મારી પત્નીને હું શારીરિક સંતોષ નથી આપી શકતો મને કોઈ દેશી દવા બતાવો……
સવાલઃ નોકરીમાંથી રિટાયર થઈ ચૂક્યો છું. ત્રણ સંતાનો પોતપોતાને ત્યાં સેટલ છે. પત્ની બહુ જ સમજુ અને સહકાર આપનારી છે. જોકે છેલ્લા ૬ મહિનાથી બિલકુલ ઉત્થાન નથી થતું.મારા સિનિયર દોસ્તોનું કહેવું છે કે વાયેગ્રા લેવાથી ફરીથી ઉત્થાન થવા લાગશે અને સેક્સલાઇફ નૉર્મલ થઈ જશે. એક વાર દવા લીધી પણ ખરી, પરંતુ બહુ ફરક ન પડ્યો.
બીજું હમણાંથી મારી બ્લડશુગર કાબૂમાં નથી રહેતી. હંમેશાં ફાસ્ટિંગ શુગર ૧૮૦ અને પોસ્ટ લંચ શુગર ૩૩૦ આવે છે. ડાયાબિટીઝની પણ કોઈ દવા હોય તો કહેજો. મારી પત્ની તરફથી પૂરો સહકાર મળે છે છતાં હું તેને સમાગમથી સંતુષ્ટ નથી કરી શકતો એ નથી ગમતું. દેશી વાયેગ્રા કઈ રીતે લેવી? એનાથી કોઈ નુકસાન તો નહીં થાયને?
જવાબ : તમે જેને સાઇડની સમસ્યા ગણો છો એ એ બ્લડશુગરને પહેલાં કાબૂમાં લેવાની જરૂર છે. ઇન્દ્રિય ઉત્થાનમાં તકલીફો વધી રહી છે એનું કારણ ઉંમર તો ખરી જ, પણ સાથે બેકાબૂ ડાયાબિટીઝ પણ હોઈ શકે છે. માટે મહેરબાની કરીને પહેલાં તમારો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રાખો. ડાયેટિંગ અને એક્સરસાઇઝ નિયમિત કરો.
ઓછામાં ઓછું પોણો કલાક ચાલો. ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખશો તો બીજી સમસ્યાઓ ઊભી નહીં થાય અને ઇન્દ્રિયના ઉત્થાનમાં પણ વધુ સમસ્યા નહીં થાય. સવારે નરણા કોઠે એક ચમચી આમળાંનો પાઉડર અથવા જૂસ લો અને જમતી વખતે એક ચમચી લીલી હળદર અને આંબાહળદરમાં લીંબુ નિચોવીને ચાવી-ચાવીને ખાઓ.
આયુર્વેદમાં લીલી હળદર અને આમળાંને ડાયાબિટીઝ માટે ઘણાં સારાં ગણ્યાં છે. તમને બ્લડપ્રેશર હોય અને તમે નાઇટ્રેટયુક્ત ગોળી લેતા હો તો તમારે વાયેગ્રા ન લેવી જોઈએ. બીપી નૉર્મલ હોય તો ઇન્દ્રિયમાં ઉત્તેજના વધારવા માટે દેશી વાયેગ્રા લઈ શકાય. એનાથી ઘણું જ સારું પરિણામ મળી શકે છે.
સમાગમના એક કલાક પહેલાં દેશી વાયેગ્રા ૧૦૦ મિલીગ્રામની એક ગોળી લેવી.આ ગોળી ભૂખ્યા પેટે લેશો તો વધુ સારી અસર બતાવશે. યાદ રહે, આ ગોળી ૨૪ કલાકમાં એકથી વધુ ન લઈ શકાય.આ ગોળી હંમેશાં તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ હેઠળ લેવી જાઈએ. તમારી ઓવરઑલ હેલ્થ ચેક કર્યા પછી તેઓ નક્કી કરી શકશે કે તમારા માટે એ ગોળી ઠીક રહેશે કે નહીં.
સવાલ: મારી ઉંમર 29 વર્ષની છે. ચાર વર્ષ પહેલા મારા અરેન્જ મેરેજ થયા હતા. જોકે, મારા જીવનમાં હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે.સ્પષ્ટ શબ્દોમાં કહું તો મને મારો પતિ જરાય નથી ગમતો. મારી સેક્સ લાઈફ પણ જરાય સંતોષકારક નથી. પતિ મને સંતોષ આપી શકવામાં સક્ષમ નથી.
મને હવે બીજા પુરુષો પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું છે, અને તેમની કલ્પનાઓમાં હું રાચવા લાગી છું.મારે બે વર્ષનું બાળક છે, અને પતિથી હું છૂટી થઈ શકું તેમ નથી. મારે શું કરવું જોઈએ?
જવાબ: તમારી સ્થિતિ થોડી વિચિત્ર છે. તમે પરણેલા છો, પરંતુ પતિ તમને ગમતો નથી અને બે વર્ષના બાળકને કારણે તમે તેનાથી છૂટા શકો તેમ પણ નથી. તમારું એમ પણ કહેવું છે કે તમારા પતિ તમને સંતોષ પણ નથી આપી શકતા, અને હવે તમે બીજા પુરુષો પ્રત્યે આકર્ષાવા લાગ્યા છો.આવા સંજોગોમાં તમને બીજા કોઈ પ્રત્યે આકર્ષણ થાય તે વાત સમજી શકાય તેવી છે.
જોકે, તમારા કિસ્સામાં એવું કહી શકાય કે તમારે થોડા સજાગ થવાની જરુર છે. આજે તમને બીજા પુરુષો પ્રત્યે આકર્ષણ થઈ રહ્યું છે, શક્ય છે કે કાલે કદાચ પ્રેમ પણ થઈ જાય, અને આગળ જતાં તમે તેની સાથે મર્યાદા પણ ઓળંગી બેસો. જેનાથી આખરે નુક્સાન તો તમને જ થશે. રખેને જો આ વાતની ખબર તમારા પતિને પડી ગઈ તો કલ્પના કરી જુઓ શું થશે?
તમારી વાત પરથી લાગે છે કે તમે ભલે તમારા પતિને ન ચાહતા હો, પરંતુ તમારા બાળક પ્રત્યે તમને ખૂબ લગાવ છે.જો તમારા જીવનમાં કોઈ ત્રીજા પાત્રને લીધે કંકાસ શરુ થયો તો તેનું સૌથી વધુ નુક્સાન તમારા કુમળી વયના બાળકને જ થશે. તેનો ખ્યાલ રાખીને મહેરબાની કરી તમે જે દિશામાં આગળ વધી રહ્યાં છો ત્યાં જ અટકી જાઓ, અને પાછા ફરો.
તમારા પતિ સાથે અરેન્જ મેરેજ છે, અને શરુઆતમાં તો બધું બરાબર ચાલ્યું જ હશે, તેની જ ફળશ્રુતિ તમારું બાળક છે. હાલ ભલે તમારા પતિ સાથે સંબંધો બરાબર ન હોય, પરંતુ ક્યારેક તો હતા જ ને? જે થયું તેને ભૂલી જાઓ, અને તમારા પતિ સાથે ખુલ્લા મને વાત કરો. આશા છે કે તમારા પતિ ચોક્કસ તમારી વાત સમજશે.
સવાલ : મારી ઉંમર ૫૯ વર્ષ અને પત્નીની ૫૪ વર્ષ છે. આમ તો મારી પત્નીને મેનોપૉઝ આવી ગયો હોવાથી તેને સમાગમની ઇચ્છા જ નથી થતી. છતાં અઠવાડિયે કે બે અઠવાડિયે એકાદ વાર સંબંધ રાખીએ. મારી સમસ્યા એ છે કે તેને ભાગ્યે જ ક્યારેક ઇચ્છા થાય છે ત્યારે પૂરતો સંતોષ આપી શકતો નથી. ઉત્તેજના આવે છે, પણ અડધી-એક મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. મને અને પત્નીને સંતોષ નથી મળતો. હું રોજ આપની કૉલમ વાંચું છુ
તમે સલાહ આપો છો કે દેશી વાયેગ્રા લેવી. મેં ઘણા મેડિકલ અને આયુર્વેદ સ્ટોરમાં તપાસ કરાવી, પણ દેશી વાયેગ્રા નથી મળતી. તો આ દેશી ગોળી મુંબઈમાં ક્યાંથી મળે એ જણાવશો.
જવાબ : સૌથી પહેલાં તો તમારી સમસ્યા શું છે એ સ્પષ્ટ નથી. જો તમને ઉત્તેજના પૂરતી હોય પણ સ્ખલન વહેલું થઈ જતું હોય તો વાયેગ્રાની તમને કોઈ જરૂર નથી. જો તમને યોનિપ્રવેશ થાય એટલી પૂરતી ઉત્તેજનાનો અભાવ હોય તો જ દેશી વાયેગ્રા લેવાય. દેશી વાયેગ્રા એટલે કોઈ હર્બલ દવા નથી.
એટલે આયુર્વેદ સ્ટોરવાળાને ત્યાં શોધવાથી સફળતા ન મળે એ સ્વાભાવિક છે. આ દવા જો તમને પૂરતી ઉત્તેજના અને કડકપણું ન આવતું હોય તો એના માટે છે. બેસ્ટ અસર માટે દેશી વાયેગ્રા ભૂખ્યા પેટે સમાગમના એક કલાક પહેલાં લેવી જોઈએ. એનાથી તમારી ૫૦ ટકાની ઉત્તેજના ૯૦થી ૯૫ ટકા સુધી સહેલાઈથી પહોંચી શકે. આ ગોળી ૨૪ કલાકમાં એક જ વાર લઈ શકાય. પણ જો ઉત્તેજના એમ ને એમ જ સારી આવતી હોય અને ટકાવવામાં તકલીફ પડતી હોય તો દેશી વાયેગ્રા લેવાનો કોઈ જ મતલબ નથી.
એ માટે શીઘ્રસ્ખલનને રોકવા માટે ડેપોક્સિટિન ડ્રગની ૩૦ મિલિગ્રામની ગોળી લેવી જોઈએ. કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી એ મળી રહેશે. જોકે એ માટે ડૉક્ટરનું પ્રિãસ્ક્રપ્શન હોવું જરૂરી છે. તમારી સમસ્યા શું છે? ઉત્તેજના ન આવવી કે ન ટકવી? એ નક્કી થયા પછી તમારે કઈ દવાની જરૂર છે એ કહી શકાય. કોઈ પણ દવા લેવાનું શરૂ કરતાં પહેલાં ડૉક્ટરને કન્સલ્ટ કરી લેવાનું બહેતર છે.