ગુજરાતના અહીં યુવતીઓને બાળપણ થી જ વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેવામાં આવે છે,લોકો કહે છે આ પરંપરા છે..
આજના સમયમાં જ્યારે ભારતમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે એ દિવસો ગયા જ્યારે માત્ર પુત્રોના જન્મની ઉજવણી કરવામાં આવતી હતી હવે બદલાતા સામાજિક વાતાવરણમાં દીકરીઓના જન્મની ઉજવણીની નવી પરંપરા શરૂ થઈ છે.
પરંતુ આપણે ગુજરાતના વડિયા ગામમાં દીકરીઓના જન્મની જે ઉજવણીની વાત કરી રહ્યા છીએ તે નવી નથી પણ ઘણી જૂની પરંપરા છે આર્થિક રીતે સમૃ્દ્ધ વિકાસના રોલ મૉડેલ તરીકે જાણીતા ગુજરાતમાં એક એવું ગામ પણ છે.
કે જ્યાં આર્થિક વિકાસને લઇને કંઇપણ કરવામાં નથી આવ્યું અને ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગઇ છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વાડિયા ગામ બદનામ ગામ તરીકે જાણીતું છે.
અહીં સ્ત્રીઓ-છોકરીઓને તેમના પરિજનો દ્વારા જ દેહવ્યાપાર કરાવવામાં આવે છે સૌથી મોટી વાત તો એ છે કે અહીંના લોકો દેહવ્યપારને એક પરંપરાના રૂપે જ જુએ છે હકીકતમાં આ ગામમાં દીકરીઓના જન્મની ઉજવણી એટલા માટે નથી કે અહીં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે.
પરંતુ કારણ કે તેઓએ વેશ્યાવૃત્તિની પ્રથાને આગળ વધારવા માટે મોટી થવાની છે આ ગામમાં જન્મેલી છોકરીઓ બાર કે તેર વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં વેશ્યાવૃત્તિના કળણમાં ધકેલાઈ જાય છે કહેવાય છે કે આ ગામની વર્ષો જૂની પરંપરા છે.
જે આજ સુધી ચાલુ છે આ પરંપરાને કારણે વડિયા ગામમાં છોકરીઓના લગ્ન પર પણ પ્રતિબંધ છે કારણ કે જો છોકરીઓ લગ્ન કર્યા પછી બીજા ગામોમાં જવાનું શરૂ કરશે તો ગામમાં ધંધો કરવો મુશ્કેલ બનશે.
વાડિયા ગામમાં સરાણિયા સમુદાયની વસતિ વધુ છે આ સમુદાયના લોકો વણઝારાની શ્રેણીમાં આવે છે ગુજરાતમાં આઝાદી પહેલા આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય નાના-મોટા ઘરેલું સામાન બનાવવાનો હતો આ ગામ જ્યારથી અસ્તિત્વમાં છે.
ત્યાં બે પ્રકારની મહિલાઓ જોવા મળે છે એક જેમને તેમના પરિવારો દ્વારા જ દેહવ્યાપારમાં ધકેલવામાં આવી રહી છે બીજી કે મોટી ઉંમરની મહિલાઓ છે જે ઘણી બિમારીઓથી પીડિત હોય છે.
આ બિમારીઓનો ભોગ ત્યારે બની હતી જ્યારે તેઓ સે-ક્સ વર્કરની જિંદગી જીવતી હતી ગુજરાતનો કોઠો તરીકે જાણીતા આ ગામમાં સરકાર દ્વારા છેલ્લા 60 વર્ષથી વિકાસના નામે કંઇપણ કરવામાં આવ્યું નથી.
જોકે અમદાવાદનાં રહિશ એક સમાજસેવી દીકરીએ આ બદી માંથી મહિલાઓ અને બાળકીઓને બહાર કાઢી શિક્ષણનાં માર્ગે લઈ જવા માટેનો રસ્તો શોધી કાઢ્યો વિચરતા સમર્થન સમુદાય મંચ નામની સંસ્થાનાં મિત્તલબહેન પટેલ દ્વારા આ બિડું ઝડપી તેમને સાક્ષરતા અને નવી ઓળખના માર્ગે લઈ જવાનો છેલ્લાં કેટલાંય વર્ષોથી પ્રયત્ન થઈ રહ્યો છે