website

websiet

ajab gajab

હસ્તમૈથુન મારા પેનીસની ચામડી ઉપર તરફ સરકતી નથી યોગ્ય જવાબ આપો…

સવાલ:મારા લગ્ન હજી થયા નથી. હું દરરોજ માસ્ટરબેશન કરું છું, જયારે હું હસ્તમૈથુન કરું છું ત્યારે મારા પેનિસમાં કોઈ દુખાવો થતો નથી. પરંતુ મારા પેનિસની ઉપરની ચામડી નીચે સરકતી નથી, તો શું મને ભવિષ્યમાં ક્યારેય મારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા તો નહિ આવે ને? મને એના કારણે ખુબ જ ટેન્શન રહે છે. હું શું કરું મને જણાવશો.

જવાબ:સામાન્ય રીતે દરેક પેનિસ પર ચામડી સરખી જ હોય છે કે જ્યારે પેનિસ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે ચામડી એની આગળના ભાગને ઢાંકી રાખે છે અને જ્યારે પેનિસ ઉત્તેજનામાં વધારો થાય તો ચામડી પાછળ ખેંચાઈને પેનિસના આગળના ભાગને બહાર આવવા દે છે. હા ક્યારેક એવું બની શકે છે કે પેનિસના આગળની ચામડી નરમ અને સ્થિતિસ્થાપક ન રહે.

એટલા માટે જયારે ઉત્તેજના માં વધારો થાય ત્યારે પેનિસ પણ પાછળ ખેંચાતું નથી. જો તમને દુખાવો ન થાય તો એના કારણે કોઈ સમસ્યા ન થઇ શકે. જ્યારે પત્ની સાથે સે@ક્સ કરો ત્યારે તમારું સીમન આગળની ચામડીમાં રહે છે અને પછી ધીમે ધીમે પત્નીની વજાઈનામાં જઈ શકે છે. એમાં સંતાન થવાની શક્યતા ઓછી રહે છે. છતાં પણ ડોક્ટરની સલાહ લઈને જો આગળની ચામડી દૂર કરવાનું ઓપરેશન કરવાનું કહે તો તેની સલાહ માનવી.

સવાલ:મારા લગ્ન ૧ વર્ષ પહેલા થયા છે. મારા લગ્ન પછી પણ હું મારી ગર્લફ્રેન્ડને ભૂલી શક્યો નથી અને મારી પત્નીને પણ ખુશ કરી શકતો નથી, હું શું કરું મને કઈ સમજાતું નથી, કેમ આવું થાય છે મારા જોડે, હું ઘણી વાર મારી ગર્લફ્રેન્ડને ભૂલવાની કોશિશ કરું છું. છતાં પણ એને ભૂલી નથી શકતો..

જવાબ:ભાઈ જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે તેમાં તમે તમારી પત્નીને પ્રેમ કરીને એની સાથે ખુશ રહેતા શીખો. તેને જ બધા કરતા સુંદર સ્ત્રી સમજીને તમે આગળ વધો, હવે નક્કી કરવું પડશે અને એ રીતે જીવન જીવો, નહિ તો પછી તમે અને તમારી સાથે તમારી પત્ની પણ ખુશ નહિ રહી શકે. એટલા માટે સારું એ જ છે કે તમે જે વર્તમાન છે તેમાં ખુશ રહો.

સવાલ.હું ૨૧ વર્ષની યુવતી છું અને છેલ્લાં બે વર્ષથી ચોવીસ વર્ષના એક યુવાનના પ્રેમમાં છું. સમસ્યા એ છે કે મારો બોયફ્રેન્ડ હતાશ થઈ ગયો છે. તેની દાઢી પર તથા છાતી પર પૂરતા વાળ ન હોવાથી તે નાનમ અનુભવે છે. આ સમસ્યાને કારણે તેનું મન એકાગ્ર થઈ નથી શકતું. મેં વાળના બહેતર વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર વિશે વાંચ્યું છે, પરંતુ એના કોઈ નિષ્ણાત વિશે નથી જાણતી. મને એવા ડૉક્ટરોનાં સરનામાં આપવા વિનંતી. મારે એ પણ જાણવું છે કે આ ઉપચારથી કોઈ આડઅસર થાય છે?

જવાબ.હું ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર લેવાની સલાહ નથી આપતો, કારણ કે શરીરમાં થતા રહેતા પોષક પદાર્થોના રાસાયણિક પરિવર્તનને લગતો (મેટાબોલિક) અને વૈદકીય (ક્લિનિકલ), પુરાવો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ન દર્શાવતો હોય તો આ સારવારથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે.

તમે હજી લગ્ન ન કર્યાં હોવાથી અને તમને બાળકો ન હોવાથી હું તમને ટેસ્ટોસ્ટેરોન લેવાની સારવારથી દૂર રહેવાની. ભલામણ કરું છું, કેમ કે એનાથી વીર્ય કે ધાતુ ખૂબ ઘટી જાય છે. એ માટે બીજા બહેતર વિકલ્પો છે. તમે કોઈ મેડિકલ કોલેજમાં એન્ડોક્રાઈનોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને સારવાર લઈ શકો છો.

સવાલ.મારી ઉંમર ૩૫ વર્ષની છે. છેલ્લાં ત્રણ વર્ષથી મારું શિશ્ન ઉત્થાન અવસ્થામાં સહેજ વાકું વળી જાય છે. શું એ સીધું થઈ શકે? મને સલાહ આપશો.

જવાબ.તમારા શિશ્નમાં છારી બાઝી ગઈ નથીને એ વિશે તમે ડોપલર એકઝામિનેશન કરાવી લો. આધુનિક તબીબીશાસ્ત્રમાં આ સમસ્યા વિશે સર્જરી સિવાય વિશેષ કોઈ ઉકેલ નથી. આવી પરિસ્થિતિમાં ઓલ્ટરનેટિવ મેડિસિન ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

સવાલ.હું ૨૭ વર્ષનો છું. ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધતી વખતે પ્રેગ્નન્સીની ચિંતા રહ્યાં કરે છે. મારા મેરિડ ફ્રેન્ડ્સનું કહેવું છે કે ડોગી પોઝિશનમાં સમાગમ કરીને બહાર વીર્યસ્ખલન કરવાથી પ્રેગ્નન્સીનું રિસ્ક ઘટી જાય છે. શું આ સાચું છે? એક વાર અમે અબોર્શન કરાવી ચૂક્યા હોવાથી ફરી રિસ્ક લેવું મુશ્કેલ છે.

પાછળથી વજાઈનામાં પેનિટ્રેટ કરતાં ફાવતું નથી એટલે એનલ સેક્સ જ થઈ શકે છે. એ પોઝિશનમાં સમાગમ કરવાથી તેને વધુ દુખાવો થાય છે. જોકે એ પોઝિશનમાં પ્રેગ્નન્સીની શક્યતા નહીંવત હોવાથી અમે ઘણી વાર એમાં જ સમાગમ કરીએ છીએ. એનલ સેક્સમાં પેઈન ઘટાડવા શું થઈ શકે? ડોગી પોઝિશનમાં વજાઈનલ સેક્સ કરી શકાય એ માટે શું કરી શકાય?

જવાબ.તમે એક વાત સમજી લો કે પ્રેગ્નન્સી રહેવાને અને સમાગમની પોઝિશનને કોઈ જ લેવાદેવા નથી. એટલે જ પ્રેગ્નન્સીથી બચવા સમાગમની પોઝિશન બજલવાથ કોઈ ફરક નહીં પડે. તમે કોઈ પણ પોઝિશન અપનાવીને વીર્યસ્ખલ બહાર કરો તો પણ પ્રેગ્નન્સી ૧૦૦ ટકા ટળતી નથી.

તમારે અનવોન્ટેડ પ્રેગ્નન્સી ટાળવી હોય તો કોન્ડોમ ઈઝ ધ બેસ્ટ ઓપ્શન. માટે પરાણે પાછળથી યોનિપ્રવેશ કરાવવાની કોઈ જરૂરિયાત નથી. કૉન્ડોમ વાપરો અને જો વારંવાર ફાટી જવાની કે સરકી જવાની તકલીફ થતી હોય તો ગર્લફ્રેન્ડને ઓરલ કોન્ટ્રોસેપ્ટિવ પિલ્સ લેવાનું કહો.એનલ સેક્સ પીડાદાયક હોવા છતાં પ્રેગ્નન્સી ટાળવા માટે થઈને એ કરવું યોગ્ય નથી.

વ્યક્તિ સેક્સ માણે છે આનંદ મેળવવા માટે, પણ જો પીડા થતી હોય તો એ સમાગમનો આનંદ ક્યાંથી અનુભવાશે? તમે એનલ સેક્સ કરવાના હો તો પણ કોન્ડોમ વાપરવું મસ્ટ છે, નહીંતર એનાથી ઈન્ફેક્શન્સ અને ચીરા પડવાની સમસ્યા થઈ શકે છે. સેક્સ-પોઝિશનમાં વેરિએશન માણવું હોય તો બન્ને પાર્ટનરની બોડી-ફ્લેક્સિબિલિટી સારી હોવી જરૂરી છે. જો ન હોય તો નિયમિત સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરીને પગ અને કમરના સ્નાયુઓને કસરત આપો.

સવાલ.મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં પણ તેઓ સમાગમ પહલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી. ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે. મને એ વાતની ચિંતા છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને? શું પતિને આ વાતની જાણ કરું.

જવાબ.સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી, પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય. જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે. તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો. તે તમારી સંતૃષ્ટિનું જરૂર ધ્યાન રાખશે.

સવાલ.હું ૨૧ વર્ષની યુવતી છું. મારા મામાના છોકરાને પ્રેમ કરું છું. કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી. તેને આ વાતની જાણ ન થવા દીધી.તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું. તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી. તેથી મેં ના પાડી દીધી.આ વાતને એક વર્ષ થઈ ગયું છે, ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે.

અમારા ઘરે તો આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી.હવે તેના ક્યાંક બીજે લગ્ન થવાના છે. આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહીં આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું.એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો. તમે પણ તેને ભૂલવાનો પ્રયત્ન કરો. સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સામંજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે

સવાલ.હું ૩૮ વર્ષનો સૈનિક છું. મારા લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. અમે બંને પતિપત્ની વધારે કામુકવૃત્તિના છીએ. પત્ની ૧૩ વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુન કરતી આવી છે. તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચરિત્ર પર શંકા જાય છે, પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચારવા કરતાં તો મરી જવું સારું.એવો કોઈ ઉપાય બતાનો કે જેનાથી હું મારી કામુકવૃત્તિ ઓછી કરી શકું. હું લશ્કરમાં હોવાને કારણે વર્ષે અમુક દિવસો માટે જ ઘરે આવી શકું છું.

જવાબ.સેક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે. તમે પોતે માનો છો કે તમારામાં સેક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સેક્સની ભાવના વધારે છે, તેથી તેનું ચારિત્ર સારું નહીં હોય. દામ્પત્યજીવન પતિપત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે. તેથી તેમાં શંકા જન્મવા ન દો. નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે. તમારી જેમ તમારી પત્નીને પણ શારીરિક સુખ બહુ ઓછું મળે છે તેથી પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે.જ્યાં સુધી જાતીય ઈચ્છા ઓછી કરવાની વાત છે તો પોતાની જાતને વધુમાં વધુ કામમાં વ્યસ્ત રાખો.

સવાલ.મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે. મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ.તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.એક યુવતી અમદાવાદ.

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ.હું ૨૭ વર્ષની છું. મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.એક મહિલા અમદાવાદ.

જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.

સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.

સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. તે રોજ સહવાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.એક યુવક ગુજરાત.

જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.મેં દસમા ધોરણની પરીક્ષા આપી છે. અમારા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મારી સારી મૈત્રી થઈ છે. અમે છાનામાના મળીએ છીએ તેનો ભાઈ અમને સાથે જોઈ ગયો હતો. તેણે તેના મમ્મી-પપ્પાને કહી દીધું હતું. હવે તેને તેઓ ઘરની બહાર એકલી મોકલતા નથી. તે ઘણી ઉદાસ લાગે છે. તેની આ દશા માટે હું મારી જાતને દોષ આપું છું. તેને મદદ કરવા મારે શું કરવું જોઈએ.

જવાબ.તેને મદદ કરવાની તમારી ઇચ્છા હોય તો તેનાથી દૂર રહો. તેના મમ્મી-પપ્પાએ આ યોગ્ય જ કર્યું છે. હમણા તમારા બન્ને ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે નાદાનીમાં લેવાઈ ગયેલું પગલું પસ્તાવાનું કારણ બની શકે છે. આ ઉંમર ભણવાની છે. રોમાન્સ કરવાની નહીં. આથી હમણા આ બધી ચિંતા છોડી ભણી-ગણી સારી કારકિર્દી બનાવી પગભર થવાનો વિચાર કરો. તમે છોકરીઓ સાથે મૈત્રી જરૂર બાંધી શકો છો. પરંતુ આ બાબતે ગંભીર બનવાની જરૂર નથી તમે એ છોકરીથી દૂર રહેશો તો ધીરે ધીરે એના પરિવારજનો તેમનો જાપ્તો હળવો કરતા જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *