website

websiet

ajab gajab

પૈસા માટે માતાએ સગિર પુત્રીના કરાવ્યા એક વાર નહીં પણ ત્રણ વાર કરાવ્યા લગ્ન,પણ પછી થયું ન થવાનું…

મિત્રો આપણા દેશ માં ઘણા લોકો એવા છે જેમને વિદેશ માં જઈને વસવાટ કરવાનો ખૂબ જ ગાંડો શોખ હોય છે. એટલે લોકો ઘણા પૈસા ખર્ચીને ભણવા માટે ચાલ્યા જાય છે. કેટલાક નોકરી કરવા માટે ચાલ્યા જાય છે. કેટલાક લોકો તો લગ્ન પણ કરી લે છે. મિત્રો આ બધું તો ઠીક પરંતુ કોઈ બહેન વિદેશ માં વસવા માટે પોતાના જ સગા ભાઈ સાથે લગ્ન કરી લે તે શું શક્ય છે.

અત્યારના સમયમાં સંબંધોને શર્મસાર કરતા અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે ત્યારે આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં બન્યો છે જ્યાં પૈસા માટે માતાએ પોતાના સગિર પુત્રીના ત્રણવાર લગ્ન કરાવ્યા હતા. આરોપી માતાએ ત્રીજી વખત સગિર પુત્રીના લગ્ન માત્ર 80,000 રૂપિયામાં કરાવ્યા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પતિના ત્રાસ અને મારપીટથી ત્રાસીને સગિરાએ કરી ફરિયાદ,મળતી માહિતી પ્રમાણે જાણકારી ત્યારે થઈ જ્યારે દિલ્હીમાં પોતાના પતિના ત્રાસથી મારપીટથી તંગ આવીને સગિરાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસે આ અંગે તપાસ કરી ઘટનાની જાણકારી મંડલા પોલીસ સ્ટેશનને આપી હતી. ત્યારબાદ આરોપીઓ વિરુદ્ધ વિભિન્ન ધારાઓમાં પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

સગિરાએ 100 નંબર ઉપર ફોન કરીને કરી જાણ,મંડલા જિલ્લામાં એક સગિરના લગ્નના તેની સગી માતાએ દિલ્હીના એક યુવક સાથે કરાવ્યા હતા. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સગિર બાળકીએ પોતાના પતિના ત્રાસના કારણે મારપીટથી તંગ આવીને દિલ્હી પોલીસને 100 નંબર ઉપર ફોન કરીને જાણકારી આપી હતી.

માહિતી મળતા જ દિલ્હી પોલીસ દ્વારા સગિર બાળકીને તેના પતિથી બચાવીને મંડલા પોલીસને જાણ કરી હતી. સગિર પીડિતા દ્વારા દિલ્હી પોલીસને આપવામાં આવેલી સૂચનાના આધાર ઉપર મંડલા પોલીસ સ્ટેશન આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.માતાએ 80,000 રૂપિયામાં દિલ્હીના યુવક સાથે કરાવ્યા લગ્ન,સગિર બાળકીમાં મંડલા પહોંચીને પોલીસને તેની સંપૂર્ણ જાણકારી આપી હતી. અને આવી ચોંકાવનારી વાત સામે આવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેની માતાએ 80 હજાર રૂપિયા લઈને દિલ્હીમાં તેના લગ્ન કરાવી દીધા હતા.

માતા સગિરાના પહેલા પણ બે વાર કરાવી ચૂકી છે લગ્ન,આ તેના ત્રીજા લગ્ન હતા. આ પહેલા પણ તેની માતાએ સગિર પુત્રીના 2 વાર લગ્ન કરી ચૂક્યી હતી. પીડિતાના નિવેદનના આધારે પોલીસે તેની મા અને લગ્ન કરનાર બે યુવકો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. સગિરા સાથે દિલ્હીમાં લગ્ન કરના આરોપી સહિત 2 અન્ય આરોપીઓની શોધખોળ ચાલું છે.

દિલ્હી પોલીસની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધાયો,મંડલા પોલીસ અધિક્ષક દીપક કુમાર શુક્લાના જણાવ્યા પ્રમાણે સગિરાએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે તે સગિર છે અને તેની માતા અને અન્ય કેટલાક સભ્યોએ એક વ્યક્તિ પાસેથી પૈસા લઈને તેના લગ્ન કરાવ્યા છે. જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા હતા તે વ્યક્તિ તેની સાથે મારપીટ કરી રહ્યા છે. દિલ્હીમાં ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે જીરો એફઆઈઆર નોંધાવી છે. સગિરા સાથે એફઆઈઆર મંડલા પોલીસને પ્રાપ્ત થઈ છે. આના ઉપર પોલીસ સ્ટેશનમાં આઈપીએસની કલમ 366, 370 અને પોક્સો એક્ અંતર્ગત કાર્યવાહી કરી હતી.

નવાં નવાં લગ્ન થાય અને બે દિવસ પછી નવવધૂને પિયર યાદ આવતાં પિયર જવાની ઇચ્છા વ્યક્ત કરે એમાં કશું અસ્વાભાવિક ન લાગે. પતિ એને પિયરે મૂકવા જાય અને માર્ગમાં પતિ અદ્રશ્ય થઇ જાય. બીજે દિવસે એક ઝાડ પર યુવકનો મૃતદેહ લટકતો દેખાય. આનો અર્થ શો કરવો ? એ જ કે આ યુવકે એક લૂંટારુ મહિલા સાથે લગ્ન કર્યા હતા અને છેતરાઇ ગયો હતો.

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના સૈલાના વિસ્તારમાં અઠવાડિયા પહેલાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. એ હત્યાની તપાસ દરમિયાન પોલીસને એક એવી ટોળી અને યુવતીની વિગતો મળી હતી જેણે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત ઘણાં સ્થળે લગ્ન કરવાનો દેખાવ કરીને ત્યારબાદ પતિની હત્યા કરવાના ષડ્યંત્રમાં ભાગ ભજવ્યો હતો.

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી મહેન્દ્ર મોતીલાલ કલાલનો મૃતદેહ પોલીસને સૈલાનામાં મળ્યો હતો. તપાસ દ્વારા પોલીસને જાણવા મળ્યું હતું કે હજુ તો બે દિવસ પહેલાં મહેન્દ્રના મીનાક્ષી નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. મીનાક્ષી અને એના સાથીદારોએ મહેન્દ્રની હત્યા કરી હતી અને ત્યારબાદ નાસી ગયાં હતાં. આ રીતે મીનાક્ષી (સાચું નામ બીજું હોઇ શકે છે)એ છેલ્લા આઠ મહિનામાં છથીવધુ લગ્નો કર્યાં હતાં અને લગ્નના બે ત્રણ દિવસ બાદ પતિની હત્યા કરીને લૂંટ ચલાવી હતી.

મહેન્દ્ર અને મીનાક્ષીનાં લગ્ન એક મેરેજ બ્યૂરો દ્વારા થયા હતા. મીનાક્ષીના કહેવાતા ભાઇએ આ લગ્ન માટે મહેન્દ્ર પાસેથી અઢી લાખ રૂપિયા લીધા બાદ કોર્ટમાં લગ્ન કરાવ્યાં હતાં. લગ્નના બે દિવસ બાદ મીનાક્ષીના ચાર કહેવાતા સગાં આવ્યા અને મહેન્દ્રને ફોસલાવીને કારમાં કશેક લઇ ગયા. ત્યારબાદ મહેન્દ્રની લાશ સૈલાનામાં એક ઝાડ પર લટકતી મળી.

પોલીસને મીનાક્ષીના કહેવાતા પિતાનો મોબાઇલ નંબર મળતાં એનું લોકેશન ઇંદોર નજીક બરોલી ગામનું મળ્યું. પોલીસ તરત એક્શનમાં આવી ગઇ અને બરોલી જઇને મીનાક્ષીની ધરપકડ કરી લીધી. મીનાક્ષીએ પોલીસને જણાવ્યા મુજબ એનું લગ્નજીવન નિષ્ફળ નીવડતાં એ માતાપિતાની સાથે રહેવા આવી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *