website

websiet

News

10 માં ધોરણનો વિધાર્થી 12માં માં ભણતી વિધાર્થીની ને ભગાડી ગયો,હોટલ માં રૂમ ના મળતા ચાલુ બસ માં 5 વખત દુષ્કર્મ આચર્યું…

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.આ એ એમાં પણ નાની ઉંમરે પ્રેમ પ્રકરણ ના રવાડે ચડી જવાની ઘટનાઓ બની રહી છે.આજ કાલ ના છોકરા છોકરીઓ ખૂબ નાની ઉંમરે પ્રેમ માં પડી જઈ પરિવાર માં નામ ખરાબ કરે છે.

અને અત્યારે તો સ્કૂલ માં જ ભણવા ની ઉંમરે એકબીજા જોડે રહેવાની કસમો ખાય છે,ત્યારે અભ્યાસ કરવાની ઉંમરમાં વિદ્યાર્થીઓ મોબાઈલની લત્તના કારણે પ્રેમ પકરણના રવાડે ચડી જતા હોવાની ઘટનાઓ વધી રહી છે.

એવામાં માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોંડલ રોડ વિસ્તારમાં રહેતી અને કોઠારીયા ચોકડી નજીક સ્કૂલમાં અભ્યાસ કરતી ધો.12ની વિદ્યાર્થિનીને 5 દિવસ પહેલા પાડોશમાં રહેતો ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલેથી ભગાડી ગયો હતો અને આઈડી પ્રુફ ના હોવાથી હોટલના બદલે અલગ અલગ શહેરોમાં ફરતા રહ્યા હતાં.

આ દરમિયાન સ્લીપર કોચ ચાલુ બસે 5 વખત દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાના પિતાની અપહરણની ફરિયાદ પરથી પોલીસે બન્નેની પોરબંદરથી ઝડપી લીધા હતાં અને દુષ્કર્મ પોકસો સહિતની કલમોનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગોંડલ હાઈ-વે પર આવેલા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા કોઠારીયા ચોકડી પાસે આવેલી સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરે છે. જેનો પાડોશમાં રહેતા ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હોવાથી બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું.

ગત તા.5ના સગીરા સ્કૂલે ગઈ હતી, જયાંથી સગીર તેને ભગાડી ગયો હતો. સ્કૂલેથી સગીરા પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ દરી હતી અને પાડોશમાં રહેતો સગીર પણ ઘરે ન હોય જેથી તે ભગાડી ગયાની શંકાએ સગીરાના પિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન 5 દિવસ બાદ બન્નેના લોકેશન પોરબંદર મળતા પોલીસે બંનેને પોરબંદરથી ઝડપી લીધા હતાં અને રાજકોટ લાવવામાં આવ્યા હતાં. જ્યાં પોલીસ પૂછપરછમાં સગીરે કબુલાત આપી હતી કે, તે પ્રેમિકાને ભગાડી ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યો હતો. જ્યાંથી સુરત અને ફરીથી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદથી દ્વારકા અને પછી પોરબંદર પહોંચ્યો હતો. જ્યાંથી તેને ઝડપી લીધો હતો.

સગીરા પાસે આઈડી પ્રુફ ન હોવાથી કોઈ હોટલમાં રૂમ મળતો નહતો. આથી તેઓ દિવસે અલગ અલગ શહેરમાં ફરતા હતા અને રાત્રે સ્લીપર કોચ બસમાં બેસી એક શહેરમાંથી બીજા શહેરમાં જતાં હતાં અને ચાલુ બસે સગીરે સગીરા સાથે 5 વખત દુષ્કર્મ આચર્યું હતું.

આથી પોલીસે સગીર વિરૂદ્ધ આ કેસમાં દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરી સગીરને બાળ અદાલતમાં મોકલી આપ્યો હતો. જ્યારે સગીરાને તેના પરિવારને સોંપી દઈ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *