website

websiet

NewsUncategorized

અંબાલાલ પટેલ ની આગાહી હજુ આ અઠવાડિયામાં આટલા રાજ્યો માં પડશે ધોધમાર વરસાદ…

ગુજરાતમાં જૂન મહીનાનાં અંતિમ દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. હજુ જુલાય મહિનામાં પણ આ વરસાદ ચાલુ જ રહેશે એવી શક્યતા છે.હવામાન વિભાગે વરસાદને લઈને મોટું અપડેટ આપ્યું છે.નવા અપડેટ પ્રમાણે કચ્છ, દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં સવાર સુધી વરસાદનું રેડ એલર્ટ છે.ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનું સંકટ યથાવત છે. જેમાં દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી છે.

કચ્છ, દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં 8-8 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. જ્યારે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં 4થી લઈને 8 ઈંચથી સંભાવના છે. પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં 8 ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે.

અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. અમદાવાદમાં છુટો છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. જે અંદાજ પ્રમાણે અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે.

અંબાલાલે આગાહી કરી હતી જૂન મહિનામાં અંત ભાગમાં તો વરસાદ પડશે જ પણ ત્યાર પછી જુલાઈની 11-25 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બારે મેઘ ખાંગા થવાની શક્યતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 11થી 15 જુલાઈ દરમિયાન પણ સારો વરસાદ રહેશે. માટે જુલાઇ મહીનાં મધ્યમાં પણ વરસાદ બંધ નહીં થાય.

ગુજરાત ને લઈને હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે. તો અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ રહેશે. કચ્છમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજથી રાજ્યમાં છુટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્ય અને છુટો છવાયો વરસાદ રહી શકે છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ હતી તેના કારણે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદ રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *