મહિલાઓનાં હોઠથી પણ જાણી શકો છો તેમાં અંગત સ્વભાવ વિશે……
સમુદ્રશાસ્ત્રમાં એવી કેટલીયે વિદ્યાઓ છે જેના દ્વારા જાણી શકાય છે કે વ્યક્તિનું કેવું વ્યક્તિત્વ હશે. આ તમામમાં હોઠ ખુબજ મહત્વ ધરાવે છે. કોઈ મહિલાના હોઠ પરથી તેના ચરિત્ર અંગે જાણી શકાય છે. આજે આપણે આવા જ કેટલાક લક્ષણો અંગે જાણીશું.
મિત્રો કાળા હોઠ ધરાવતી મહિલાઓ.કાળા હોઠ ધરાવતી મહિલાઓ બુદ્ધિમાન, અભ્યાસમાં ઝડપી આગળ વધનાર, વાર્તાલાપમાં પાછી ન પડે તેવી હોય છે. આવી મહિલાઓને તર્કમાં જીતી શકાતી નથી. લાલ હોઠવાળી મહિલાઓ.લાલ હોઠ ધરાવતી સ્ત્રીઓ સુંદર તેમજ બુદ્ધિમાન પુત્ર રત્ન પ્રાપ્ત કરનાર હોય છે. ગ્રહ કાર્યોને લઈને તેની અદ્ભુત સિદ્ધિ હોય છે. આવી મહિલાઓ પોતાના ઘર પરિવારને ખુબજ સારી રીતે સંભાળતી હોય છે. જો તે વધારે શિક્ષણ લે તો તેનામાં અભિમાનની ભાવના વધી જતી હોય છે.
મિત્રો મોટા હોઠવાળી મહિલાઓ.જે સ્ત્રીઓના હોઠ મોટા હોય તેવી સ્ત્રી ઝઘડાવાળી હોય છે. આવી મહિલાઓ ગુસ્સાથી ભરપુર હોય છે. તે પોતાના તુંડ મિજાજને લઈને આસપાસ જાણીતી હોય છે. તણાવથી ભરપુર અને ખુબજ આવેશ વાળી હોય છે. આજ કારણે ઘણી વખત તેણે એકલતાથી રહેવાનો સમય આવે છે.
પાતળા હોઠવાળી મહિલાઓ.આવી મહિલાઓ ખુબજ મહત્વકાંક્ષી હોય છે. પોતાની કેરિયરને લઈને ખુબજ સકારાત્મક હોય છે. તેમને પતિ પ્રત્યે સહાનુભૂતિ હોય છે. આવી મહિલાઓ ઓફિસ અને ઘરને ખુબજ સારી રીતે ચલાવી લે છે. આ જ તેનો સૌથી મોટો ગુણ છે.
મિત્રો હોઠ ઉપર તલવાળી મહિલાઓ.આવી મહિલાઓ કામ પ્રત્યે ખુબજ લગન ધરાવતી હોય છે. પોતાના મક્કમ ઇરાદાથી ગમે તેટલી મુશ્કેલીઓ સામે અડીખમ ઉભી રહે છે. સામાજીક ક્ષેત્ર સાથે જોડાયેલી હોય છે. પોતાની બુદ્ધિ ક્ષમતાથી કપરા કામો પાર પાડી દે છે. સૌદર્ય સાથે બુદ્ધિ પણ એટલી જ હોય છે.
સામુદ્રિક શાસ્ત્ર મુજબ સ્ત્રીના હાવભાવ.ઊભરતી અર્થવ્યવસ્થા અને આધુનિકતા તરફ વધતાં પગલાંની સાથે સાથે ઘણી પ્રાચીન વિદ્યાઓને પણ આપણે સંભાળીને રાખી છે, જેમાંથી એક છે સામુદ્રિક શાસ્ત્ર, જેને લક્ષણશાસ્ત્ર તરીકે પણ ઓળખાય છે.
સમુદ્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ વિદ્યા મુજબ વ્યક્તિનો ચહેરો તેના ચરિત્ર અને તેના બહારના વ્યક્તિત્વ તેમ જ તેના અંદરના ભાવોને વ્યક્ત કરવા માટે પૂરતો છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સમાન ભાવ અને વિશેષતા, સ્ત્રી-પુરુષના અલગ-અલગ સ્વભાવને દર્શાવે છે. તો ચાલો જાણીએ સામુદ્રિક શાસ્ત્ર મુજબ સ્ત્રીના હાવ-ભાવ અને ચહેરો તેના વિશે શું કહે છે.
દેહ.સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે સ્ત્રીનો દેહ ફૂલ જેવો કોમળ હોય તો તે ઈશ્વરની કૃપાથી જીવનભર સ્વસ્થ રહેશે. તેને જીવનમાં ક્યારેય શારીરિક કષ્ટોને સહન નહીં કરવા પડે.ભ્રમર.જે સ્ત્રીની ભ્રમર નાની અને સમાન હોય છે તે પ્રામાણિક અને ચરિત્રવાન હોય છે. ચહેરો.જે મહિલાનો ચહેરો પ્રાકૃતિક તેજવાળો હોય છે અને આંખો મોટી-મોટી હોય છે તે સ્ત્રી ખુશમિજાજ હોય છે, પરંતુ સાથે જ તે પોતાની આસપાસના વાતાવરણ અને લોકોને પણ ખુશહાલ રાખે છે.
મસ્તક.જે મહિલાના મસ્તક પર પાંચ રેખાઓ હોય છે તેનું આયુષ્ય વધુ હોય છે અને સાથે જ તેની વિચાર શક્તિ ઘણી તેજ હોય છે.
ગોળાકાર હોઠ.ગોળ આકાર અને મોટા હોઠવાળી મહિલાઓ એક સારું જીવન જીવે છે. તેના જીવનમાં કઠણાઈઓ ઘણી ઓછી આવે છે.
મોટો હોઠ.જે મહિલાનો ઉપરનો હોઠ મોટો હોય છે તે ઝઘડાળુ સ્વભાવની હોય છે, તેનો ગુસ્સો ઘણો તેજ હોય છે.ઊંચાઈ.ઘણી નાની કે સામાન્યથી વધુ ઊંચાઈની મહિલા બોલવાથી વધુ છુપાવવામાં વિશ્વાસ કરે છે. તે પોતાની વાતો માત્ર સમય આવ્યે જ જાહેર કરે છે.
આંખો અને વાળ.જે મહિલાઓની આંખો કે વાળનો રંગ પીળો હોય છે, તે જરૂર કરતાં વધુ મોટી કે પાતળી હોય છે, તે ગુસ્સાવાળા સ્વભાવની હોય છે.
મોટી ગરદન.ભ્રમરો અને મોટી ગરદનવાળી સ્ત્રીઓના લગ્ન કોઈ શાંતિપ્રિય પુરુષ સાથે ન કરવા જોઈએ, કેમકે આવી સ્ત્રી શાંતિમાં નહીં પરંતુ લડાઈ-ઝઘડામાં લિપ્ત રહે છે.ગોરી અને કોમળ ત્વચા.ગોરી અને કોમળ ત્વચા ધરાવતી મહિલાઓ, જેના નીચેના હોઠ ગુલાબી હોય છે તે સ્વભાવે શાંત હોય છે.
ચાલ.જે મહિલાઓની ચાલ સામાન્ય હોય છે, એટલે કે બહુ ઝડપી કે બહુ ઢીલી ન હોય તેને બુદ્ધિમાન અને વિવેકશીલ સાથી મળે છે.
પ્રાકૃતિક સુગંધ.ઘણી સ્ત્રીઓ એવી હોય છે જેમના શરીરમાંથી પ્રાકૃતિક સુગંધ આવે છે. જે સ્ત્રીના શરીરમાંથી કમળના ફૂલ કે ચંદન જેવી સુગંધ આવતી હોય તેનું ભાગ્ય ઘણું તેજ હોય છે.