website

websiet

News

અંબાલાલ પટેલ ની મોટી આગાહી,આ 2 દિવસો માં પડશે ધોધમાર વરસાદ,જાણો વિગતવાર..

ગુંજરાતમાં 2 થી 3 સિસ્ટમ સક્રિય થવાનાકારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારેવરસાદની સંભાવનાછે. ગત 6 જુલાઇ થીશરૂથયેલો વરસાદનો બીજો રાઉન્ડવઆગામી 12મીજુલાઇ સુધી ચાલુ રહેવાનો છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે મોટી આગાહી કરીછે.ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 3 દિવસ કેવું વાતાવરણ રહેવાનું છે તે અંગે આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં આવતી કાલથી વરસાદ નું જોર ઘટશે. એટલે કે આ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે .જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે જ નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે તેવી સંભાવના રહેલી છે.

વધુ માં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, સમુદ્ર કાંઠે તાપમાન ઊંચું રહેવાના કારણે હલચલ રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસામાં દરિયામાં હલચલ જોવા મળતી હોય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, 10 થી 12 જુલાઈના દરિયામાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 10 થી 12 જુલાઈમાં વાતાવરણ વિશિષ્ટ રહેશે.

બિપોરજોય વાવાઝોડું આવ્યા બાદ ભિન્ન ભિન્ન ભાગોમાં લો પ્રેશર બની રહ્યા છે. પાકિસ્તાન અને રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ રહેતુ હોય છે, તેવુ દબાણ ગુજરાતમાં રહેવા લાગ્યું છે. બંગાળના ઉપસાગરમાં 1002 મિલિબાર દબાણ રહેશે. ગુજરાતમાં હવાનું હળવું દબાણ 1001 થી 1003 મિલિબાર દબાણ રહેવુ જોઈએ. જોકે, આ ચોમાસું વિશિષ્ટ પ્રકારનું છે.

ઓગસ્ટમાં અલ નીનોની આવવાની શક્યતા છે. પરંતુ નિષ્ણાતોનું અનુમાન છે કે, અલનીનો હોવા છતા હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ રહેશે. જેના કારણે ગુજરાતમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે.

આજે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં મેઘ મહેર રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોડી રાત્રે મધ્ય તથા ઉત્તર ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ તૂટી પડવાની ઘટના બની છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદના કેટલાક સ્પેલ ધમાકેદાર થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા રવિવારે વ્યક્ત કરવામાં આવી હતી.

કેટલા રસ્તા વાહન વ્યવહાર માટે બંધ ?રાજ્યમાં વરસાદના પગલે 42 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. જેમાં પંચાયત હસ્તકના 34 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. સ્ટેટ 2 રસ્તાઓ અને 1 નેશનલ હાઇવે જ્યારે અન્ય 2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.

સૌથી વધુ જૂનાગઢ માં 7 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં 6, સુરેન્દ્રનગરમાં 4 ,વલસાડમાં 3,નવસારીમાં 3, કચ્છમાં 3, બોટાદમાં 2, રાજકોટમાં 2, અમરેલી, જામનગર, સુરત અને બનાસકાંઠામાં 1-1 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *