મેં કોન્ડોમ વગર સમાગમ કર્યું છે શુ મારી પ્રેમિકાને ગર્ભ રહી ગયો હશે.?..
સવાલ.જા-તીય સમા-ગમ દરમિયાન ક્યું આસન શ્રેષ્ઠ ગણાય.
જવાબ.કામ-આસનો અનેક પ્રકારના હોય છે. વાત્સાયનથી માંડીને આધુનિક સેક્સ મેડીસીનના તજજ્ઞાોએ અનેક આસનો વિશે ચર્ચા કરી છે. પણ એમાં ફલાણું શ્રેષ્ઠ કે ઢીકણું ખરાબ એવું કશું નથી. વ્યક્તિની ઉંમર, બાંધો, ગર્ભાવસ્થા, આવડત, વ્યક્તિગત ગમાઅણગમા, ફાવટ, ટેવ, જનનાંગોની અવસ્થા, કોઇ ખાસ બિમારી વગેરે પરિબળો ઉપર આસનની પસંદગી નિર્ભર છે. મોટાભાગના લોકો આંતરસૂઝ પ્રમાણે વર્તે છે અને પસંદગી કે આજમયાશ કરતા નથી.
સવાલ.પતિ-પત્ની બંને જા-તીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.
જવાબ.આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ. તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કારણ શું છે.ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.
સવાલ.કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે.
જવાબ.આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. કયારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સે@ક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે.
વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે. લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો થાય છે.
સવાલ.સ્ત્રી અચાનક કયાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે.જવાબ:મોટાભાગના લોકો ‘ફ્રિજિડિટી’ શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે. ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, કયારેક- કયારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.
સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશયક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.
સવાલ.સં@ભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે.
જવાબ.શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.
સવાલ.મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૨૭ વર્ષ છે અને મારી પત્નીની ઉમર ૨૨ વર્ષ છે પહેલા અમારે સમા-ગમ બઉ આનંદ મળતો ન હતો પરંતુ પહેલા હું અને મારી પત્ની બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે.હમણાં હમણાં અમારો સમા-ગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે.શું આ બટાટાને કારણે હશે.આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.તમાને જો સમા-ગમ દરમિયાન આનંદ નથી આવતો તો તમે કહો છો તેમ બટાટા ખાવાથી તમારો સે@ક્સપાવર વધ્યો છે તો તે બિલકુલ સાચું નથી કારણ કે બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સે@ક્સટોનિકની ગરજ સારી શકે.બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે.લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં. ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળત.
સવાલ.મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમા-ગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સે@ક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.
સવાલ.આ ઉમર જ એવી હોય છે જેમાં દરેક પગ લપસી જાય છે આમ તો મારી ઉંમર 19 વર્ષ છે અને મારા ઘરની બાજુમાં મારા કાકી રહે છે તેમના ભાઈને હું બે વર્ષથી ખુબજ પ્રેમ કરું છું .પરંતુ મારા મનની વાત તેને કહી શકતી નથી. હવે હું એની સાથે સંબંધ રાખવા માગતી નથી અને ભણવામાં મન પરોવવા માગું છું.તો હવે આ પ્રકરણને પૂર્ણ કરવું છે તો મારે શું કરવું જોઈએ.
જવાબ.તમે તેને બે વર્ષથી પ્રેમ કરો છો તે તેને ખબર નથી તો પછી જે સંબંધ શરૂ જ થયો નથી એનો અંત લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેને તેમજ આ બધી વાતો ભૂલીને તમારે ભણવામાં મન લગાડવું પડશે અને આ કામ માત્ર તમે જ કરી શકો છો. મન મક્કમ બનાવો અને બધુ ભૂલી જાવ. પોતાના મનને ભણવા તરફ દોરી જાવ. આ વાત જરા અઘરી લાગશે પરંતુ સમય જતા બધુ સામાન્ય થઈ જશે. એક વાર ભણવામાં મન લાગી જશે પછી બીજી વાતો ગૌણ બની જશેએમાં કોઈ મદદ કરી શકે તેમ નથી.તમારે તમારી જાતે જ બધુ ભૂલી ને પોતાને મગજ ને અભ્યાસ તરફ પ્રયાણ કરવું પડશે.
સવાલ.હું એક પરણિત મહિલા છું અને મારી ઉંમર 24 વર્ષ છે અને મારા પતિની ઉમર 26 વર્ષ છે અમારા બંનેના લગ્નને બે વર્ષ થયા છે અને સમા-ગમ કરવા છતાં મને ગર્ભ રહેતો નથી.મારું વજન થોડું વધારે છે.ગાયનેકોલોજીસ્ટ સૂચવેલી ટેસ્ટો કરાવી તો બધા જ રિપોર્ટ નોર્મલ છે.આ અંગે મારે શું કરવું સમજણ પડતી નથી માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.આવા સવાલ કેટલીક મહિલાઓ પોતાના મનમાં જ રાખે છે સમાગમ કરવા છતાં પણ ગર્ભ ન રહેવો તો સામાન્ય વાત છે પરંતુ જો સમા-ગમ દરમિયાન તમે જેવી કે તેલ જેવો ચીકણો પદાર્થ લગાડતો હો તો તે બંધ કરો કારણ કે એનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે.
કેટલીક વાર ગતિહીન થવાનો પણ ડર છે અને સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે ત્યારનો સમય સારામાં સારો છે. આના 24 થી 48 કલાકમાં શુક્રજંતુનું મિલન થાય તો ગર્ભ રહેવાની શક્યતા છે. સોનોગ્રાફીની મદદથી આ સમય નિર્ધારિત થઈ શકે છે. આમા ગાયનેકોલોજીસ્ટની મદદ લેવી પડે છે. સમા-ગમ પછી તમે અડધો કલાક સુધી ઘૂંટણ છાતી પાસે લાવીને સૂઈ રહો પરંતુ ગર્ભ રહેશે જ એમ કહી શકાય નહીં આ ઉપરાંત તમારા ડોક્ટરની સલાહ લઈ ટ્રીટમેન્ટ કરાવો અને ડૉક્ટર જે મુજબ સલાહ આપે તે મુજબ કાર્ય કરો.
સવાલ.મેં અને મારી ગર્લફ્રેન્ડે 24 સપ્ટેમ્બરે કોઈ પ્રોટેક્શન વિના સે@ક્સ કર્યું હતું. 7મી ઑક્ટોબરે મારી ગર્લફ્રેન્ડને 3 દિવસથી લોહી વહેતું હતું. તે માત્ર સ્પોટિંગ હતું.પછી 10 ઓક્ટોબરે મારી ગર્લફ્રેન્ડનો પિરિયડ પણ પૂરો થયો. ઉપરાંત તે માત્ર 1 દિવસ ચાલ્યું અને 11 ઓક્ટોબરની સવારે થોડો પ્રવાહ આવ્યો જે પછીથી સંપૂર્ણપણે બંધ થઈ ગયો. મારી ગર્લફ્રેન્ડનું વજન ઓછું છે. શું તે શક્ય છે કે તેણી ગર્ભવતી છે?
જવાબ.હા, શક્ય છે કે તમારી ગર્લફ્રેન્ડ ગર્ભવતી હોય પરંતુ આ વિશે વધુ કહેવું મુશ્કેલ છે, રક્તસ્રાવ અન્ય કોઈ કારણથી પણ થઈ શકે છે. તમારે તમારી ગર્લફ્રેન્ડની ગર્ભાવસ્થા પરિક્ષણ કરાવવું જોઈએ.