અમદાવાદ નો મોજીલો પતિ અશ્લીલ ફિલ્મો બતાવી પત્ની જોડે સેક્સ કરતો,પત્ની બીમાર હોઈ તો પણ આવું કરતો..
આજે દહેજ ના નામ પર મહીલાઓ ને ઘણું બધું સહન કરવું છે,દહેજ ના કારણે ઘણી બધી મહિલાઓ ને સાસરી માં નોકરાણી જેવું જીવન જીવવું પડે છે,દહેજ ના કારણે ઘણાં બધાં ઘર બરબાદ થઈ જાય છે,દહેજ ના નામ પર અહીં પતિ એના પિતા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પત્ની ની ફરિયાદ છે કે પતિ રોજ દારૂ પીને આવે છે.
અને તારા બાપા એ દહેજ ઓછું આપ્યું છે એમ કહીને મેના મારે છે,અને પછી અશ્લીલ ફિલ્મો બતાવી એ પરિણામે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો,પત્ની બીમાર હોઈ તો પણ નરાધમ પતિ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો અને મન ફાવે એમ મજા કરતો કંટાળી ને પત્ની ને નરોડા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે,
મળતી માહિતી મુજબ લગ્ન બાદ તેનાં માતા-પિતાએ યથાશક્તિ કરિયાવર આપ્યો હતો, જેમાં સોના-ચાંદીના દાગીના, કપડાં અને અન્ય ઘરવખરીનો સામાન આપ્યો હતો. લગ્ન બાદ હીના (નામ બદલેલ છે) સંયુક્ત પરિવારમાં રહેતી હતી. શરૂઆતના ૧પ દિવસ સુધી તેને સારી રીતે રાખવામાં આવી હતી.
ત્યાર બાદ તેના પતિ અને સાસરિયાં દહેજમાં કંઇ લાવી નથી તેમ કહીને અવારનવાર મહેણાંટોણાં મારતાં હતાં અને નાની નાની બાબતોમાં ઝઘડો- તકરાર કરતાં હતાં એટલું જ નહીં, અમારા મોભા મુજબ દહેજ આપ્યું નથી, જેથી તારે તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવવા પડશે, નહીંતર તારે ઘરમાં નોકરાણીની જેમ જ રહેવું પડશે તેમ કહીને આખા ઘરનું કામ કરાવતાં હતાં.
હીનાનો આક્ષેપ છે કે તેના પતિ દારૂ પીવાની ટેવવાળા હોવાથી અવારનવાર દારૂ પીને મારઝૂડ કરતા હતા તેમજ મોબાઇલમાં પોર્ન ફિલ્મ બતાવી તે પ્રમાણે શરીર સંબંધ બાંધવાનું કહેતો હતો. હીનાની તબિયત સારી ના હોય તો પણ શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો.
જો હીના ના પાડે તો તેની સાથે પતિ મારઝૂડ કરતો હતો. આ સિવાય હીનાના સસરા પણ અવારનવાર તેની સાથે શારીરિક છેડછાડ કરતા હોવાનો આરોપ લગાવ્યા છે. હીના આ બાબતની જાણ તેના પતિ, સાસુ કે નણંદને કરે તો તેઓ સસરાનું ઉપરાણું લેતાં અને તારે દહેજ લાવવું નથી તેમ કહીને ખોટા આક્ષેપ કરતાં હતાં.આ બધા ના ત્રાશ થી કંટાળી ને પત્ની એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,હજુ આ મામલે કોઇ પોલીસ તપાસ કરવામાં આવી નથી.