આ રીતે 2 જ મિનિટ માં જાણી શકશો જમીન કોના નામ પર છે,જાણી લો અહીં..
પહેલા આપણે કોઈ જમીન ખરીદી હોઈ ત્યારે એ કોના નામ પર છે અને એમાં કુટુંબ ના કેટલા નામ છે એ જાણવા ખુબ મુશ્કેલી પડતી હતી,તમારે જમીન ખરીદ વી હોઈ તો એ એમાં પહેલા ઘણી મુશ્કેલીઓ પડતી હતી.
લોકો જમીન ખરીદવા ઘણા રૂપિયા પણ ચૂકવે છે પણ એમાં પણ ઘણી વાર છેતરપિંડી અને ફોર્ડ ની પણ સમસ્યા થઈ શકે છે,એના માટે હવે સરકારે એટલે કે રેવન્યૂ વિભાગે ડેટા ઓનલાઈન કરી દીધા છે.
તેનાથી ફાયદો એ થયો છે કે લોકોને હવે જમીનના માલિકનું નામ જાણવા માટે તકલીફો થશે નહીં. આ ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી તમે નકસો, ભૂલેખ, ખાતેદાર, વગેરેનો રેકોર્ડ તપાસી શકશો.
હવે તમે માત્ર 2 મિનિટ માં જમીન કોના નામે છે અને એમાં કેટલા લોકો ના નામ ચડેલા છે એ માત્ર થોડા જ સમય માં જાણી શકશો,તમારે જમીન સાથે સંબંધિત કોઈ પણ જાણકારી આપણે રેવન્યૂ વિભાગની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકશો. પહેલા આ પ્રક્રિયા માટે રેવન્યૂ વિભાગને ઓફિસે ચક્કર લગાવવા પડતા હતા. પણ હવે આપ ઘરે બેઠા થોડી મીનિટોમાં જ આ જાણકારી પ્રાપ્ત કરી શકશો. જમીનની જાણકારીમાં આપ નકસો, ખાતેદાર વગેરેનો રેકોર્ડ ચેક કરી શકશો.
આ રહી આ પક્રિયાની પ્રોસેસ.
1.સૌથી પહેલા આપ રાજ્યની રેવન્યૂ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે 2.હવે આપ જિલ્લાનું નામ પસંદ કરો 3.ત્યાર બાદ તાલુકાનું નામ પસંદ કરો 4.હવે ગામનું નામ પસંદ કરી જે જમીન વિશે આપ જાણવા માગો છો તે પસંદ કરો 5.જમીનની જાણકારી સંબંધિત વિકલ્પોમાં ખાતેદારના નામ દ્વારા શોધો, તે વિકલ્પ પસંદ કરો.
6. હવે જમીનના માલિકના નામનો પ્રથમ અક્ષર પસંદ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો 7.આપવામાં આવેલી લિસ્ટમાંથી જમીનના માલિકનું નામ પસંદ કરો 8.હવે Captcha Code Verify કરો 9. વેરિફાઈ થતાંજ સ્ક્રીન પર ખાતાનું વિવરણ ખુલી જશે,તેમાંથી આપ નંબર સાથે તે ખાતેદારના નામે કેટલીય જમીન છે, તેનું સમગ્ર વિવરણ જોઈ શકશો.