website

websiet

ajab gajab

એક છોકરીની સુંદરતા એ ૮૪ ગામોને એક જ રાતમાં સ્મશાન ઘાટ બનાવી દીધા, તેના પાછળનું કારણ જાણીને ચોંકી જશો…

એક છોકરીની સુંદરતા એ તેના આખા ગામને સ્મશાન બનાવી દીધું હતું.આ વાત થોડી અજીબ છે પણ સાચી છે. આજે પણ આ ગામ ખંડેર અવસ્થામાં હયાત છે.કહેવામાં આવે છે કે પ્રેમ માણસને આંધરો બનાવી દે છે અને તેને પામવા માટે માણસ પોતાનું બધું લૂંટાવી દે છે.અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે જેસલમેરમાં સ્થિત કુલધરા ગામની છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામ છેલ્લા 170 વર્ષથી ખંડેર અવસ્થામાં છે. કુલધરા ગામ એવું છે કે આ ગામમાં જવાના નામથી જ લોકોના પરસેવા છૂટી જાય છે.

કુલધરા ગામના લોકો 170 વર્ષ પહેલા ખુબજ ખુશી થી પોતાનું જીવન જીવતા હતા. આ ગામના પુજારીની એક છોકરી હતી અને તેની સુંદરતા આખા રાજ્યમાં પ્રખ્યાત હતી અને પુજારીની છોકરી પર રાજ્યના દીવાન સાલમ સિંહની ખરાબ નજર પડી ગઈ હતી. તે કોઈ પણ રીતે તેને પામવા માંગતો હતો. સાલમ સિંહ આ છોકરીને પામવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ તે ના માની અને સાલમ સિંહે ગામના લોકોને કયું કે હું તમને થોડા દિવસનો સમય આપું છુ

આ છોકરીને મનાવવાનો જો તે ના માનીતો આખા ગામને સ્મશાન બનાવી દઈશ. ગામના લોકોએ પોતાના આત્મ સન્માન બચાવવા માટે ગામના 5000 લોકોએ ગામ રાતો રાત ખાલી કરી દીધું અને જતા જતા ગામના બ્રાહ્મણોએ આ ગામને શ્રાપ આપ્યો હતો ત્યારથી આ ગામ ખંડેર અવસ્થામાં છે. જે પણ લોકો ભૂલથી આ ગામમાં રાતે ગયા છે. તે લોકોને એવા અનુભવ થયા છે કે તે પોતાની બચેલી જિંદગી કોઈ દિવસ પાછા આ ગામમાં નહિ આવે.

ત્યારબાદ મિત્રો આવુ જ અન્ય ગામ છે જેના વિશે માહિતી મળી છે તો ચાલો મિત્રો જાણીએ.આપણો દેશ પરંપરાઓનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે. આપણા દેશનો ખૂબ જ ભવ્ય ઇતિહાસ છે. આપણા દેશનો એટલો લાંબો ઇતિહાસ છે કે દરેક વ્યક્તિને દરેક વાતો જાણવી હોય છે પણ જાણી શકતા નથી. આપણા ઇતિહાસની એવી કેટલીય ઘટનાઓ છે કે જે અત્યારે ભુલાઈ ચુકી છે. ત્યારે આવા જ એક ભુલાઈ ગયેલા ઇતિહાસના પાનામાંથી દફન થઇ ગયેલા એક ગામ વિશે આજે વાત કરીશું કે જે રાતોરાત ખાલી થઇ ગયું હતું અને આજે પણ આ ગામમાં જઈને કોઈ રહી શકતું નથી.

આ ગામના રાતોરાત વેરાન થઇ જવા વિશે લોકોને આજે પણ જાણકારી નથી. આ ગામનું નામ છે કુલધરા, રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું કુલધરા ગામ. આ ગામ છેલ્લા 170 વર્ષથી વેરાન છે. કુલધરા એવું ગામ છે કે જે એક જ રાતમાં વેરાન થઇ ગયું અને સદીઓથી લોકો આજ સુધી નથી સમજી શક્યા કે આખરે આ ગામ વેરાન થઇ જવાનું રહસ્ય શું છે.લગભગ 200 વર્ષ પહેલા સુધી કુલધારા વેરાન ઉજ્જડ નહિ પણ ભર્યું-ભાદર્યું ગામ હતું, અને એની આસપાસના 84 ગામમાં પાલીવાલ બ્રાહ્મણો વસ્યા હતા.

અને પછી એક દિવસે કુલધરાને રિયાસતના દીવાન સાલમસિંહની ખરાબ નજર લાગી ગઈ. ઐયાશ દીવાન સાલમસિંહની ખરાબ નજર ગામની એક સુંદર છોકરી પર પડી ગઈ.દીવાન એ છોકરીની પાછળ એવી રીતે પાગલ થઇ ગયો હતો કે એને કોઈ પણ રીતે એ છોકરીને મેળવવી જ હતી.

એ છોકરીને મેળવવા માટે તે હાથ ધોઈને બ્રાહ્મણોની પાછળ પડી ગયો અને હદ તો ત્યારે થઇ ગઈ હતી જયારે સત્તાના જોરે દીવાન સાલમસિંહે એ છોકરીના ઘરે સંદેશો મોકલાવ્યો કે જો આવતી પૂનમ સુધીમાં એ છોકરી અને નહિ મળી તો એ ગામ પર હુમલો કરીને છોકરીને ઉઠાવી જશે.

સાલેમસિંહે એ છોકરી સાથે લગ્ન કરવા માટે ગામના લોકોને થોડા દિવસનો સમય આપ્યો અને ધમકી આપી, અને એ પછી ગામની આસપાસના 84 ગામના પાલીવાલ બ્રાહ્મણો મંદિર પાસે ભેગા થયા અને 5000 પરિવારોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે કઈ પણ થઇ જાય, પણ પોતાની દીકરી એ દીવાનને નહિ જ સોંપે.

ગામના લોકો માટે હવે આ વાત એક કુંવારી છોકરીના સન્માનની અને ગામના આત્મસન્માનની વાત હતી. જેથી બેઠકમાં નિર્ણય લીધો કે પોતાના સન્માન માટે રિયાસત છોડીને જતા રહેવું. અને પછીની સાંજે આ ગામ એવી રીતે વેરાન થઇ ગયું કે આજે પણ આ ગામની સરહદમાં પક્ષીઓ પણ દાખલ નથી થતા.

એ વખતે એક જ સાથે 84 ગામો ખાલી થઇ ગયા હતા.એવું કહેવાય છે કે ગામને છોડીને જતા સમયે એ બ્રાહ્મણોએ આ ગામને શ્રાપ આપ્યો હતો. પસાર થતા સમયની સાથે જ 82 ગામ તો ફરીથી વસી ગયા, પણ હજુ કુલધરા અને ખાભા આ બે ગામો એવા છે કે જે કોશિશો કરવા છતાંય આજ સુધી આબાદ નથી થયા. આ ગામ હવે ભારતીય પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. આ ગામને રોજ દિવસના અંજવાળામાં સહેલાણીઓ માટે ખોલવામાં આવે છે.

ટુરિસ્ટ પ્લેસમાં બદલાઈ ચૂકેલા આ ગામની મુલાકાતે આવનાર લોકોનું કહેવું છે કે અહીં રહેનારા પાલીવાલ બ્રાહ્મણોની આહટ તેમને આજે પણ સંભળાય છે. તેમને સતત એવું લાગ્યા કરે છે કે કોઈ તેમની આસપાસ ચાલી રહ્યું છે. પ્રશાસને આ ગામના પાદરે એક દરવાજો બનાવ્યો છે, જેનાથી ગામમાં દિવસે પ્રવાસીઓ આવે છે પણ રાતે આ દરવાજાની પાર જવાની કોઈ હિમ્મત કરતુ નથી. આસપાસના લોકોનું માનવું છે કે રાતે આ ગામમાં કોઈ રોકાતું નથી, જો કોઈ રોકાય જાય છે તો તેઓ અકસ્માતનો શિકાર થાય છે.

કુલધરામાં એક મંદિર આવેલું છે જે આજે પણ શ્રાપથી મુક્ત છે. સાથે જ એક વાવ પણ છે જેનું પાણી એ સમયે પીવા માટે વપરાતું હતું. એક શાંત ગલીમાં કેટલીક સીડીઓ નીચે ઉતરે છે, કહેવાય છે કે સાંજ ઢળ્યા બાદ અહીં અવારનવાર કેટલાક અવાજો સંભળાય છે. લોકોનું માનવું છે કે એ અવાજો એ સમયના બ્રાહ્મણોનું દુઃખ છે જે તેમને ભોગવ્યું હતું. ગામમાં કેટલાક મકાનો છે કે જ્યા પડછાયાઓ જોવા મળે છે.

દિવસના સમયે આ બધું જ ઇતિહાસની એક વાર્તા જેવું લાગે પણ સાંજ પડતા જ આ ગામના દરવાજાઓ બંધ થઇ જાય છે અને પછી આ ગામ એક રહસ્યમયી ગામ બની જાય છે. કેટલાક વર્ષો પહેલા એક પેરાનોર્મલ સોસાયટીની ટીમે આ ગામમાં રાત વિતાવી હતી અને આ ટીમે પણ જણાવ્યું હતું કે આ ગામમાં કશુંક અસામાન્ય તો છે. સાંજના સમયે જયારે તેમને ડ્રોન કેમેરો ગામની તસ્વીરો લઇ રહ્યો હતો ત્યારે વાવ પાસે આવતા જ કેમેરો હવામાં ફંગોળાઈને પડી ગયો હતો.

જાણે કે ત્યાં કોઈ એવું હતું કે જેને એ કેમેરો પસંદ ન હતો.ભલે અહીંથી હજારો પરિવારો પલાયન કરી ગયા હોય, રાતોરાત ગામ વેરાન થઇ ગયું હોય પણ હજુ પણ આજે અહીં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. ઇતિહાસકારોનું કહેવું છે કે પાલીવાલ બ્રાહ્મણોએ પોતાની સંપત્તિમાં જે સોનુ-ચાંદી અને હીરા-જવેરાત હતા એ જમીનની અંદર દબાવીને રાખ્યા હતા.આ જ કારણ છે કે અહીં જે કોઈ પણ આવે છે એ ગામમાં ઠેક-ઠેકાણે ખોદકામ કરવા લાગે છે. એ આશાએ કે કદાચ તેમને એ દાટીને રાખેલું સોનુ મળી જાય. એટલે જ ગામમાં જગ્યાએ-જગ્યાએ ખોદકામ કરેલું જોવા મળે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *