અંબાલાલ પટેલ ની મોટી આગાહી આ તારીખ થી ચાલુ થશે વરસાદ નો ત્રીજો રાઉન્ડ,જાણો નવી આગાહી…
રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કહ્યું, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે
20 જુલાઈની વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે. દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. 20 જુલાઈથી 25 જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજ્કોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે.
ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં વરસાદનો કહેર જોવા મળ્યો. ઉત્તરીયભાગોમાં વરસાદના પ્રકોપના કારણે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ જોવા મળી. વાહનો તણાઈ જવા તેમજ મકાન ધરાશાયી થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
યૂપીના સહરાનપરમાં 7 ફૂટ પાણી ભરાતા લોકોને રેસ્કુય કરી બહાર કાઢવામાં આવ્યા. જ્યારે પંજાબમાં રોપાડા શહેરમાં વરસાદના કારણે જળમગ્ન બન્યું. તો પટિયાલામાં વિસ્તારમાં બેટમાં ફેરવાતા વાહનો પાણીમાં તરતા દેખાયા. લોકોએ મહા મહેનતે આ વાહનો બહાર કાઢ્યા. હિમાચલમાં રાવીનું રૌદ્ર સ્વરૂપે તબાહી મચાવી.
રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠામાં વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદની તોફાની બેટિંગને લઇ ઇડરમાં આભ ફાટ્યો હોય તેવા દ્ર્શ્યોનું નિર્માણ થયું છે તો બીજી તરફ તલોદમાં 5 ડીપ બંધ કરાયા છે. સાબરકાંઠાના તલોદમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
ભારે વરસાદને લઈ છત્રીસા ગામ બેટમાં ફેરવાયુ છે જેને લઈ તાલુકા વિકાસ અધિકારી સહિતનુ વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. પાણી ભરાતા 100 લોકોનું સ્થળાંતર કરાયુ હતું અને 40 પશુઓને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.