આ મહિના માં પડશે ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી,જુલાઈ મહિના ની આગાહી જાણીને ચોકી જશો..
સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઇ રહી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદ લાવે તેવી બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે હજુ બે દિવસ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. બીજી તરફ, સતત બીજા દિવસે શહેરમાં વરસાદ પડ્યો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઇંગ્લીશ વેધર રહેતા લોકોએ રજાનો આનંદ માણ્યો હતો.
બંગાળની ખાડીમાં સક્રિય થશે સિસ્ટમ,જે અહેવાલો મળી રહ્યા છે તે મુજબ એક વરસાદી સિસ્ટમ 15 જુલાઇની આસપાસ બંગાળની ખાડીમાં સક્રિય થશે અને આ સિસ્ટમ ત્યારબાદ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે અને ત્યારબાદ 20 જુલાઇની આસપાસ આ સિસ્ટમ વધુ મજબૂત બનતાં તેના કારણે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડીમાં 2 વરસાદી સિસ્ટમ,બંગાળની ખાડીમાં 2 સિસ્ટમ સક્રિય થવાના કારણે તેની અસર ગુજરાત પર પડી શકે છે અને જુલાઇ માસમાં મધ્ય ભાગમાં આ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 20 જુલાઇ સુધી ભારે વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ,હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેના કારણે 12 જુલાઇ સુધી ભારે વરસાદ રહેશે પણ ત્યારબાદ વરસાદનું જોર થોડુ ઘટશે પણ પછી બંગાળની ખાડીમાં સર્જાનારી 2 વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કહેર વર્તાવી શકે છે.
અને ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે છે. આ સાથે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમના કારણે પણ ભારે વરસાદ પડી શકે છે. જુલાઇ માસ વરસાદથી ભરપૂર રહે તેવું હાલ લાગી રહ્યું છે.
આજે ક્યાં ક્યાં આગાહી.ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ માહિતી આપી કે, આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ખાસ કીરને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આજે 10 મી તારીખે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ તૂટી પડશે. પરંતું 11 મી પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. બાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.