website

websiet

News

અંબાલાલ પટેલ ની મોટી આગાહી,હજુ ભુક્કા બોલાવી દે એવી વરસાદ ની આગાહી,જાણો નવી આગાહી…

અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, 18, 19 અને 20 તારીખોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે અત્યારે પણ ઘણી જગ્યા એ વરસાદ વરસ્યો છે અને ઘણી જગ્યા એ પાણી પાણી કરી દીધું છે,ક્યાં તો નદીઓ અને ડેમ પણ છલકાઈ ગયા છે, અમુક જગ્યા એ સ્કૂલો અને કોલેજ પણ બંધ કરવી પડી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે નિયમિત ચોમાસાની પેટર્ન કરતા અલગ છે. બિપોરજોય વાવાઝોડાના કારણે અલગ-અલગ ભાગોમાં હવાના દબાણ બન્યા હતા.

આવી અલગ પેટર્નમાં ચોમાસાને લઈને શક્યતાઓ વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જુલાઈ મહિનામાં સારા વરસાદની શક્યતાઓ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી, જે બિલકુલ સાચી છે. તેમણે ઓગસ્ટની શરૂઆતને લઈને કેટલીક શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.

અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ઓગસ્ટની શરુઆતમાં તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, 17મી ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટી શકે છે. જોકે, ઓગસ્ટના પાછલા દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાનીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે 5મી ઓક્ટોબરે પવન ફૂંકાશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતાઓ છે, 16 નવેમ્બરે પણ હવાનું હળવું દબાણ ઉભું થઈ શકે છે. 18-20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની સ્થિતિ રહેશે

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેસર : આંધ્ર ઓરિસ્સામાં ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં ગઈકાલે નોર્થ વેસ્ટ દિશામાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયા પછી આજે તે લો પ્રેશરમાં તબદિલ થયું છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં એટલે કે આંધ્રપ્રદેશ અને ઓડિશાના વચ્ચેના દરિયા તરફ આગળ વધી રહી છે. આ બંને રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *