ઓગસ્ટ મહિના માં કેવો રહેશે વરસાદ,અંબાલાલ પેટલે કરી મોટી આગાહી..
અંબાલાલ પટેલ નું માનવું છે કે બંગાળના ઉપસાગરમાં એક નહીં પણ બબ્બે સિસ્ટમ સક્રીય બની છે, જેને લીધે ભારે વરસાદ પડી શકે છે. જુલાઇ મહિનામાં મોટાભાગનો વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે.હવે ઓગસ્ટ મહિનો પણ ચોમાસા માટે મહત્ત્વનો સાબિત થશે. ઓગસ્ટ મહિનામાં બંગાળના ઉપ સાગરમાં બે સિસ્ટમ સક્રીય થઇ છે, જે રાજ્યમાં ભારે વરસાદ વાલી શકે છે. તેમનું કહેવું છે કે, ઓગસ્ટ મહિનાની 3 અને 4 તારીખે ભારે પવન ફુંકાશે અને 8મી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યુ કે, 8 ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં દેમાર વરસાદ પડી શકે છે. મૂશળધાર વરસાદ પડવાને કારણે સાબરમતી, નર્મદા, તાપી સહિતની નદીઓમાં પાણીનો મોટા પાયે વધારો થશે.
પટેલે કહ્યું કે 12 અને 13 ઓગસ્ટ અને એ પછી 16 અને 17 ઓગસ્ટ આ દિવસોમાં પણ મેઘરાજાની ઝંઝાવાતી બેટીંગ જોવા મળી શકે છે. 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો તે પાક માટે સારો માનવામાં આવે છે.
જ્યોતિષીઓના જણાવ્યા મુજબ સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૧૭ ઓગસ્ટ 2023 થી થશે અને 30 ઓગસ્ટ 2023 સુધી રહેશે. આ નક્ષત્રનું વાહન ઘોડાનું રહેશે.. સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ ગુરૂવારને બપોરે ૦૧ વાગીને ૩૩ મિનિટે થશે. પરંપરા મુજબ મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઓગસ્ટ મહિનાની 8 તારીખ ભારે માનવામાં આવે છે.8 ઓગસ્ટે ગુજરાતમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઇ શકે છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ ઉદભવી શકે છે. ટુંકમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળી નાંખશે. જો કે, બીજી તરફ સારી વાત છે કે ખેડુતો માટે વરસાદ આર્શીવાદ રૂપ બની શકે છે.
અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતના લોકોએ ઓગસ્ટ મહિનામાં ખાસ સાવચેતી રાખવી.
હવામાન વિભાગે આજના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત રિજનના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જોકે, 4 વાગ્યા સુધીના હવામાનની આગાહી કરવામાં આવી છે તેમાં કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, આ ભાગોમાં પ્રતિકલાક દરમિયાન 5થી 15 જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના ઉત્તર ભાગમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર તથા અરવલ્લી માટે નાઉકાસ્ટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ તથા દમણ તથા દાદરા અને નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી અને દમણમાં ચાર દિવસ સુધી હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે