website

websiet

ajab gajab

આ કારણે લગ્ન બાદ સતત વધતું જાય છે મહિલાઓનું શરીર, જાણો તેની પાછળનું ખાસ કારણ….

આપણે જાણીએ છીએ કે લગ્ન કોઈ પણ છોકરીના જીવનમાં મોટો બદલાવ લાવે છે,અને પછી ભલે તે કોઈ શારીરિક બદલાવ હોય કે માનસિક લગ્ન સાથે જોડાયેલી બીજી કોઈ બાબત લગ્ન પછી છોકરીઓનું સતત વજન વધતું હોય છે, તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લગ્ન કર્યા પછી છોકરીઓમાં વજન વધવાનું શરૂ થઇ જાય છે અને સતત વધતા વજનને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આથી થોડા દિવસો પહેલા કરાયેલા એક રીચચમાં લગ્નના 5 વર્ષમાં જ કપલનું લગભગ 82% વજન એટલે કે 5 થી 10 કિલો વધે છે. તમે ક્યારેય વિચાર્યું નહિ હોય કે આ પરિવર્તન પાછળનું કારણ શું હોઈ શકે છે, જો વિચાર્યું હોય તો આજે અમે તમને જણાવીશું કે લગ્ન પછી છોકરીઓનું વજન કેમ વધે છે.

લગ્ન પછી દરેક છોકરીની જવાબદારી વધી જાય છે અને તે પોતાને ફીટ રાખવામાં સમય આપી શક્તિ નથી જેના કારણે તેનું વજન વધે છે. જ્યારે છોકરી લગ્ન જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તે ઘણા ઈમોશનલ અને હાર્મોન્સ બદલાવોમાંથી પણ પસાર થાય છે. શરીરમાં શારીરિક પરિવર્તન પણ આવે છે અને લગ્નજીવનને ખુશ રાખવા માટે, જાતીય જીવનમાં સક્રિય રહેવું પણ વજન વધારવા માટે જવાબદાર છે.

ઘણીવાર બને છે કે છોકરીઓ લગ્નને કારણે પરેશાન રહે છે અને વધારે ટેન્શન લેવાનું શરૂ કરે છે. પરંતુ લગ્ન પછી જ્યારે તે તેના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બનાવે છે, ત્યારે તેને તમામ પ્રકારના તણાવથી છૂટકારો મળવા લાગે છે. અને તેથી જ તેના શરીરમાં પરિવર્તન જોવા મળે છે.લગ્ન પછી ટૂંક સમયમાં જ યુગલો ફેમિલી આયોજન વિશે વિચારે છે અને ગર્ભાવસ્થા પછી છોકરીઓમાં વજન વધે છે અને પછી છોકરીઓ તેમના શરીરની યોગ્ય સંભાળ લેવામાં નિષ્ફળ જાય છે અને સ્થૂળતા વધવા લાગે છે.

ભારતીય મહિલાઓમાં લગ્ન બાદ તેના શરીરની માત્રા વધવા લાગતી હોય છે. લગ્ન બાદ પત્ની અને પતિ બંનેના જીવનમાં શારીરિક રૂપે સુખ જોવા મળતું હોય છે. કેમ કે લગ્ન બાદ બંને પાત્ર અંગત સંબંધોમાં આવે છે. જેમાં પુરુષના શરીરના બંધારણમાં ખુબ જ માઈનોર ફર્ક રહેતો હોય છે. જ્યારે કોઈ છોકરી અંગત સંબંધોમાં આવે તેના થોડા સમય બાદ શરીરમાં ઘણા બધા બદલાવો થતા હોય છે. જે સ્વાભાવિક રૂપે ઘણી વાર સ્ત્રીની સુંદરતાને પણ વધારતું હોય અને અને ઘણી વાર મોટાપણું પણ આવી જતું હોય છે.

લગ્ન બાદ મહિલાના શરીરના એક અંગમાં ખુબ જ બદલાવ આવી જતો હોય છે. જે લગભગ મહિલાના શરીરમાં આ બદલાવ આવી જતો હોય છે. લગ્ન બાદ મહિલાના શરીરમાં કમરનો ભાગ મોટાભાગે મોટો થઇ જતો હોય છે. ઈન્ટરનેટ ના માધ્યમથી જાણવા મળતી માહિતી અનુસાર એક ચોંકાવનારી માહિતી મળી છે જે આ પ્રમાણે છે.

ઘણી મહિલાઓને આ સમસ્યા આખો દિવસ બેસી રહેવાના કારણે પણ થાય છે. કેમ કે જ્યારે મહિલા નવા ઘરમાં ફ્રી હોય ત્યારે ટીવી જોવામાં અથવા બેસીને વાતો કરવામાં સમય પસાર કરે છે. જેના કારણે પણ વજન વધવાની સમસ્યા થાય છે. લગ્ન પહેલા છોકરી પોતાના લુકને લઈને ખુબ જ કેર કરતી હોય છે. શરીરને યોગ્ય કસરત વ્યાયામ વડે મેન્ટેન રાખતી હોય છે. પણ આ બધું લગ્ન પછી મુશ્કેલ થઈ જતું હોય છે. લગભગ દરેક છોકરીની લગ્ન બાદ ઊંઘની પદ્ધતિમાં ફેરફાર થઇ જતો હોય છે. ઘણી ઓછી ઊંઘના કારણે પણ મોટાપાની સમસ્યા થાય છે.

મોટાભાગે નવવિવાહિત કપલ્સ રાત્રે જમવા માટે બહાર જવાનું પસંદ કરતા હોય છે. અને સગા વ્હાલાને તો જમવાની કેમ ના કહી શકે? જેના કારણે મહિલાઓના પેટનો એરિયા વધે છે. મહિલાઓમાં વજન વધવો તેની પાછળનું એક મહત્વનું કારણ છે પ્રેગનેન્સી. મોટાભાગે લગ્ન બાદ બધા કપલ્સ ફેમેલી પ્લાનિંગ કરતા હોય છે. મોટાભાગે મહિલાઓ બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓ વજન ઉતારવાની કોશિશ કરતી નથી.

આજકાલ લોકો 28 – 30 વર્ષની વચ્ચે લગ્ન કરી લેતા હોય છે. અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે 30 વર્ષ પછી શરીરનું મેટાબોલિક રેક ઓછું થઇ જાય છે જેના કારણે શરીર વધવા લાગે છે. પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં સેટ થવું થોડું મુશ્કેલ હોય છે. આ પ્રકારનું સ્ટ્રેસ લગભગ મોટાભાગની મહિલાઓને હોય છે જે વજન વધવ માટેનું કારણ બની જાય છે.

લગ્ન પહેલા આપણી આસપાસ અને રોજ મળતા લોકો આપણને સલાહ આપતા હોય છે કે બરાબર પોતાને મેન્ટેન કરો. પરંતુ લગ્ન બાદ આવી સલાહ ખુબ જ ઓછા લોકો આપતા હોય છે. જેના કારણે મહિલા પોતાની ફિટનેસ પ્રત્યે ગેર જિમ્મેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે.

પેટની ચરબી ઓછી કરવાની છ સરળ ટિપ્સઅઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો – જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ.

તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે – કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે.

એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.ખાનપાન સંતુલિત રાખો – જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.

મધ છે ફાયદાકારક – મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.ગ્રીન ટી પણ મદદ કરશે – તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ.

વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.સવાર-સાંજ ચાલો – તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *