website

websiet

News

આજે રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે હળવા વરસાદી ઝાપટાં….

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં વરસાદની તીવ્રતા નહિવત રહેવાની શક્યતા છે. આજે રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની સિસ્ટમ નથી.

વરસાદી સિસ્ટમની ગેરહાજરીના કારણે હળવોથી મધ્યમ વરસાદ જ થઈ શકે છે.જો નજીકના ભવિષ્યમાં વરસાદની નવી સિસ્ટમ રચાય તો ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.

તે જ સમયે, આગામી પાંચ દિવસ સુધી દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ભાવનગર, કચ્છ, સુરત જેવા જિલ્લાઓમાં તાપમાન 32 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આ ઉપરાંત આજે અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, ડાંગ, ખેડા, મોરબી, મહેસાણા, પંચમહાલ, પોરબંદર, તાપી સહિતના જિલ્લાઓમાં તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા છે. બીજી તરફ ગાંધીનગર, જામનગર, પાટણ, રાજકોટ, વલસાડમાં આજે તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના છે.

રાજ્યના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે.

પેસિફિક મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય તોફાન બનશે જે બંગાળની ખાડીને અસર કરશે. આવતીકાલે 9 ઓગસ્ટે વરસાદી સિસ્ટમ સર્જાવાને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડશે.

જો કે આ વરસાદથી પૂર નહીં આવે, પરંતુ તંત્ર રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઈંચ વરસાદ લાવશે. રાજ્યમાં વરસાદ હવે બંધ થઈ ગયો છે. પરંતુ ફરી એકવાર વરસાદની મોસમ શરૂ થશે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ જુલાઈથી ઓછો વરસાદ પડશે, પરંતુ ઓગસ્ટનો ચોથો તબક્કો ભારે વરસાદ લાવશે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે ઓગસ્ટમાં કેમ ઓછો વરસાદ પડશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા વરસી શકે છે. આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

રાજ્યમાં વાતાવરણની વાત કરીએ તો બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રેસર ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે.

આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ વરસશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *