website

websiet

News

માં મોગલ ની સેવા કરનાર ઋષિ ચારણ મણીધર બાપુએ લીધો મોટો નિર્ણય,કહ્યું મોગલ નો આ આદેશ છે કે હું…

ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.

મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે.

આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.

મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે.

અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.કચ્છના કબરાઉ ખાતે મણીધર મોગલ બેઠી છે અને માતાજીની સેવા કરવા માટે ઋષિ ચારણ મણીધર બાપુ પણ ત્યાં સાક્ષાત બિરાજમાન છે.

હાલના સમયમાં મણીધર બાપુ એક મોટો નિર્ણય લીધો છે જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પરંતુ તે વિડિયો આપણા સુધી ન પહોંચ્યો હોય તો અમે તમને તેના વિશે જણાવવાના છીએ.હાલમાં મણીધર બાપુએ જણાવ્યું કે માતાજી મોગલ નો આદેશ છે કે માતાજી તમને બધાને સુખી રાખે પરંતુ આજથી તમે અહીંયા કોઈ વસ્તુઓ ચઢાવવા માટે લઈને આવતા નહીં.

મણીધર બાપુએ આગળ જણાવ્યું કે અહીં અગરબત્તી નાળિયેર ચોખા અને ઘી જેવી તમામ પ્રકારની વસ્તુઓની જરૂર અહીંયા માતાજી મોગલ ને નથી.એટલા માટે આપણે અહીં લઈને આવી નહીં અને માતાજી મોગલ ને માત્ર ભાવની જરૂર છે.તમે દર્શને આવો અને માતાજીના આશીર્વાદ મેળવો.

મણીધર બાપુ કહે છે કે માતાજી મોગલ અહીંયા રૂપિયા પણ લેતી નથી અને માતાજી મોગલ લેવા વાળી નહીં પરંતુ આપવા વાળી છે માટે અહીંયા બે ધડક ભક્તિ માટે આવો પરંતુ ખાવાનું લઈને અહીં આવતા નહીં કારણ કે માતાજીની મનાઈ છે.

મણીધર બાપુ અહીંયા માતાજી ના સ્થાનક એક રૂપિયો પણ ન મુકવાનું કહેતા હોય છે અને તેઓ કહે છે કે માતાજી પર તમે શ્રદ્ધા રાખજો માતાજી તમારું કામ કરશે અને માતાજી પણ તમે જે વિશ્વાસ રાખ્યો છે.

તેના કારણે માતાજી એ કામ કર્યું છે અને મણીધર બાપુનું કહેવું છે કે તમે ગાય ના ઘાસચારામાં પૈસા વાપરો ભૂખ્યા દીકરા દીકરીઓને જમાડવામાં પૈસા વાપરો અહીંયા માતાજીને પૈસાની જરૂર નથી. તમારો ભાવ છે એ જ માતાજીને જોઈએ છે માતાજી તો ભાવની ભૂખી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *