website

websiet

ajab gajab

મણીધર બાપુ માં મોગલની માનતા ના પૈસા કેમ નથી લેતા,એમને કહેલી આ વાતો જરૂર જાણો..

મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.

મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.

માં મોગલ પૈસાની ભુખી નથી પરંતુ ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે મનિધર બાપુ નું કહેવું છે કે ફક્ત માં મોગલ ઉપર સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમામ કાર્ય સો ટકા પૂર્ણ થશે અને માં મોગલ ઉપર ચોક્કસ રીતે વિશ્વાસ રાખવો જોઈએ.

મણીધર બાપુ જણાવે છે કે માં મોગલ ને યાદ કરવાથી તમારા સંપૂર્ણ કામ ચોક્કસ રીતે પૂર્ણ થઇ જશે કબરાઉ ખાતે આવેલ મંદિરમાં મણીધર બાપુ બિરાજમાન છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી આવતા હોય છે.

મણીધર બાપુ દ્વારા અવાર-નવાર લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેતા હોય છે મણીધર બાપુ નું કહ્યું છે કે ફક્ત માં મોગલ ઉપર શ્રદ્ધા રાખો સંપૂર્ણ કામ ચોક્કસ પૂરા થશે.

હાલમાં જ પોતાની માનતા પૂરી કરવા માટે એક ભક્ત હજારો રૂપિયા લઈને મણીધર બાપુ પાસે પહોંચ્યો હતો. માં મોગલ ના દર્શન કર્યા અને મણીધર બાપુને માનતા ના 5100 રૂપિયા આપ્યા ત્યારે બાપુએ પૂછ્યું શું માનતા હતી.

ત્યારે આ વ્યક્તિએ કહ્યું હતું કે હું મોરબીથી આવ્યો છું અને મારું નામ મુકેશભાઈ છે. મારી માનતા પૂરી થતાં હું મોગલ ધામ દર્શન કરવા આવ્યો છું અને સાથે જ રાજી ખુશીથી માતાજીના મંદિરમાં 5100 અર્પણ કરવા માંગુ છું.

પછી તેમણે આ રૂપિયા મણીધર બાપુને આપ્યા. ત્યારે મણીધર બાપુએ રૂપિયા હાથમાં લઈને કહ્યું કે માતાએ તમારી માનતા સ્વીકાર કરી લીધી છે.

ત્યારે 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરી બધા જ રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું કે આ રૂપિયા હવે તમારા ઘરની દીકરી અને બહેનને આપી દેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *