website

websiet

News

આગામી 3 કલાક અહીં ધોધમાર વરસાદ ની આગાહી,આ જિલ્લાઓ માં ધોધમાર વરસાદ ની આગાહી…

રાજ જ્યમાં સતત પડી રહેલા વરસાદને ધ્યાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સૌથી વધારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરિક્ષણ કરી શકે છે. દેવભૂમિ દ્વારકાથી લઈને જૂનાગઢ પંથક સુધી ધોધમાર વરસાદને કારણે હાલ બેહાલ થઈ રહ્યા છે

ગુજરાતમાં અવિરત વરસાદ ચાલુ છે ત્યારે આજે વહેલી સવારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં ક્યા વિસ્તારમાં વરસાદ પડશે તેને લઈને અનુમાન આપ્યું છે.

હવામાન વિભાગ અનુસાર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહીસાગર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી દેવભૂમિ દ્વારકામાં સામાન્ય છુટો છવાયો વરસાદ પડશે.

જ્યારે સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ વડોદરા નવસારી વલસાડ અમરેલી ભાવનગર પોરબંદર જુનાગઢ મોરબી દમન દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજની આગાહીમાં હવામાન વિભાગે પોરબંદર, રાજકોટ, બોટાદ અને આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ માટે યલો એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

CM અસરગ્રસ્ત વિસ્તારનું આજે કરશે નિરીક્ષણ. જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આ વિસ્તારની મુલાકાત લેશે. નિરીક્ષણ બાદ જૂનાગઢમાં સમીક્ષા બેઠક યોજશે.

રાજ્યમાં હજુ પણ આગામી 7દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે

હવામાન વિભાગ રાજ્યમાં 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની આગાહીને લઇને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *