઘણું દુ:ખે છે અને યોનિ સૂકાઇ જાય છે. યોનિમાંથી બહુ વીર્ય નીકળતંફ નથી. યોનિમાં ભીનાશ હોય ત્યારે કઇ તકલીફ થતી નથી. શું આને લીધે શરીર બેડોળ થવાની કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવાની શક્યતા ખરી?

જવાબ:સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરી જ લઉં કે સ્ત્રીઓને વીર્ય નીકળતું નથી. ઉત્તેજનાને કારણે યોનિમાંથી ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે અને જેને કારણે સમાગમ દરમિયાન તકલીફ થતી નથી. અને દુ:ખાવો ઓછો થાય છે. ફોર પ્લે સેક્સનો એક ભાગ છે. આ કારણે શરીર બેડોળ બનતું નથી કે સંતાન પ્રાપ્તિમાં કોઇ જ તકલીફ થતી નથી. તમને સેક્સનો અનુભવ નહોવાથી દુ:ખાવો થાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

સવાલ:હું અને મારા પતિ સારા મિત્રો પણ છીએ અને મને વિશ્વાસ છે કે અમે સારા પેરન્ટ્સ પણ સાબિત થઇ શકીએ છીએ. પરંતુ મને ગર્ભાવસ્થાના નવ મહિનાનો ડર લાગે છે. આ કારણે મારા શરીરની શું હાલત થશે એ વિચારીને જ મને કંપારી આવે છે. પ્રસુતી દરમિયાન થતી પીડાનો પણ ડર લાગે છે શું હું એકલી જ આવા ડરથી પીડાઉં છું?

જવાબ:ના, આવો ડર તમને એકલાને નથી લાગતો. આ એક માનસિક ડર છે. તમે સારી માતા બની શકશો કે નહીં એ ડર તમને સતાવે છે. તમને કદાચ એ પણ શંકા છે કે તમને બાળકોની ઇચ્છા છે ખરી? આ બાબતે તમને કોઇ નિષ્ણાત સાયકોલોજીસ્ટ જ મદદરૂપ થઇ શકે તેમ છે.

આ ડર માત્ર શારીરિક જ છે એ બાબતે તમે સ્પષ્ટ હો તો કોઇ ગાયનોકોલોજીસ્ટની સલાહ લઇ તમારી મૂંઝવણ દૂર કરો. યોગ્ય વ્યાયામ અને આહાર ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી થશે. પ્રસુતી સમયનો દુ:ખાવો તો તમારે સહન કરવો જ પડશે અને એ સમયે કુદરત જ માતામાં એ બળ પૂરૂં પાડે છે.

સવાલ:મારા પતિએ મને દરેક રીતે સંતુષ્ટ રાખી છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે. થોડાં સમય અગાઉ ફેસબુક પર મારા કરતાં નાના યુવક સાથે મિત્રતા થઈ ગઈ અને હવે અમે બંને ફરવા લાગ્યા છીએ. પણ મને ડર છે કે તે ક્યાંક મારી પાસે સેક્સની માગણી તો નહીં કરે ને ?

જવાબ:તમે તમારા સંસારમાં સુખી જ છો. અને છેક ૫૫ વર્ષની ઉંમરે તદ્દન અજાણ્યા અને તમારા કરતાં નાના યુવક સાથે ફરો છો એ વાત તમારા સંસાર માટે જ જોખમી છે. આ યુવક તમારી પાસે સેક્સની માગણી કરે એવી પૂરેપૂરી શક્યતા છે. અને જો આવું કાંઈ બને તો તે છૂપી રીતે તમારો વિડિયો ઉતારીને તમને બ્લેકમેલ પણ કરી જ શકે. વળી તમારી આ વાત ઉઘાડી પડે તો તમારા પતિ પર શું વીતે? તમારી પુત્રીને પણ સાસરામાં સાંભળવું પડે. બહેતર છે કે તમે સિફતપૂર્વક આ સંબંધમાંથી બહાર નીકળી જ જાઓ.

સવાલ:મને અઠવાડિયામાં બે વખત સેક્સ માણવા જોઈએ છે. આ ક્રિયા દરમિયાન હું ઉત્તેજનાત્મક ભાષાનો પ્રયોગ પણ કરૂં છું. પણ તે તેમાં શરમાય છે અને તેને સેક્સ કરવાનું પણ નથી ગમતું. સંભોગ કરવાથી શા ફાયદા થાય તે જણાવવા વિનંતી.

જવાબ:આ વયમાં તમે અઠવાડિયામાં બે વખત સેક્સ માણી શકો છો એ સારી જ નિશાની છે. સેક્સ માણવાથી ઘણી માનસિક હળવાશ અનુભવાય એ હકીકત છે. પરંતુ આ ક્રિયા દરમિયાન તમારી પત્નીને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું નથી ગમતું તેમ જ સંભોગ કરવાનું નથી ગમતું તેનું કારણ તેમની વય છે. માસિક બંધ થઈ ગયા પછી મહિલાઓની સેક્સમાંથી રૂચિ ઘટી જાય એ એકદમ કુદરતી છે. અને આ પાકટ વયમાં તેમને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું ન ગમે તે પણ સહજ છે. તેથી તેમની પ્રતિક્રિયાને હળવાશથી લેવી જોઈએ.

સવાલ:મેં દસમા ધોરણની પરીક્ષા આપી દીધી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ.

જવાબ:તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર જ રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ પણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે. રોમાન્સ કરવાની નહીં. આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જ જશે.

સવાલ:અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:અફકોર્સ તમારે એને મળવાની જરૂર જ છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ પણ કરજો.

બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.

સવાલ:મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો જ નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને પૂર્ણ સંતોષ આપી શકીશ.

જવાબ:આ કારણે તમારે હીનભાવના અનુભવવાની કોઈ જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી ચિંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો પણ થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.

સવાલ:અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે?

જવાબ.સંભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરી દો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે એના ૨૪થી ૪૮ કલાકની અંદર સંભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે.

આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી જ શકાય છે. આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર જ છોડી દેવું.

સવાલ:મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. પતિ રોજ સહયાસની ઇચ્છા રાખે છે જે મને પસંદ નથી. આ કારણે મારું વજન વધતું હોય એમ મને લાગે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:વધુ સહવાસને કારણે વજન વધે એ તમારો ભ્રમ છે. આ બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી. સેક્સ બાબતે પતિ-પત્ની બન્નેની ઇચ્છાને મહત્ત્વ આપવું જરૂરી છે. આથી તમારે તમારા પતિ સાથે આ બાબતની ચર્ચા કરી કોઈ મધ્યમ માર્ગ શોધવાની જરૂર હોય છે. જેમાં બન્નેની ઇચ્છાને માન આપવામાં આવે. સુખી લગ્ન જીવન માટે એકબીજાની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો ખુબજરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *