હું 25 વર્ષની પરિણીતા છું.સમાગમ દરમિયાન મને ખૂબ દુખાવો થાય છે,પતિ પણ નિરાશ થઈ જાય છે શુ કરવું?.
સવાલ.હું ૨૮ વરસની છું. મારા લગ્નને પાંચ વરસ થયા છે. પરંતુ આટલા વરસ દરમિયાન મારા પતિ સાથે સમાગમ દરમિયાન મને ક્યારે પણ આનંદ મળ્યો નથી. આ કારણે હું ઘણી ટેન્શનમાં છું. અધુરામાં પૂરું હું ગર્ભવતી છું.
મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડશો.જવાબ:સમય ન ગુમાવતા કાઉન્સેલરની સલાહ લો. તેમજ તમારી શારીરિક સ્વસ્થતા અને ભવિષ્ય બાબતે તમારી લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. તમારે માર્ગદર્શનની જરૂર છે.
ઘણીવાર દંપતીને એકબીજા સાથે એડજસ્ટ થતા વાર લાગે છે પરંતુ તમારે કોઇ નિષ્ણાતની સલાહની જરૂર છે. તમે ગર્ભવતી છો. આઆ પરિસ્થિતિમાં ટેન્શનથી દૂર રહેવાની જરૂર છે. હવે તમારી સાથે તમારા સંતાનનો પણ વિચાર કરવાનો છે. કાઉન્સેલરની સલાહ તમને તમારું ભવિષ્ય નક્કી કરવામાં ઉપયોગી થશે.
સવાલ:હું ૨૫ વરસની છું. મારા અરેન્જ્ડ મેરેજ છે. મારા લગ્નને એક વરસ થયું હોવા છતાં અમારી વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ સ્થપાયો નથી. મારા પતિ સાથે વાત કરું તો તેઓ આ વાત ટાળી દે છે. હું મારા પતિને ઘણો પ્રેમ કરું છું.
તેઓ પણ ઘણા પ્રેમાળ છે. તેઓ હસ્તમૈથુન કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યું છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.જવાબ:શક્ય છે કે તેઓ સેક્સયુઅલ સંબંધ બાંધવામાં અસમર્થ હોય અને આ વાત તમને કેવી રીતે જણાવવી એ તેઓ સમજી શકતા નહીં હોય.
તેમને કોઇ ગંભીર સમસ્યા હોવી જોઇએ. જેની સારવાર જરૂરી છે. આમા અનુમાન કરવાને બદલે સમય ન ગુમાવતા તબીબી સહાયની જરૂર છે. તેમની સમસ્યા શારી-રિક કે માનસિક હોઇ શકે છે જેનો ઇલાજ થતા જ બધુ સામાન્ય બની જશે.
સવાલ:હું ૨૫ વરસની પરિણીત યુવતી છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે. અમને બે વર્ષની એક પુત્રી પણ છે. મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ.
પરંતુ અમને આમા સફળતા મળી નથી. સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે. અને મારા પતિનું લિંગ સખત થતું નથી. અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે. અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ:તમારે નિરાશ થવાની જરૂર નથી. આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી. ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે. આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે. આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે. તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.
સવાલ:હું ૧૯ વરસની છું. મને સ્વપ્નદોષની સમસ્યા સતાવે છે. છેલ્લા એક વર્ષથી હું આ સમસ્યાથી પીડાઉ છું. પહેલા મને હસ્તમૈથુનની આદત હતી. જે મેં છોડી દીધી છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય જણાવવા વિનંતી જવાબ;સ્વપ્નદોષ એ મૈથુનનો જ એક પ્રકાર છે.
તમને કોઇ બીમારી નથી. ચિંતા કરવાની જરૂર નથી. હસ્તમૈથુનની આદત હતી ત્યારે તમને સ્વપ્નદોષ થતો નહોતો. આ આદત બંધ કરી દેતા મનનો આવેગ સ્વપ્નદોષ દ્વારા દૂર થાય છે. આ સમસ્યા નથી અને આની કોઇ દવા નથી.
સવાલ:હું ૩૧ વરસની ડિવોર્સી છું. છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું. મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે. તેને બે સંતાન પણ છે. તે પણ મને પ્રેમ કરે છે. પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી. પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી. તે મને છોડી દેશે એનો મને ડર છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ:સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો. અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે. આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા. આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી.
આ કામ ઘણું મુશ્કેલ છે. એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે. હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો.
તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી. તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં. યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે. હાથે કરીને મુરખ બનો નહીં. તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.
સવાલ:હું એક એકવીસ વરસની યુવતી છું. બે મહિના પછી મારા લગ્ન છે. લગ્નના બે-ત્રણ વર્ષ સુધી અમને સંતાનની ઇચ્છા નથી. તો શું હું કોપર-ટી બેસાડી શકું છું? કે આ સિવાય બીજા સુવિધાજનક ગર્ભ-નિરોધક સાધન ઉપલબ્ધ છે?
યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.જવાબ:નવ વિવાહિત સ્ત્રીને કોપર-ટીનો ઉપયોગ નહીં કરવાની સલાહ ડૉક્ટરો આપે છે. સામાન્ય રીતે કોપર-ટી એક સંતાનના જન્મ પછી જ બેસાડી શકાય છે.
નવ પરિણીત યુગલ માટે સ્ત્રી ગર્ભ નિરોધક ગોળીનો ઉપયોગ કરે અથવા પુરુષ નિરોધ વાપરે એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગર્ભ નિરોધક ગોળીઓના ઉચિત પ્રભાવ માટે એને સહવાસના બે મહિના પૂર્વે ડૉક્ટરની સલાહ લઇ વાપરવાની શરૂઆત કરો.
સવાલ:હું ૧૬ વરસની છું. ૨૬ વરસના એક યુવક સાથે મને પ્રેમ છે. મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી. આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે.
પરંતુ હું આમ કરી શકતી નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વગર રહી શકું તેમ નથી. યોગ્ય સલાહ આપશો.જવાબ:આમ પણ તમે હજુ સુધી સગીર છો. આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી. આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી. એનો તમે ખુલાસો કર્યો નથી.