website

websiet

ajab gajab

એક વ્યક્તિની માનતા પૂરી થતાં મણિધર બાપુને 1100 રૂપિયા આપ્યા તો બાપુએ કહ્યું આવું…

કળિયુગ મા મોગલ અનેક પરચા બતાવ્યા છે અને તેમના ભક્તોને કોઈ દિવસ ખાલી હાથે પાછા જવા દેતું નથી અને ફક્ત મોગલ નું નામ લેવાથી દરેક લોકોના કામ થઈ જતા હોય છે. માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે.

અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.માં મોગલના પરચા છે અપરંપાર જે વ્યકતિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે. તે વ્યકતિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું.

માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે. એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો.

એક યુવકમાં મોગલના કાબરાઉ ધામે પોતાની માનતા પુરી કરવા માટે આવ્યાં હતાં તો તેને મણિધર બાપુને માનતાં ૧૧૦૦ રૂપિયા આપ્યા.તો બાપુએ કહ્યું કે શેની માનતાં હતી.

તો યુવકે કહ્યું કે મને ગણા સમયથી છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો. મેં દવાઓ પણ લીધી પણ મને કોઈપણ જાતનો ફરકના પડ્યો.ત્યારે મેં માં મોગલની માનતાં લીધે અને માં મોગલની માનતાં લીધી પછી તરત જ તકલીફ ઓછી થઇ ગઈ અને અત્યારે મને સારું છે.ત્યારે મણિધર બાપુ કે કહ્યું કે પહેલા દવા અને પછી દુઆ.

કઈ પણ થયા પહેલા દવા લેવાની અને સાથે સાથે મા મોગલ પર વિશ્વાસ રાખવાનો જેનાથી સારું થઇ જશે. અંધશ્રદ્ધામાં કયારેયના માનવાનું.એમાં કહીને મણિધર બાપુએ તે ૧૧૦૦ રૂપિયામાં ૧ રૂપિયો ઉમેરીને તે યુવકને પૈસા પાછા આપ્યા જે માં મોગલે તારી માનતાં ૧૦ ઘણી સ્વીકારી છે. આ પૈસા તારી દીકરીને આપી દેજે માં મોગલ ખુબજ ખુશ થશે. માં મોગલ તો આપનારા છે તેને તમારા રૂપિયાની કોઈ જરૂર નથી.

આવાજ એક પરચા વિશે વાત કરીએ તો એક મહિલા મણિધર બાપુ પાસે પોતાની માનતા લઈને આવી. મહિલાએ મણિધર બાપુને કહ્યું કે બાપુ મારા લગ્નના ૧૦ વર્ષ થઇ ગયા છે અને અને આ ૧૦ વર્ષમાં સંતાન સુખ માટે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે.

દવાખાના આંટા ફેરા કરીને થકી ગયા છીએ તો પણ આજ સુધી આમરી સંતાનની ઈચ્છા પુરી નથી થઇ. હવે થાકીને અમને માં મોગલનો જ આશરો દેખાઈ રહ્યો છે.તો મણિધર બાપુએ મહિલાને કહ્યું કે બેટા માં મોગલ પર અતૂટ વિશ્વાસ રાખજે પણ જરાય અંધશ્રદ્ધા નહીં રાખતી અહીં વિશ્વાસથી કામ થાય છે ચમત્કાર નથી થતા.

બેટા તું એક છોડીને એક એમ ત્રણ મંગળવાર ભરજે અને ૨૫ વાર ખોબામાં પાણી લઈને પી લેજે માં મોગલ તારી બધી જ મનોકામના પુરી કરશે.

માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા ઘરે જરૂરથી સંતાન થશે અને તમને માતા પિતા બનવાનું સુખ મળશે. આટલું સાંભળીને મહિલા ખુબજ ખુશ થઇ ગઈ અને તેને વિશ્વાસ થઇ ગયો કે માં મોગલ મારી ઈચ્છા જરૂરથી પુરી કરશે. અહીં વિશ્વાસથી જ કામ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *