અશક્યને શક્ય બનાવે એ માં મોગલ,એક ભક્તની માત્ર 24 કલાક માં મોગલે માનતા પુરી કરી,પછી મણીધર બાપુ એ શુ કહ્યું જાણો..
આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે.
માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.
મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.
માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.
માં મોગલના પરચા તો અપરંપાર છે, મા મોગલના દર્શન કરવા માત્રથી ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે, અને ભક્તોની મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતી હોય છે.
થોડા સમય પહેલા એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો જેનું નામ ભગવતીબહેન છે, તેઓએ જણાવ્યુ હતુ કે, મારુ એક કામ અશક્ય હતું પણ મા મોગલે શક્ય કર્યું છે, એ પણ 24 કલાક પહેલા પૂર્ણ કર્યું છે.
એટલે હું માં મોગલ ની 15,000 રૂપિયાની માનતા હતી તે પૂરી કરવા માટે આવ્યો છું. આ વાત સાંભળતા જ મણિધર બાપુ એ કહ્યું કે, બેટા,મા મોગલે તારી માનતા 131 ગણી સ્વીકારી છે.
આ પૈસા તમારી દીકરી અને નણંદ બંનેને અડધા અડધા આપી દે જે, મા મોગલ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. માનતા પૂર્ણ કર્યા પછી ભગવતીબહેને મણિધર બાપુ અને માં મોગલના આશીર્વાદ લીધા.
મણિધર બાપુએ કહ્યું હતું કે, માતામાં શ્રદ્ધા રાખો, તમને કઈ થવા દેશે નહીં. અમે ઘણી વખત જોયું છે કે મોગલમાં શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસથી ભક્તોનું કાર્ય પૂર્ણ થાય છે