ભાભીને રોજ ખુશ કરતા યુવકે એક દિવસ ભાભી જોડે માગ્યું કઈ એવું કે ભાભી પણ ચોંકી ગઈ…
કહેવત છે ને કે, પ્રેમ આંધળો હોય છે આ જ પ્રેમ માટે એક પરણિતાએ એવું કરી નાખ્યું કે, તેને જેલના સળિયા ગણવાની વારી આવી. પોતાના પ્રેમીને દેવું થઈ જતાં પ્રેમિકાએ પોતાના જ ઘરમાં ચોરી કરી હતી. ચોરીની ઘટનાની જાણ પતિને થતા પતિ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પત્ની અને તેના પ્રેમીની સુરતની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.
અમરોલી ખાતે રત્નકલાકાર તેની 22 વર્ષીય પત્ની સાથે રહે છે. તાજેતરમાં જ પતિને ઘરમાં મૂકેલા દાગીના મળતા નહોતા. આથી પતિએ અમરોલી પોલીસ સ્ટેશનમાં દાગીના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને પહેલેથી જ રત્ન કલાકારની પત્ની પર શંકા હતી. કારણ કે, પત્નીની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો.
જેથી આખરે નરેન્દ્ર વાઘેલા અમરોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં પ્રથમ શંકા નરેન્દ્ર વાઘની પત્ની પર જ હતી. કારણકે ઘરમાં થયેલી ચોરીની ઘટના સંદર્ભે પોલીસને તપાસમાં કોઈ એવા પુરાવા મળ્યા ન હતા કે જેનાથી ચોરી સાબિત થાય. ચોરી કરવા માટે બહારથી કોઇ વ્યક્તિએ આવીને ઘરમાંથી ચોરી કરી હોય તેવું સાબિત થાય તેવું કંઇ જ નહોતું.
સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખુલાસો થયો હતો કે, નરેન્દ્ર વાઘની પત્ની એક યુવકના પ્રેમમાં હતી. જેને દેવું થઈ જતાં રૂપિયાની જરૂર હતી. આ આ દેવું ભરપાઈ કરવા માટે પ્રેમીએ નરેન્દ્રની પત્ની સાથે મળી ઘરમાંથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં રત્નકલાકારની પત્નીનું લફરું સામે આવ્યું હતું. પરણીતાને 20 વર્ષીય યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ આ પ્રેમીને 40 હજારનું દેવું થઈ ગયું હોવાથી આ દેવું ભરવા પત્નીએ જ દાગીના ચોર્યા હતા.
તેમજ આ દાગીના 1 લાખમાં વેચીને પ્રેમીનું દેવું ભરપાઈ કર્યું હતું. આમ, ચોરીમાં ખૂદ રત્નકલાકારની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી સામે આવતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે પોલીસે દાગીના પણ કબ્જે કર્યા છે.
આવોજ એક બીજો કિસ્સો વર્ષ 2018માં સાણંદમા બનેલા ત્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીના ફાંસીની સજા ફટકારી છે. આરોપી હાર્દિક ચાવડાએ પોતાની ગર્ભવતી બહેન કરુણા અને બનેવી વિશાલ પરમારની હત્યા કરી હતી.
બહેને કરેલા પ્રેમ લગ્ન મંજૂર નહીં હોવાથી અદાવત રાખીને હત્યા કરી નાંખી હતી. બે વ્યક્તિઓ અને ગર્ભસ્થ શિશુની હત્યાના કેસમાં આરોપીને જિલ્લા અદાલતના જજ જે. એ. ઠક્કરે દોષિત ઠેરવ્યો. મૃતકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ.
આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. ગત 26/9/2018નો બનાવ છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા કરી છે.
ગ્રામ્ય કોર્ટે ફટકારેલી સજા મુદ્દે સરકારી વકીલે કહ્યું કે, હાર્દિક પ્રહલાદ ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મૃતક કરુણાબેને પરિવારની મરજી વિરુદ્ધ વિશાલ સાથે કોર્ટ મેરેજ કરેલા. જેનું મનદુઃખ રાખીને બહેન અને બનેવીનું કમકમાટીભર્યું ખૂન કરેલું છે.
કરુણાબેનને ચાર માસનો ગર્ભ હતો. ગર્ભને જીવ પણ આવી ગયેલો હતો. કરુણાબેનને આઠ ઘા મારેલા છે અને વિશાલને 17 ઘા મારેલા છે. વિશાલે જીવ બચાવવા એક ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં જઈને 17 ઘા મારીને ખૂન કરી નાંખ્યું હતું. વિશાલના માતા-પિતાને 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. રંભાબેન સાહેદ છે, પણ વિકટીમ બન્યાનો ભાસ થઈ રહ્યો છે, તેમને 50 હજાર રૂપિયા આપવાનો હુકમ કર્યો છે.