આગામી 5 દિવસ ધોધમાર વરસાદ ની આગાહી,રાજ્ય માં વરસાદ ને લઈને મોટી આગાહી,ખેડૂતો ખાસ વાંચે…
જરાતમાં હાલ વરસાદની માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે વધુ એક હવામાંન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે,આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન ધોધમાર વરસાદ ની આગાહી કરાઈ છે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો માં અમરેલી,ભાવનગર, જૂનાગઢ,બોટાદ,ગીર સોમનાથ, સુરત,તાપી, ડાંગ,નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.હવામાન વિભાગના મતે અનુસાર આ દિવસો દરમિયાન પવનની ગતિ વધશે. આ કારણોસર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે
અંબાલાલ પટેલે શું કરી આગાહી.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 11 થી 14 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.
આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર વરસાદ પડશે.
પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે.જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71 અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.
નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે
મહેસાણા,પાલનપુર,બનાસકાંઠા,મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.25મી જૂલાઈથી 8મી ઓગષ્ટ સુધી પણ ફરી ભારે વરસાદ થશે.ઉત્તર ભારતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે.આ 5 દિવસ દરમિયાન આ 2 દિવસો માં એટલે કે સાત અને આઠ તારીખના રોજ વધારે વરસાદની શક્યતા છે.આ બે તારીખના રોજ આખા ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.
આ બે દિવસ મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.