website

websiet

News

11 હજાર રૂપિયા લઇને યુવક પોહચ્યો મોગલ ઘામ, ત્યારે મણીધર બાપુએ યુવકને આપ્યો આવો ઉપદેશ…

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે પણ મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે. આથી મોગલધામ ભકત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. અહીં દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.

તેથી આજે પણ ભગુડામાં સાક્ષાત મોગલ બિરાજમાન છે. ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર.આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે. માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે. મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.

કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે. થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 11,000 રૂપિયા લઈને મોગલ ધામ આવ્યો હતો.

ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે, દીકરા તે શેની માનતા માની છે. ત્યારે યુવકે 11 હજાર રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કર્યા અને કહ્યું મે એક માનતા રાખી હતી તે પૂરી થઈ ગઈ છે એટલે હું આ પૈસા અર્પણ કરવા આવ્યો છું.

મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા 11 હજાર રૂપિયાની અંદર એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા. અને કહ્યું કે, આ પૈસા તું તારી બહેનને આપી દેજે મા મોગલ હંમેશા રાજી થશે.મણીધર બાપુએ યુવકને કહ્યું કે, આ કોઈ ચમત્કાર નથી, પરંતુ મા મોગલ ની ઉપર રાખેલા વિશ્વાસના કારણે તમારું કામ પૂરું થયું છે.

મા મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો, માં મોગલ બધા જ ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે, અને એટલું જ નહીં મા મોગલ ને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી માં મોગલ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી.

જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *