website

websiet

ajab gajab

કળીયુગમાં ભગુડામાં માં મોગલ હાજરાહજૂર બિરાજે છે, ગામમાં ક્યારેય તાળું નથી મારતા

ગુજરાતની પાવર ધરતી પર મોગલ માં નો પરચો ખૂણેખૂણે પથરાયેલા છે. માં મોગલ એક સમાજની માતા નથી તે તો  અઢારે વરણને વારે આવી છે. દરેક લોકો મોગલ માં ને ખૂબ જ માને છે આજે આપણે ભગુડા માં બિરાજમાન સાક્ષાત મોગલમાના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ.

મોગલ મા નુ જન્મ સ્થળ ભીમરાણા છે અને તેના પિતા દેવસુર ધાંધનીયા અને માતાનું નામ રાણબાઈ છે. જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે માં બોલતા ન હતા એવું કહેવાય છે. દરેક લોકો કહેતા કે મોગલ માં મૂંગા છે. ત્યાં ૪૫૦ વર્ષ જૂનો માતાજીનું સ્થાન છે. ભગુડા ધામ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું છે એવું કહેવામાં આવે છે કે જો સાચા દિલથી માનતા માનવામાં આવે તો તેની માનતા પુરી થાય છે ભગુડા ગામ ને મોગલ ધામ તરીકે ઓળખવામાં આવે છે.

તેની પાછળ એક ઈતિહાસ છે. અઢાર વર્ષની સુજાનબા પોતાના બાપુ માટે ભાત લઈને જાય છે ત્યારે પાછળથી ઘોડાનો અવાજ આવ્યો જેના કારણે તેણે રસ્તો કરી આપ્યો જેથી ઘોડેસવાર આગળ નીકળી શકે. પરંતુ ઘોડેસવાર આગળ ના નીકળ્યો અને દીકરીને ફરતે ગોળ ગોળ ફરવા લાગ્યો. અને ઘોડેસવારે સુજાનબાને પૂછું કે તું કોણ છે અને ક્યાં જાય છે? ત્યારે સુજાનબા કહ્યું કે હું મારા બાપુને ભાત આપવા માટે વગડામાં જાવ છુ. અને ઘોડેસવાર બોલ્યો કે આવા તારા રૂપ અને આવા તડકામાં તું તારા બાપ માટે ભાત લઈને જાય છે તે સારું ન લાગે આ રૂપ તો ખાલી હવેલી રાજાના બંગલામાં શોભે.

આ સાંભળીને સુજાનબા સમજી ગયા કે ઘોડે સવાર શું કહેવામાં આવે છે. એટલે સુજાન બોલ્યા કે દીકરીનું માગું નાખવું હોય તો તેના પાસે ન નખાય તેના બાપ પાસે નાખવાનું હોય. પછી સુજાનબા અને ઘોડેસવાર તેના બાપુ પાસે ગયા ત્યારબાદ સુજાનબા કહ્યું કે લગ્ન તો આપવા પડશે અને લગ્નની તિથિ આપીને કહ્યું કે આ તારીખે જાન લઈને આવજો.

જ્યારે બાપ દીકરી સાંજે ઘરે પહોંચ્યા ત્યારે પૂછ્યું કે શું વિચાર્યું છે ત્યારે સુજાનબાએ કહ્યું કે રાજપૂતને વિચારવાનું ન હોય નિર્ણય લઈ લેવાનો હોય. બાપુએ કહ્યું કે આપણે બાપ દીકરીને ઝેર પીવા સિવાય બીજો કોઈ રસ્તો નથી ત્યારે સુજાનબા કહ્યું કે સમુદ્ર બાજુ ધૂપ ફેરવતી એ નાનકડો કાળો કટકો રાખતી મારી માં છે. ત્યારે તેના બાપુએ કહ્યું કે તે બાજુ તો  દ્વારકા વાળો છે જ્યારે દ્રોપદીનો છેડો કેડ માંથી નીકળી ગયો હતો પછી ચીર પૂર્યા હતા પિતામહ જોઈ શકે હું ના જોઈ શકું.

આપણે મોતને મીઠું કરીએ ત્યારે સુજાનબા કહ્યું કે રાજપુતોની મર્યાદા પર સંગત પડે ત્યારે ચારણ ને યાદ કરવી પડે હે તે હંમેશા સવારે આવે છે તેણે કહ્યું કે મા મોગલ આ સાંભળીને સુઝાનબાની ભુજાઓ ધરતી ધ્રૂજવા લાગે અને આ દીકરીની વારે આવવા માટે  મોગલમાં રવાના થયા અને કડીના બાદશાહને ઢોલ પરથી પછાડ્યો.

એક લોકવાયકા પ્રમાણે માઁ મોગલ ચોર ઉપર કોપાયમાન થાય છે. જેથી ભગુડા ગામમાં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. ગામલોકોને માતાજી પ્રત્યે એટલી શ્રધ્ધા છે અને માતાજી ચોરને હાજરા હજુર પરચા દેખાડતા હોવાથી ભગુડા ગામના એક પણ ઘર કે દુકાનમાં ક્યારેય તાળુ મરાતું નથી.કોઈ વ્યવસ્થાના ભાગે તાળા મરાતા હોય તે અપવાદરૂપ છે.

ભગુડા ગામમાં આહિર પરિવારના 250 ખોરડા છે. જેમાંથી કામળિયા સોરઠિયા આહિર જ્ઞાાતિના 60 કુટુંબનો દર ત્રણ વર્ષે માતાજીને તરવેડો ભેળિયો ચડે છે અહી સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી. કોઈને દોરા-ધાગા આપવામાં આવતા નથી. નોંધનિય છે કે ભગુડા ગામે સને 1997 માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયુ હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ ૧૨નાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક છેલ્લા 20 વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે.

જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ 24 કલાક શરૂ રહે છે. આવાસ માટે પણ 20 ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચાપાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *