website

websiet

News

આંખો આવી હોય તો આ રીતે ઘરે જ કરો સારવાર,અજમાવો આ ઘરેલુ ઉપચાર,જાણી લો આ માહિતી..

સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઓછા વત્તા પ્રમાણમાં આંખ આવવાના કેસ વધી રહ્યા છે. જે આંખના ઈન્ફેક્શનથી બચવા અને તેના ઈલાજ અંગે સુરતની કિરણ હોસ્પિટલના ઇએનટી સ્પેશિયાલિસ્ટ ડૉ. કેટલાક સલાહ સૂચન કર્યા છે

આંખો આવવાના ના લક્ષણો.

આખો લાલ થવી, આંખમાંથી પાણી આવવું, આંખોમાં બળતરા થવી અથવા તો ખંજવાળ આવવું, આંખમાંથી ચીપડા આવવા, આંખમાં સોજો આવવો એ આંખ આવવાના એટલે કે કંજકટીવાઈટીસના મુખ્ય લક્ષણો છે. આંખ આવવાથી દૃષ્ટીને કેટલું નુકસાન થાય છે? આ રોગથી આંખની દ્રષ્ટિને કોઈપણ જાતનું નુકસાન થતું નથી.

આંખ આવવાથી દૃષ્ટીને કેટલું નુકસાન થાય છે?

આ રોગથી આંખની દ્રષ્ટિને કોઈપણ જાતનું નુકસાન થતું નથી. આ રોગ આંખના સફેદ ભાગમાં જ મુખ્યત્વે થાય છે. જેથી આખને મોટું નુકસાન કરશે તેવી માન્યતાથી ગભરાવાની જરૂર નથી.

ધ્યાન રાખો,1 જો તમને નેત્રસ્તર દાહ થયો છે તો ઘરેલૂ સારવાર કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.આંખના ફ્લૂની સાચી સારવાર ત્યારે જ શક્ય છે જ્યારે કેટલીક સાવચેતી રાખવામાં આવે.
2 કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવવો જોઈએ નહીં.
3 આંખોને હાથ વડે ઘસવી જોઈએ નહીં.
4 જો બાળકોની આંખો આવી ગઈ હોય તો તેમને શાળાએ ન મોકલવા જોઈએ.
5 આંખોને ત્રણથી ચાર વખત હૂંફાળા પાણીથી ધોવી જોઈએ.
6 દર્દીએ ત્રણથી ચાર દિવસ આરામ કરવો જોઈએ.
7 બીજા કોઈનો ટુવાલ નેપકીનનો ઉપયોગ કરવો નહીં.

આ રીતે ઘરે કરો સારવાર.

1 ગુલાબજળ
ગુલાબજળથી આંખોને ધોવાથી આંખનું ઈન્ફેક્શન ઓછું થાય છે.ગુલાબજળના બે ટીપા આંખોમાં નાખીને દરરોજ બે વાર કરવાથી નેત્રસ્તર દાહની સમસ્યા દૂર થાય છે.

2 ગરમ પાણી
ગરમ પાણીનો ઉપયોગ કરીને આંખો ધોવાથી આંખો પર જમા થયેલ કચરો દૂર થાય છે. એક વાસણમાં ગરમ ​​પાણી કાઢીને તેને થોડું ઠંડુ કરો અને તમે તમારી આંખોને તે નવશેકા પાણીથી પણ ધોઈ શકો છો, જેનાથી આંખમાં જમા થયેલી ગંદકી બહાર આવશે.

3 આમળાનો રસ
3 થી 4 આમળાના ફળને પીસીને તેનો રસ કાઢો. તે રસને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો. આમળાનો રસ દિવસમાં બે વાર સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલા પીવો. આંખોમાં ઈન્ફેક્શન હોય ત્યારે પણ આમળાનો રસ પીવો ફાયદાકારક છે.

4 મધ અને પાણીનો ઉપયોગ
એક ગ્લાસ પાણીમાં 2 ચમચી મધ નાખો નાખો પછી તે પાણીને તમારા હાથ વડે ખુલ્લી આંખોમાં ઝાટકો નાખો. મધથી આંખો ધોવાથી આંખનો ચેપ દૂર થાય છે.

5 પાલક અને ગાજરનો રસ
પાલકના 4 કે 5 પાનને પીસીને તેનો રસ નીચોવી લો. 2 ગાજરને પીસીને તેનો રસ કાઢો. એક ગ્લાસમાં અડધો કપ પાણી ભરીને તેમાં ગાજર અને પાલકનો રસ મિક્સ કરીને પીવો. દરરોજ આમ કરવાથી આંખનો ચેપ ઓછો થવા લાગે છે. પાલક અને ગાજરનો રસ આંખના ચેપ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં રહેલા વિટામિન આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6 હળદર અને ગરમ પાણી
2 ચમચી હળદર પાવડરને 2 થી 3 મિનિટ માટે ગરમ કરો તે હળદરને એક ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરો અને રું ની મદદથી આંખો સાફ કરો.ગરમ પાણીમાં હળદર મિક્સ કરી રું વડે આંખોને સાફ કરવી જોઈએ.

બટાકા
એક બટાકાના સરસ રીતે પાતળા ટુકડા કરો. રાત્રે સૂતા પહેલા તે કાપેલા બટાકાને 10 મિનિટ માટે તમારી આંખો પર રાખો અને પછી તેને ઉતારી લો. બટાકામાં ભરપૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે જેનો ઉપયોગ આંખના ચેપને દૂર કરવા માટે કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *