website

websiet

ajab gajab

8 વાર લગ્ન કર્યા બાદ આવી હાલત થઈ ગઈ યુવતીની,જાણીને તમે પણ દંગ રહી જશો…

લગ્ન જીવન એ બે આત્માઓનું મિલન કહેવામા આવે છે જેમાં તેઓ સાત જન્મ સુધી એક બીજાના થઈ જાય છે.મિત્રો જો ઘરમાં લગ્ન કરીને લાવેલી મહિલા જો સારા સંસ્કાર હોય તો તે ઘરના સ્વર્ગ બનાવીને રાખે છે પરંતુ જો મહિલા ખરાબ સ્વભાવની હોય તો હસતા રમતા ઘરને બરબાદ કરી નાખે છે.મિત્રો આજે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે જેમાં ખુલાસો થયો છે કે આ મહિલાએ ઘણા પુરુષોને ફસાવી લૂંટ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે યુપી પોલિસે એક એવી લુટેરી દુલ્હન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જેણે 10 વર્ષમાં 8 વૃદ્ધો સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ તે ઘરમાંથી જ્વેલરી અને કેશ લઈને ફરાર થઈ જતી હતી. યુપીના ગાજીયાબાદ પોલીસે એક એવી જ લુટેરી દુલ્હન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે જે વૃદ્ધોને નિશાનો બનાવે છે. તેની ઓળખ મોનિકા મલિકના રૂપમાં થઈ છે.

આ ફ્રોડ મહિલાએ એક 66 વર્ષના કંસ્ટ્રક્શન કોન્ટ્રેક્ટરને પોતાનો નિશાન બનાવ્યો હતો. તે પોતાના આઠમાં દુલ્હાને 15 લાખ રૂપિયા કિમતનો સામાન લઈને ભાગી ગઈ હતી. આ વ્યક્તિનું નામ જુગલ કિશોર છે જે ગાઝિયાબાદમાં રહે છે. ગયા વર્ષે તેમની પત્નીનું નિધન થઈ ગયું હતું અને તેમનો દિકરો પણ અલગ ઘરમાં રહેવા લાગ્યો હતો જેના કારણે તે એકલા પડી ગયા હતા.

માટે તેમણે બીજા લગ્ન કરવાનું વિચાર્યું.મેટ્રોમોનિયલ સાઈટે કરાવી મોનિકા સાથે ભેટ, તે કારણે તે દિલ્હીની મેટ્રોમોનિયલ એજન્સી, ખન્ના વિવાહ કેન્દ્રમાં જઈને મળ્યા.

એજન્સીએ તેમને ભરોસો અપાવ્યો કે તેમની મેચિંગના હિસાબથી તે તેમને દુલ્હન શોધી આપશે. ત્યાર બાદ મેટ્રોમોનિયલ સાઈટની તરફથી જુગલ કિશોરને મોનિકા મલિક સાથે ભેટ કરાવવામાં આવી જેણે પોતાને ડિવોર્સી ગણાવી. અમુક અઠવાડિયા બાદ ઓગસ્ટ 2019માં બન્નેએ કોર્ટમાં લગ્ન કરી લીધા.

દુલ્હન જ્વેલરી અને કેશ લઈને રફૂચક્કર, ત્યાર બાદ બન્ને સાથે રહેવા લાગ્યા પરંતુ બે મહિના બાદ જ આ લુટેરી દુલ્હન જ્વેલરી અને કેશ લઈને ભાગી ગઈ જેની કિંમત લગભગ 15 લાખ રૂપિયા હતા. ત્યાર બાદ જ્યારે જુગલ કિશોરે મેટ્રોમોનિયલ સાઈટમાં વાત કરી તો તેને જ ધમકાવવામાં આવ્યો. ત્યાર બાદ કિશોરને મોનિકાના પહેલા પતિ વિશે જાણ થઈ જેને તે આ રીતે જ ઠગીને ભાગી ગઈ હતી.કિશોરે પોલીસમાં આ મામલામાં ફરીયાદ કરી, ત્યારે કિશોરે પોલીસમાં આ મામલામાં ફરીયાદ કરી.

પોલીસે ફરીયાદની તપાસ કરી તો જાણ થઈ કે લુટેરી દુલ્હનના 10 વર્ષમાં આ આઠમાં લગ્ન છે અને દર વખતે આ રીતે જ તે દુલ્હાને લુટીને ભાગી જાય છે. ત્યાર બાદ પોલીસે મોનિકા, તેના પરિવાર અને મેટ્રોમોનિયલ એજન્સીના વિરૂદ્ધ આઈપીસીની કલમ 419, 420, 380, 384, 388 અને 120બી હેઠળ ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *