આજે સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પડી શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ, જાણો આ આગાહી વિશે…..
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા, સુરત, વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો બીજી તરફ ભરુચ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ, સાહરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ જામનગર, ખેડા, મોરબી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે.
પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં છુટા છવાયા વરસાદની સંભાવના છે. મોટાભાગે સામાન્ય વરસાદ રહેશે જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. હાલ ગુજરાતમાં વરસાદી સિઝનને કારણે સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત તરફ અપર લેવલમાં છે, જેના કારણે વરસાદી માહોલ રહેવાની શક્યતા પ્રબળ છે.
જો કે રાજસ્થાન તરફ એક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યુ છે જેના પગલે શુક્રવારે સામાન્ય વરસાદ પડી શકે છે. તાપમાનની જો વાત કરીએ તો કાલે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જામનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.