માં મોગલ નો ચમત્કાર,એક ભક્ત ના દીકરા ને કેનેડા ના વિઝા અપાવ્યા માં મોગલે…
ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.
મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે.
આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.
મા મોગલ ધામ ઉપર થી આજ સુધી કોઈ પણ વ્યક્તિ દુઃખી તેને ઘરે આવી નથી અને મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખ દૂર થઈ જતા હોય છે. અને દૂરથી કબરાઉ કચ્છમાં મોગલ ના દર્શન કરવા માટે હંમેશા શ્રધ્ધાળુઓ આવતા હોય છે.
મા મોગલ ના મંદિરમાં અનેક પરચાઓ આપણે સાંભળ્યા છે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલ ધામ સુધી આવતા હોય છે.
માં મોગલ ના મંદિર ના ધામમાં આ દિવસ સુધી અનેક લોકોએ માં મોગલ ના પરચા જોયા છે અને જીવનમાં દુઃખ દૂર થયા છે.થોડા સમય પહેલા એક યુવક પોતાના હાથમાં 5100 રૂપિયા લઇને માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.
યુવકે મણિધર બાપુના આશીર્વાદ લીધા અને 5100 રૂપિયા મણિધર બાપુના હાથમાં આપ્યા અને કહ્યું માં મોગલે મારી માનતા પૂરી કરી છે એટલે હું આ 5100 રૂપિયા માં મોગલ ના ચરણોમા અર્પણ કરવા આવ્યો છું.
ત્યારે મણિધર બાપુએ કહ્યું કે શેની માનતા રાખી હતી. ત્યારે યુવકે કહ્યુ કે મારા દીકરાને કેનેડા જવું હતું તેની માટે તે ઘણા સમયથી વિઝા લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ કોઈ કારણોસર તેને વિઝા મળતા ન હતા.
એટલા માટે મેં માં મોગલની માનતા રાખી હતી કે હે માં મોગલ જો મારા દીકરાને કેનેડા જવા માટે વિઝા મળી ગયા તો હું 5100 રૂપિયા તમારા ચરણોમા અર્પણ કરીશ અને માનતા માન્યના થોડાક જ દિવસોમાં દીકરાને કેનેડા જવા માટે વિઝા મળી ગયા તો આખો પરિવાર ખુશ થઈ ગયો.
તરત જ પરિવાર સાથે પોતાની માનેલી માનતા પુરી કરવા માટે મંદિરે આવ્યો છું. તો મણિધર બાપુએ તે 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે વ્યક્તિને પાછા આપ્યા અને બાપુએ કહ્યું કે માં મોગલ ને આ પૈસાની જરૂર નથી.
આ પૈસા નો સારી જગ્યાએ ઉપયોગ કરજો જેથી માં મોગલ તમારાં પર ખુશ થશે. વધુમાં મણિધર બાપુએ કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખજો પરંતુ અંધશ્રધ્ધા ન રાખતા. બાપુએ કહ્યું કે માં મોગલ તો આપવા વાળી છે, લેવા વાળી નથી.