website

websiet

News

આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી…..

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે અને હાલમાં મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વરસાદ સિવાય ચોમાસું સક્રિય થયું નથી. હવામાન વિભાગે કહ્યું કે વરસાદની તીવ્રતા વધશે નહીં અને આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં હવામાનની આગાહી વિશે માહિતી આપતાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભારે વરસાદની કોઈ શક્યતા નથી અને મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ અને કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ પર બ્રેક લાગી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગઈકાલે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદની સંભાવના છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ સુધી હળવા વરસાદની સંભાવના છે. રાજ્યના દક્ષિણ ભાગમાં સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસર જોવા મળી રહી છે. જેનું સ્તર 500 મિલીબાર છે. જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત આગામી પાંચ દિવસની આગાહીમાં માછીમારોને આવતીકાલ માટે જ ચેતવણી આપવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા માટે ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 13 ઓગસ્ટ સુધી રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા હોવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. જોકે ગત મહિને ગુજરાતમાં વરસાદના લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

ત્યારે હવે જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાવાની શક્યતા છે. વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *