અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદને લઈને કરી મોટી આગાહી… જાણો અહી…
રાજ્યમાં વરસાદ ખેચાઇ ગયો છે. હાલમાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી અને હવામાન વિભાગની પણ આ બાબતે કોઈ આગાહી નથી. હવામાન વિભાગ દ્વારા કાલે આપવામાં આવેલી વરસાદની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
પરંતુ ભારેથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી. બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી 18મી તારીખ સુધીના 24 કલાક બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
કાલે હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે તેનો અંદાજ નથી. અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હાલમાં ગુજરાતમાં વરસાદ લાવી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.
ગુજરાતમાં ગરમી અંગે તેમણે કહ્યું કે, વરસાદ ઘણો ઓછો પડશે પરંતુ ગુજરાતમાં તાપમાન એક ડિગ્રી સુધી વધી શકે છે. રાજ્યમાં વાદળો છવાઈ શકે છે જેના કારણે મહત્તમ તાપમાન ધીમે ધીમે વધશે. આ સિવાય તેમણે કહ્યું કે હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી નથી.
આ સાથે જ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે અને કહ્યું છે કે 10 ઓગસ્ટ પછી સતત આઠ દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આ વરસાદ કેટલાક વિસ્તારો માટે વરદાનરૂપ સાબિત થશે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, 10થી 18 ઓગસ્ટનો રાઉન્ડ પુરો નહીં થાય ત્યાં સુધીમાં વધુ એક પ્રચંડ રાઉન્ડની તૈયારી મેઘરાજા કરી લેવાના છે. અંબાલાલનું કહેવુ છે કે, 21 તારીખ બાદ જે રાઉન્ડ આવશે તે ખૂબ જ પ્રચંડ અને તોફાની હશે.
નોંધનીય છે કે, કાલે સવારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.98 મીટરે નોંધાઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આ ડેમને મહત્તમ ભરાવવામાં હજી થોડા જ મીટરની વાર છે.
હાલ પાણીની આવક 22,119 ક્યુસેક નોંધાઇ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 52,025 ક્યૂસેક થઇ છે. જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં 44,356 ક્યૂસેક પાણીની જાવક થઇ છે. 24 કલાકમાં સપાટીમાં 15 સે.મી.નો વધારો થયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ભાવનગર, કચ્છ,સુરત જેવા જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આજે બુધવારે અમરેલી, બનાસકાંઠા, ભરુચ, બોટાદ, ડાંગ, ખેડા, મોરબી, મહેસાણા, પંચમહાલ, પોરબંદર, તાપી જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે ગાંધીનગર, જામનગર, પાટણ, રાજકોટ, વલસાડ જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.